સિનિયર સિટીઝન માટે ખુશખબર! ₹5 લાખના રોકાણ પર મેળવો આટલું વળતર (એપ્રિલ 2026)

શેર કરો

મિત્રો, આજના આ આર્ટિકલમાં આપણે Senior Citizen Savings Scheme વિશે વિગતવાર ચર્ચા કરીશું.”

જો તમે 2026 માં એક સુરક્ષિત જગ્યા એ રોકાણ કરવા માંગતા હોય જેમાં 100% તમારા પૈસાની ગેરંટી સરકાર લેશે જેમા વ્યાજ દર પણ વધારે મળશે એવી જગ્યાએ પૈસાનો રોકાણ કરવા માગતા હોય તો આ લેખ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકશે

આમ તો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી સ્કીમો ચાલે છે પરંતુ તેમાં એક સ્કીમ સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ(SCSS) વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમા તમને અત્યારે એપ્રિલ 2026 મુજબ 8.2% વાર્ષિક વ્યાજ મળે છે

સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ(SCSS)

માં તમને દર ત્રણ મહિને વ્યાજ મળશે, જે વાર્ષિક ચાર વખત વ્યાજ તમારા ખાતામાં જમા થશે તે લોકો માટે બહુ સારો વિકલ્પ છે તમારે પૈસાની તંગી ક્યારેય ન આવે બહુ રાહ જોવી નહીં પડે.

સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે આટલી બાબતો જાણીશું

  • ✅કેટલા પૈસા જમા કરવાથી કેટલા મળશે કેલ્ક્યુલેશન સાથે ગણતરી કરીશું
  • ✅ પાંચ લાખ જમાં કરવા પર કેટલું વળતર મળે
  • ✅એક વ્યક્તિ વધારે માં વધારે કેટલા રૂપિયા જમા કરાવી શકે
  • ✅એક વ્યક્તિ વધારામાં વધારે કેટલા ખાતા ખોલાવી શકે
  • ✅ટેક્સ બેનિફિટ: સેક્શન 80C હેઠળ મળતી કર મુક્તિ.
  • ✅પાકતી મુદત સમયગાળો: 5 વર્ષ પછી શું કરવું?
  • ✅વ્યાજદર વાર્ષિક કેટલું મળશે
  • ✅વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં
  • ✅કોણ કોણ ખાતું ખોલાવી શકે
  • ✅જરૂરી ડોક્યુમેન્ટ

મુખ્ય હાઈલાઈટ્સ:

  • વ્યાજની ચૂકવણી: આ સ્કીમમાં દર ત્રણ મહિને (Quarterly) વ્યાજ ચૂકવવામાં આવે છે.એટલે દર ત્રણ મહિને તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે
  • સરકારી સુરક્ષા: આ પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંકની યોજના હોવાથી તમારું રોકાણ 100% સુરક્ષિત છે.(કારણ ખુદ સરકાર તેનું મેનેજ કરે છે)
  • ઓછા માં ઓછા ₹1000 રોકાણ કરી શકો
  • તમે વધુમાં વધુ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.જે પહેલા ₹15 લાખ ની લિમિટ હતી.

વ્યાજદર અને સમયગાળો

  • પોસ્ટ ઓફિસ ની SCSS યોજનામાં હાલ અત્યારે 8.2% વાર્ષિક વ્યાજ દર આપે છે
  • આ યોજના માં પાકથી મુદત સમય પાંચ વર્ષનો છે
  • પાંચ વર્ષ પૂર્ણ થયા પછી વધારે ત્રણ વર્ષ માટે લંબાવી શકશો
  • ત્રણ ત્રણ વર્ષે તમે આજીવન લંબાવી શકશો ત્યારે જે વ્યાજ ચાલતું હશે તે મળશે
  • ખાસ વાત એ છે લંબાવેલી મુદ્દત ને તમે ગમે ત્યારે બંધ કરી શકો

એક ઉદાહરણ થી તમને કેટલા રોકાણ કરવાથી વળતર કેટલું વળતર મળે તેનુ કેલ્ક્યુલેશન કરીશું

માનીલો તમે આ યોજના માં આજે ₹2 લાખ નું રોકાણ કર્યું તો પાંચ વર્ષમાં કેટલું વળતર મળશે ? Senior citizen Saving Scheme

ખાસ નોંધ આમા તમને વળતર ના રૂપ માં દર ત્રણ મહિને ખાતામાં વ્યાજ જમા થશે તો ₹2 લાખ ના રોકાણ પર 8.2% વાર્ષિક વ્યાજ થી કેટલા મળશે જુઓ કોષ્ટક માં

રોકાણ રકમ₹200000 5 વર્ષ
ત્રીમાસિક વ્યાજ₹4100₹16400 વાર્ષિક
કુલ 5 વર્ષ ₹16400*5₹82000
5 વર્ષ માં ₹82000વ્યાજ મળશે
રોકાણ રકમ ₹3,0,00005 વર્ષ
ત્રીમાસિક વ્યાજ₹6,150₹24600 વર્ષ
વાર્ષીક વ્યાજ₹24600₹1,23,000
5 વર્ષ માં ₹1,23,000
કુલ રકમ ₹1,23,000₹4,23,000

આ યોજના માં ₹5 લાખ ના રોકાણ પર કેટલા મળે ?

રોકાણ રકમ₹5000005 વર્ષ માટે
ત્રી માસિક વ્યાજ₹10250₹41000
કુલ વાર્ષિક ₹41000₹205000
5 વર્ષ માંકુલ વ્યાજ₹205000

આ યોજના માં ₹10 લાખ ના રોકાણ પર કેટલા મળે ?

રોકાણ રકમ₹10,000005 વર્ષ માટે
ત્રી માસિક વ્યાજ₹20,500₹82000
કુલ વાર્ષિક વ્યાજ₹82000
5 વર્ષમાંકુલ વ્યાજ₹4,10,000

આ યોજના માં ₹30 લાખ ના રોકાણ પર કેટલા મળે ?

રોકાણ રકમ₹30,000005 વર્ષ માટે
ત્રી માસિક વ્યાજ₹61,500₹2,46000
કુલ વાર્ષિક વ્યાજ₹2,46000
પાંચ વર્ષમાંકુલ વ્યાજ₹12,30000

મતલબ હર મહિને ₹20500 નું વ્યાજ તમારા ખાતા માં જમા થશે.

વ્યાજ દર સરકારના નિર્ણય મુજબ બદલાઈ શકે છે, પરંતુ એકવાર રોકાણ કર્યા પછી 5 વર્ષ સુધી તમારા નક્કી કરેલા વ્યાજદર નહિ બદલાય તમને જે તે સમયનો ફિક્સ દર મળતો રહેશે.”

વ્યાજ જમા થવાની તારીખ SCSS માં વ્યાજ દર ત્રણ મહિને ચોક્કસ તારીખે જ જમા થાય છે: વર્ષમાં ચાર વાર વ્યાજ જમા થશે

  • વર્ષે 31 માર્ચ,
  • 30 જૂન,
  • 30 સપ્ટેમ્બર અને
  • 31 ડિસેમ્બરના રોજ જમા કરવામાં આવે છે.
  • ખાતું કોણ કોણ ખોલાવી શકે ?
  • જેની ઉંમર 60 થી ઉપર હોવી જોઈએ
  • અમુક કિસ્સા માં નિવૃત્ત થયેલા કર્મચારીઓ
  • 55 વર્ષ પછી લાભ લઈ શકશે
  • નિવૃત્તિ મળ્યા ના ત્રણ મહિના ની અંદર ખાતું ખોલાવવું ફરજિયાત
  • ભારતીય નાગરિક હોવા જોઈએ
  • NRI (વિદેશી ભારતીય) આ ખાતું ખોલાવી નથી શકતા
  • ડિફેન્સ (લશ્કર) સંરક્ષણ માંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ 50 વર્ષની ઉંમર પછી આ ખાતું ખોલાવી શકે છે.
  • જીવનસાથી (પતિ/પત્ની) સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવી શકો છો.(ખાતાધારક’ (First Holder) ની ઉંમર જ 60 વર્ષથી વધુ હોવી જોઈએ. બીજા ધારક (જીવનસાથી) માટે ઉંમરની કોઈ મર્યાદા નથી.

Senior citizen Saving Scheme એક વ્યક્તિ કેટલા ખાતા ખોલાવી શકે છે તો

  • ✅એક વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે તેની કોઈ લિમિટ નથી,
  • ✅શરત એટલી જ છે કે એક વ્યક્તિ ઓછા માં ઓછા ₹1000 અને વધારા મા વધારે ₹30,00000 જમા કરી શકશો,
  • ✅ બાધા ખાતા મળીને તેનાથી વધારે રોકાણ નહિ કરી શકે,એક ખાતામાં એકજ વખત રોકાણ કરી શકશો પછી બીજી વાર રોકાણ નહિ કરી શકો બીજું ખાતું ખોલાવી શકો.

પતિ-પત્ની બંને ₹30 ₹30 લાખ રૂપિયા જમાં કરી શકશે ? તો તેનો જવાબ હા બિલકુલ કરી શકશો તમે પતિ પત્ની ના અલગ અલગ ખાતા ખોલાવી અને બંને ખાતા માં ₹30 ₹30 લાખ જમાં કરાવી શકો છો

કુલ ₹60 લાખ જમાં કરો તો કેટલું વ્યાજ મળશે ?

સમયગાળોવ્યાજની રકમ અંદાજિત
મહિને સરેરાશ વ્યાજ₹41000
દર ત્રણ મહિને ₹1,23,000
એક વર્ષનું કુલ વ્યાજ₹4,92,000
પાંચ વર્ષનું કુલ વ્યાજ₹24,60,000

મતલબ ₹60 લાખ પર તમને દર મહિને ₹41000 વ્યાજ મળી શકે

વ્યાજદર ગણતરી માટે પોસ્ટ ઓફિસ એપ ડાઉનલોડ કરો

ટેકસ કેટલો લાગશે ? બજેટના નવા નિયમો અનુસાર, હવે સિનિયર સિટીઝન્સ માટે વ્યાજની આવક પર TDS ની મર્યાદા વધારીને ₹1,00,000 કરવામાં આવી છે. એટલે કે જો તમારું વાર્ષિક વ્યાજ ₹1 લાખથી ઓછું હશે, તો બેંક કે પોસ્ટ ઓફિસ TDS કાપશે નહીં લાગે પરંતુ 1 લાખ થી વધારે વ્યાજ વાર્ષીક થશે તો તેમાં 10% ટેકસ લાગશે.

TDS કપાશે: તમારી આવક ટેક્સ ફ્રી હોવા છતાં, જો વ્યાજ ₹1,00,000 થી વધુ છે, તો બેંક/પોસ્ટ ઓફિસ 10% TDS (₹10000) કાપી લેશે.TDS પાછો મેળવવા: તમારે દર વર્ષે એપ્રિલમાં Form 15H જમા કરાવવું પડશે જેથી TDS ન કપાય. જો કપાઈ જાય, તો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરીને રિફંડ મેળવી શકાય.

સમય પહેલા પૈસાની જરૂર પડી હોઈ તો ઉપાડી શકાય? સમય પહેલા પૈસા ઉપાડી શકાય પરંતુ તમારે તેમાં પેનલ્ટી ભરવી પડે તમે કયા સમયે ખાતું બંધ કરો છો તેના પર નીચે મુજબનો દંડ લાગે છે:
  • (૧) 1 વર્ષ માં ખાતું બંધ કરી પૈસા ઉપાડી લો તો તમને કોઈ વ્યાજ નહિ મળે તમને દર ત્રણ મહિને ચૂકવેલી રકમ પણ મૂળ રકમ માંથી કાપી લેવામાં આવશે
  • (૨) ૧ વર્ષ પછી પણ ૨ વર્ષ પૂરા થયા પહેલા ખાતું બંધ કરો છો, તો તમારી અસલ રકમમાંથી 1.5% જેટલી રકમ દંડ તરીકે કાપવામાં આવશે.
  • (૩) ૨ વર્ષ પછી પણ ૫ વર્ષ પૂરા થયા પહેલા બંધ કરો છો, તો તમારી અસલ રકમમાંથી 1% જેટલી રકમ દંડ તરીકે કાપવામાં આવશે.

એક ઉદાહરણથી સમજીએ:ધારો કે તમે ₹1 લાખ રોકાણ કર્યા છે:જો 1.5 વર્ષે ઉપાડો (1.5% દંડ): તમારે ₹15,00 દંડ ભરવો પડશે.જો 3 વર્ષે ઉપાડો (1% દંડ): તમારે ₹1000 દંડ ભરવો પડશે.

આ સ્કીમ વિશે પણ જણાવો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમ સુરક્ષિત રોકાણ 

જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટા 3
  • ઉમરના પુરાવા માટે કોઈ એક
  • જન્મ પ્રમાણ, LC, પાસપોર્ટ
  • નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો.

સરકારી કંપનીઓમાં રોકાણ કરી કમાણી કરો! SBI PSU Fund Direct Plan Growth ની સંપૂર્ણ વિગત.


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment