
આજે કોણ એવું ના ઈચ્છતું હોઈ જેને પોતાના રોકાણ માં વળતર પણ વધારે મળતુ હોઈ અને ટેક્સની પણ બચત થાય જી હા મિત્રો આજે આપણે SBI ના એવા જ ફંડ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ સે SBI ELSS Tax Saver Fund
SBI ELSS (Equity Linked Savings Scheme) શું છે ?
આ એક ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ છે.આ ફંડ ખાસ કરીને એવા રોકાણકારો માટે છે જેઓ ટેક્સ બચાવવાની સાથે શેરબજારમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિ બનાવવા માંગે છે.
- ✅SBI ELSS Tax Saver Fund
- ✅ આ SBI મ્યુચ્યુઅલ ફંડની એક જૂની અને વિશ્વાસપાત્ર સ્કીમ છે”
- ✅ 2 જાન્યુઆરી 2013 ના લોન્ચ કર્યો હતો
- ✅ આ ફંડનું હાલની NAV (નેટ એસેટ વેલ્યુ) ₹432 છે (તારીખ: 04 એપ્રિલ 2026 મુજબ) જે એક યુનિટની કિંમત હોય છે.”
- ✅ ફંડ નું AUM ₹32171 કરોડ છે એપ્રિલ 2026 ના ડેટા મુજબ” મતલબ એટલા પૈસા લોકોએ આ ફંડમાં રોકાણ કર્યું છે
- ✅ Expense Ratio, 0.99 છે જે તમારા ફંડ ને મેનેજ કરવાનો એક નાનો ચાર્જ હોય છે.
- ✅ Exit લોડ Nill
- ✅ રોકાણકારોએ આ ફંડને 5-સ્ટાર રેટિંગ આપ્યું છે.” મતલબ લોકો આ ફંડના વળતર થી ખુશ છે
- ✅ફંડ મેનેજર મિલિંદ અગ્રવાલ છે તેમનું શિક્ષણ અને અનુભવ
- ✅ શિક્ષણ બી.ટેક.-મિકેનિકલ એન્જિનિયરિંગ, પીજીડીએમ-ફાઇનાન્સ,સીએફએ
- ✅અનુભવ:- SBI મ્યુચ્યુઅલ ફંડમાં જોડાતા પહેલા તેમણે ગોલ્ડમેન સૅક્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને વાડીલાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ સાથે કામ કર્યું હતું.
SBI ELSS Tax Saver Fund મા ટેક્સ કેટલો લાગશે ?
આમા ટેક્સ બે રીતે અસર કરે છે જ્યારે પૈસા જમાં કરો ત્યારે અને પૈસા ઉપાડો ત્યારે તાજેતર ના 2026 ના નિયમો પ્રમાણે જોઈએ
- ✅સેકશન 80C હેઠળ વાર્ષીક ₹1.25 લાખના નફા સુધી કોઈ ટેક્સ નહિ લાગે
- ✅₹1.25 લાખ થી વધારે જેટલી પણ નફો થાય તેના પર LTCG 12.5% ટેક્સ ભરવો પડશે
- ✅કલમ 80C નો લાભ ફક્ત ‘જૂની ટેક્સ વ્યવસ્થા’ (Old Tax Regime) પસંદ કરનારને જ મળે છે. જો કોઈ નવી ટેક્સ વ્યવસ્થામાં હોય, તો તેને ELSS માં રોકાણ કરવા છતાં ટેક્સમાં કોઈ છૂટ મળતી નથી.
2.પૈસા ઉપાડતી વખતે (Capital Gains Tax)
- ✅SBI ELSS માં ત્રણ વર્ષનો લોક ઈન પીરીયડ હોય છે મતલબ એક વખત જમા કર્યા પછી ત્રણ વર્ષ સુધી પૈસા ઉપાડી નહીં શકો
- ✅ એટલા માટે હંમેશા આ ફંડમાં લોંગ ટર્મ 12.5% ટેક્સ લાગે છે (LTCG)
લોક-ઈન પીરિયડ: “SBI ELSS ફંડમાં 3 વર્ષનો ફરજિયાત લોક-ઈન પીરિયડ હોય છે, એટલે કે તમે 3 વર્ષ પહેલાં તમારા પૈસા ઉપાડી શકશો નહીં.”
ટેક્સ વ્યવસ્થા: “આ ટેક્સ બચતનો લાભ ફક્ત જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) પસંદ કરનાર રોકાણકારોને જ મળે છે.”
એક ઉદાહરણ થી ટેકસ કેલ્ક્યુલેશન સમજીએ ધારોકે તમારા રોકાણ માંથી વાર્ષીક ₹1.25 લાખ રૂપિયા ની આવક થઈ તો ત્યાં સુધી કોઈ ટેક્સ નહિ લાગે પરંતુ તેનાથી વધારે ગમે તેટલી આવક હશે તો LTCG 12.5% ટેક્સ ભરવો પડશે.
- ✅ માનીલો તમે આજે આ ફંડમાં ₹2 લાખ નું રોકાણ કર્યું અને ત્રણ વર્ષ પછી ₹3.5 લાખ રૂપિયા થાય
- ✅ મતલબ તમે ₹150000 નફો થયો
- ✅તેમાં ₹1.25 લાખ રૂપિયા ટેક્સ ફ્રી છે.
- ✅ટેક્સ ભરવા પાત્ર બાકી રકમ ₹25000
- ✅₹25000 ના ટેક્સ (12.5%):લેખે ₹3,125 ભરવા પડશે.
SBI ELSS Fund મા એક્ઝિટ લોડ (Nill) લાગતો નથી કારણ કે આ ફંડ મા એકવાર રોકાણ કર્યા પછી ત્રણ વર્ષ સુધી પૈસા ઉપાડી શકતા નથી માટે કોઈ SBI ELSS મા એક્ઝિટ લોડ લાગતો નથી.
ઓછામાં ઓછું અને વધારામાં વધારે કેટલું રોકાણ કરી શકો ? આમા તમે બે રીતે રોકાણ કરી શકશો.
(૧) SIP જેમાં તમે હર મહિને મિનિમમ ₹500 રોકાણ કરી શકો છો વધારામાં વધારે કોઈ લિમિટ નથી.
(૨)બીજું લમસમ ઇન્વેસ્ટમેન્ટ જેમા ફિક્સ ડિપોઝિટની જેમ એક જ વખત રોકાણ કરવાનું હોય છે ઓછામાં ઓછું ₹500 રૂપિયા થી શરૂઆત કરી શકો છો વધારામાં વધારે કોઈ લિમિટ નથી.
તમારા પૈસા કુલ 82 કંપનીઓમાં રોકાણ થશે જેમાની ટોપ 10 કંપનીઓ આ પ્રમાણે છે
- ICICI Bank Ltd.
- Reliance Industries Ltd.
- State Bank of India
- HDFC Bank Ltd.
- Axis Bank Ltd.
- Kotak Mahindra Bank Ltd.
- Tata Steel Ltd.
- Torrent Power Ltd.
- Mahindra & Mahindra Ltd.
- Cipla Ltd.
જેમ જેમ આ કંપનીઓ ગ્રોથ કરતી રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે ધારો કે તમે ₹10,000 રૂપિયાનો રોકાણ કર્યું છે તો તે ₹10,000 અલગ અલગ 82 કંપનીઓમાં ડિવાઇડ થઈ જશે.
SBI PSU Fund Direct Plan Growth સરકારી કંપનીઓમાં રોકાણના ફાયદા અને રિસ્ક જુવો
ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું છે ? SBI ELSS Tax Saver Fund
| સમયગાળો (વર્ષ) | વળતર |
| છેલ્લા 3 વર્ષમા | 21% |
| છેલ્લા 5 વર્ષમા | 18% |
| છેલ્લા 10 વર્ષમા | 16% |
| અત્યાર સુધી વાર્ષિક | 15% |
છેલ્લા પાંચ વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે મતલબ કે તમે આજથી પાંચ વર્ષ પહેલા ₹1,00,000 આ ફંડમાં રોકાણ કર્યા હતા તે એક લાખ રૂપિયાના આજે થઈ ગયા હોત ₹2,28,776
એક ઉદાહરણ થી સમજીએ ભૂતકાળ ના વળતર પરથી ભવિષ્ય માં અંદાજિત વળતર કેટલું મળી શકે ?
માનીલો તમે આજે આ ફંડમાં ₹1,00,000 નું રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં 15% ટકા રીટન આપે તો એક લાખ રૂપિયા ના કેટલા રૂપિયા બની શકે તેના વિશે આપણે લાઈવ કેલ્ક્યુલેશન જોઈએ .
| સમયગાળો વર્ષ | અંદાજિત કુલ રકમ |
| 05 વર્ષ માટે | ₹2,011,36 |
| 10 વર્ષ માટે | ₹4,04,556 |
| 15 વર્ષ માટે | ₹8,13,706 |
| 20 વર્ષ માટે | ₹16,36,654 |
| 25 વર્ષ માટે | ₹32,91,895 |
| 30 વર્ષ માટે | ₹66,21,177 |
આ ફંડ મા મહિને ₹1500 રૂપિયાની Sip કરો 30 વર્ષ સુધી અને 15% રિટર્ન આપે તો અંદાજિત વળતર તમને કેટલું મળી શકશે ?
| કુલ રોકાણ રકમ | ₹5,40,000 |
| અંદાજિત વળતર | ₹79,07,656 |
| કુલ અંદાજિત વળતર | ₹84,47,656 |
તમારી પાસે એક સાથે મોટી રકમ ના હોય તો તમે SIP કરી શકો છો જે ભવિષ્ય માટે ખૂબ સારું રિટર્ન આપી શકે છે
નોંઘ:-મ્યુચ્યુઅલ ફંડમાં વળતર (Return) ની કોઈ નિશ્ચિત ગેરંટી હોતી નથી. રોકાણ બજારના જોખમોને આધીન હોય છે, તેથી વળતરમાં વધ-ઘટ થઈ શકે છે. ફંડનું જૂનું પ્રદર્શન ભવિષ્યમાં એવા જ રિટર્નની ખાતરી આપતું નથી. રિટર્ન ફંડના પ્રકાર અને માર્કેટ સ્થિતિ પર આધાર રાખે છે.
મુખ્ય એસેટ એલોકેશન (Asset Allocation Overview)
- ઇક્વિટી (Equity): આશરે 97.8%
- કેશ અને અન્ય (Cash & Others): આશરે 2.1%
- ડેટ (Debt): આશરે 0.1%
માર્કેટ કેપ મુજબ એલોકેશન (Market Cap Weightage)
- ✅Large Cap (મોટી કંપનીઓ): આશરે 64.3% (સ્થિરતા માટે)
- ✅Mid Cap (મધ્યમ કંપનીઓ): આશરે 20.7% (વૃદ્ધિ માટે)
- ✅Small Cap (નાની કંપનીઓ): આશરે 15.0% (વધારે રિટર્ન માટે)
- ✅જોખમ: આ ફંડનું રિસ્કોમીટર ‘Very High’ (ખૂબ ઊંચું જોખમ) દર્શાવે છે, કારણ કે તે મુખ્યત્વે શેરબજારમાં રોકાણ કરે છે.
- ✅ પરંતુ તમારે 5 વર્ષ 10 વર્ષ તેનાથી વધારે વર્ષો માટે રોકાણ કરવું હોય તો ચિંતા નો કોઈ વિષય નથી.
SBI ELSS Tax Saver Fund રોકણ કરવાના ફાયદાઓ અને નુકસાન
- ✅ ફાયદાઓ
- ✅ ટેક્સ બચત કરી શકો છો
- ✅ સૌથી ઓછો લોક ઈન પિરિયડ છે જેના વધારે રિટર્ન મળવાની સંભાવના વધારે હોય છે
- ✅ પોસ્ટ ઓફિસ ની સ્કીમો પીપીએફ એનએસસી કેવીપી જે સમયગાળો છે તેના કરતાં ઘણો બધો ઓછો સમય ગાળો કહી શકાય તેના કરતાં વધારે રિટર્ન મળી શકે
- ✅ આ ફંડનો મુખ્યત્વે ઈક્વિટી બજારમાં રોકાણ હોવાથી તમને લાંબા સમયે લાંબા ગાળે વળતર વધારે મળી શકે છે
- SIP ની સુવિધા: તમે દર મહિને માત્ર ₹500 થી પણ રોકાણ શરૂ કરી શકો છો, જેથી એકસાથે મોટી રકમ રોકવાની જરૂર પડતી નથી.દરેક વ્યક્તિ રોકાણ કરી શકશે
SBI ELSS Tax Saver Fund ના નુકસાન અને જોખમ
- ✅ આ ફંડનું મોટાભાગનું રોકાણ ઈક્વિટી ફંડમાં હોવાથી બજારમાં છો અચાનક મંદી આવે તો આ ફંડ ઉપર સીધી અસર કરી શકે છે
- ✅ અહીં વળતર કોઈ ફિક્સ નથી હોતું ઓછા વધુ થઈ શકે છે જેમ કે PPF કે FD ની જેમ અહીં વ્યાજ દર નક્કી હોતો નથી. વળતર સંપૂર્ણપણે ફંડના પરફોર્મન્સ પર આધારિત છે.
- ✅ અહીં પૈસા રોકડ કર્યા પછી તમારે ત્રણ વર્ષની અંદર પૈસાની જરૂર પડશે તમે ઉપાડી નહીં શકો. ત્રણ વર્ષ પછી જ પૈસા ઉપાડી શકશો
- ✅ તમારો નફો ₹1,25,000 થી વધારે હોય તો LTCG 12:30 ટકા લેખે ટેક્સ ભરવો પડશે જે દરેક મ્યુચ્યુઅલ ફંડમાં હોય છે.
- વધારે માહિતી માટે SBI મ્યુચ્યુઅલ ફંડ વેબસાઈટ ની મુલાકાત લઈ શકો
તમારા જેવા લાંબા ગાળાના રોકાણકારો માટે, જો તમે 5 થી 7 વર્ષ માટે રોકાણ કરી શકતા હોવ, તો આ ફંડ ટેક્સ બચાવવાની સાથે સંપત્તિ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…