SBI ની 444 દિવસની અમૃત વૃષ્ટિ FD સ્કીમ: ફાયદો કે નુકસાન? જાણો તમામ ૧૨ સરકારી બેંકોના લેટેસ્ટ FD વ્યાજ દર |

શેર કરો

SBI's 444-Day Amrut Vrusti  FD Scheme: Benefit or Loss?

નમસ્કાર મિત્રો આજે આપણે SBI ની 444 દિવસ વાળી સ્કીમ અમૃત વૃષ્ટિ વિશે જાણીશું જેમાં પૈસાનું રોકાણ કરવાથી તમને બીજી સરકારી બેંકો કરતા ફાયદો થશે કે નુકશાન આપડે 444 દિવસ માં બીજી બેંકો માં કેટલું વ્યાજ મળે છે અને SBI ની અમૃત વૃષ્ટિ માં કેટલું વળતર મળે છે તે પણ સરખામણી કરીશું sbi-444-day-amrut-Vrushti-fd-scheme-benefit

બેંક એવો દાવો કરે છે કે આ તેમની શ્રેષ્ઠ FD યોજના છે જેમાં સૌથી વધુ વ્યાજ દર મળે છે પરંતુ શું ખરેખર SBI તમને સૌથી વધુ વ્યાજ આપી રહી છે? કે પછી અન્ય સરકારી બેંકોમાં રોકાણ કરવાથી તમને વધુ વ્યાજ મળી શકે છે? ચાલો આ આર્ટિકલમાં વિગતે સમજીએ.

SBI અમૃત વૃષ્ટિ FD સ્કીમ શું છે?

SBI અમૃતવૃષ્ટિ (Amrit Vrishti) એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા રજૂ કરવામાં આવેલી એક વિશેષ 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના છે.

  • સમયગાળો (Tenure): 444 દિવસ.
  • ન્યૂનતમ રોકાણ: ₹1,000 થી શરૂ (મહત્તમ ₹3 કરોડથી ઓછું).
  • અન્ય સુવિધાઓ: આ યોજનામાં લોન લેવાની સુવિધા અને સમય પહેલાં રકમ ઉપાડવાની સુવિધા પણ મળે છે.

ડિપોઝિટના પ્રકારો:

  • (૧) સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ (Special Term Deposit): આમાં તમને મુદ્દલ અને વ્યાજની આખી રકમ FD ની મેચ્યોરિટી (444 દિવસ) પૂરી થયા પછી એકસાથે મળે છે
  • ​(૨) ટર્મ ડિપોઝિટ (Term Deposit): આમાં જો તમને નિયમિત આવક (Regular Income) જોઈતી હોય, તો વ્યાજ દર મહિને, દર ત્રણ મહિને (માસિક/ત્રિમાસિક) કે છ માસીક ધોરણે તમારા ખાતામાં જમા થઈ જશે

SBI અમૃત દ્રષ્ટિ FD માં કેટલું વ્યાજ મળે છે?

SBI માં ૭ દિવસથી લઈને ૧૦ વર્ષ સુધીની વિવિધ FD ઉપલબ્ધ છે, પરંતુ આ 444 દિવસની અમૃત દ્રષ્ટિ સ્કીમ પર SBI નો સૌથી ઊંચો વ્યાજ દર આપે છે.

નાગરિકનો પ્રકાર વય મર્યાદા (Age) વાર્ષિક વ્યાજ દર (Interest Rate)
સામાન્ય નાગરિક (General Public) ૬૦ વર્ષથી ઓછી 6.45%
સિનિયર સિટીઝન (Senior Citizen) ૬૦ થી ૮૦ વર્ષ 6.95%
સુપર સિનિયર સિટીઝન (Super Senior Citizen) ૮૦ વર્ષ કે તેથી વધુ 7.05%

SBI અને અન્ય ૧૨ સરકારી બેંકો: ક્યાં મળે છે સૌથી વધુ FD વ્યાજ?

સરકારી બેંકોના વ્યાજ દરોની સરખામણી કરીએ તો એક ચોંકાવનારી બાબત સામે આવે છે. SBI જે વ્યાજ દર આપણને તેની શ્રેષ્ઠ સ્કીમમાં આપી રહી છે, તે દેશની અન્ય સરકારી બેંકોની સરખામણીમાં સૌથી ઓછો છે

અન્ય ૧૨ સરકારી બેંકોના વ્યાજદર આ પ્રમાણે છે

Rate of Interest from June 2026
Tenors (સમયગાળો) General Public (%) Senior Citizens (%) Super Senior Citizen (%)
7 days to 45 days 3.05 3.55 3.65
46 days to 179 days 4.90 5.40 5.50
180 days to 210 days 5.65 6.15 6.25
211 days to less than 1 year 5.90 6.40 6.50
1 Year to less than 2 years 6.25 6.75 6.85
2 years to less than 3 years 6.40 6.90 7.00
3 years to less than 5 years 6.30 6.80 6.90
5 years and up to 10 years 6.05 7.05 7.15
Amrit Vrishti 444 days 6.45 6.95 7.05

હવે મુખ્ય મુદ્દા પર આવીએ: શું SBI અન્ય બેંકોની સરખામણીમાં યોગ્ય વ્યાજ દર આપી રહી છે?”

બેંક ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ દર
બેંકનું નામ વય જૂથ સૌથી વધુ સમયગાળો સૌથી વધુ વ્યાજ દર (વાર્ષિક)
બેંક ઓફ બરોડા (Bank of Baroda) સામાન્ય નાગરિક 444 દિવસ 6.45%
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામાન્ય નાગરિક 444 દિવસ 6.45%
કેનરા બેંક (Canara Bank) સામાન્ય નાગરિક 555 દિવસ 6.60%
ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) સામાન્ય નાગરિક 444 દિવસ 6.60%
પંજાબ નેશનલ બેંક (PNB) સામાન્ય નાગરિક 444 દિવસ 6.60%
યુકો બેંક (UCO Bank) સામાન્ય નાગરિક 555 દિવસ 6.60%
બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) સામાન્ય નાગરિક 400 દિવસ 6.65%
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank) સામાન્ય નાગરિક 333 દિવસ 6.65%
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank) સામાન્ય નાગરિક 555 દિવસ 6.65%
બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) સામાન્ય નાગરિક 3 વર્ષ 6.70%
ઈન્ડિયન બેંક (Indian Bank) સામાન્ય નાગરિક 555 દિવસ 6.80%
પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab & Sind Bank) સામાન્ય નાગરિક 666 દિવસ 6.85%

તો તમે ઉપર ના કોષ્ટક માં જોઈ શકો છો બેંક ઓફ બરોડા અને SBI BANK કરતા બીજી સરકારી બેંકો કેટલું વધારે વ્યાજ આપી રહી છે.. આ કોષ્ટક જેની ઉંમર 60 વર્ષ થી નીચે છે તેના માટે છે..

નોંધ: સિનિયર સિટીઝન્સ માટે આ તમામ બેંકોમાં સામાન્ય નાગરિકો કરતા ૦.૫૦% થી ૦.૬૦% સુધીનું વધારાનું વ્યાજ મળે છે.

બેંકોની સ્પર્ધા અને ભવિષ્યમાં વ્યાજ દર વધવાની શક્યતા

આજકાલ તમામ બેંકોને લોન આપવા માટે ડિપોઝિટ (નાણાં) ની ખૂબ જરૂર છે, જો બેંક પાસે ગ્રાહકોની ડિપોઝિટ નહીં હોય, તો તેણે RBI કે ઓપન માર્કેટમાંથી મોંઘા વ્યાજે પૈસા લેવા પડે છે. જેથી તેની બેલેન્સ લેવલ ખોરવાઈ શકે છે.

તેથી, SBI નો વર્તમાન વ્યાજ દર (6.45%) અન્ય બેંકો કરતા ઓછો હોવાથી, એવી પૂરી શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં SBI અને બેંક ઓફ બરોડા પણ પોતાના વ્યાજ દરોમાં ૧૫ થી ૨૦ પૈસા (0.15% થી 0.20%) નો વધારો કરી શકે છે.

SBI ની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરો

FD વ્યાજ પર ટેક્સ અને TDS ના નવા નિયમો ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સિબલ (ટૅક્સને પાત્ર) હોય છે.

  • ઇન્કમ ટેક્સ સ્લેબ:
  • ​✅જો તમે ૩૦% ટેક્સ સ્લેબમાં આવો છો, તો તમારી FD ના વ્યાજ પર ૩૦% ટેક્સ લાગશે
  • ✅જો તમારી કુલ વાર્ષિક આવક ટેક્સિબલ મર્યાદાથી ઓછી છે (0% સ્લેબ), તો તમારે વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં

TDS (Tax Deducted at Source) ના નિયમો:

​જો એક નાણાકીય વર્ષમાં તમારી તમામ FD માંથી મળતું વ્યાજ અમુક મર્યાદા કરતાં વધે, તો બેંક ૧૦% TDS કાપી લે છે.

  • સામાન્ય નાગરિકો માટે લિમિટ: ₹50,000 સુધીના વ્યાજ પર TDS કપાતો નથી.
  • ​સિનિયર સિટીઝન્સ માટે લિમિટ: ₹1,00,000 (૧ લાખ) સુધીના વ્યાજ પર TDS કપાતો નથી
    .

ફિક્સ ડિપોઝિટ પર તમે જે પણ વ્યાજ મેળવો છો, તેના પર તેણે 30% ટેક્સ વ્યાજદર આપવો પડશે. એટલે કે જો કોઈ વ્યક્તિ ₹100 નું વ્યાજ કમાશે, તો તેમાંથી ₹30 તેના ડાયરેક્ટ ટેક્સ તરીકે આપવાના રહશે.

બરાબર એ જ રીતે કોઈ એવી વ્યક્તિ છે જેની આવક કરપાત્ર (Taxable) છે જ નહીં. 0% વાળા સ્લેબમાં આવે છે. 12 લાખથી ઓછી આવક છે, તો તે કિસ્સામાં તેમની એફડીનું વ્યાજ પણ…ટેક્સબેલ થવાનું નથી.

જોકે અહીં TDS ના નિયમો થોડા અલગ છે. જો તમારી બધી ફિક્સ્ડ ડિપોઝિટ્સને (FD) મિલાવીને તમે જે વ્યાજ કમાઈ રહ્યા છો, તે વ્યાજ…₹5000 થી વધી જાય છે, તો તે કિસ્સામાં તમે જે પણ વ્યાજ કમાશો તેના 10% બેંક કાપી લેશે

પૈસા કાપીને ઇન્કમ ટેક ડિપાર્ટમેન્ટ ને જમા કરી દેવામાં આવે છે. ત્યારબાદ તમે જ્યારે પણ તમારું ITR (ઇન્કમ ટેક્સ રિટર્ન) ફાઇલ કરશો, તે સમયે આ પૈસા તમે રિફંડ તરીકે પાછા મળી જશે.

હવે સામાન્ય વ્યક્તિ જેમની ઉંમર 60 વર્ષથી ઓછી છે, તેમના માટે થ્રેશોલ્ડ લિમિટ (મર્યાદા) ₹50 [હજાર] છે. પરંતુ જો કોઈ સીનિયર સિટીઝન 60 વર્ષથી ઉપર (વરિષ્ઠ નાગરિક) હોય, તો તેમના માટે આ થ્રેશોલ્ડ… લિમિટ ₹1 લાખ રહેવાની છે. જો તમે એક જનરલ ઇન્ડિવિજ્યુઅલ (સામાન્ય વ્યક્તિ) છો

અને તમારી ઉંમર 60 વર્ષ થી વધારે હોઈ અને તમારી આવક કરપાત્ર (Taxable) નથી. એટલે કે જો તમારી આવક 12 લાખથી ઓછી છે, તો તે કિસ્સામાં પણ તમે ફોર્મ 121 સબમિટ કરી શકો છો

એક વાર ફોર્મ સબમિટ કરી દીધું, તેના પછી બેંક તમારો આ 10% વાળો TDS નહીં કાપે.

આ વ્યાજ દર જા જાણ્ય પછી પણ જો તમારી ઈચ્છા છે કે તમારે SBI માં આ જ ‘અમૃત વૃષ્ટિ’ (Amrit Vrishti) FD કરાવવી છે, તો તમે આ FD બ્રાન્ચ દ્વારા, ઈન્ટરનેટ બેંકિંગ…દ્વારા કે SBI ની YONO એપ દ્વારા કરાવી શકો છો.


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment