પોસ્ટ ઓફિસ સ્કિમોનાં નવા વ્યાજ જુલાઈ થી સપ્ટેમ્બર સુધી સરકારે કર્યા જાહેર

પોસ્ટ ઓફિસ સ્કિમોનાં નવા વ્યાજ દરોભારત સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2025) માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે, જે આગામી ત્રણ મહિના સુધી ચાલશે.ભારત સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2025) માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે, જે આગામી ત્રણ મહિના સુધી ચાલશે.કંઈ કંઈ સ્કીમો નાં વ્યાજદર જાહેર થયા 1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)2. સુકન્યા સમૃદ્ધિ યોજના3. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ4. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC),5. પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ6. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ7. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના8. કિસાન વિકાસ પત્ર (KVP)અમા કેટલીક(FD) યોજનાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય નાણા મંત્રાલય દ્વારા 30 જૂન, 2025 ના રોજ જારી કરાયેલ એક સૂચનામાં લેવામાં આવ્યો હતો, જે મુજબ આ દરો જારી કર્યો
(૧) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ): વાર્ષિક વ્યાજ દર ૭.૧%, જે લાંબા ગાળાની બચત માટે લોકપ્રિય છે.
(૨) સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય): ૮.૨%નો આકર્ષક વ્યાજ દર, જે દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે છે.
(૩) સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): ૮.૨% વ્યાજ દર, જે સિનિયર સિટિઝન્સ માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ પૂરો પાડે છે.
(૪) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): ૭.૭% વ્યાજ દર, જે મધ્યમ ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે.
(૫) પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (એફડી): ૧ થી ૫ વર્ષના સમયગાળા માટે વ્યાજ દર ૬.૯% થી ૭.૫% સુધીની હોય છે.* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (૧ વર્ષ) ૬.૯%
* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (૨ વર્ષ) ૭%
* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (૩ વર્ષ) ૭.૧%
* પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (૫ વર્ષ) ૭.૫%
(૬) કિસાન વિકાસ પત્ર (KVP): ૭.૫% વ્યાજ દર, જે ૧૧૫ મહિના (૯ વર્ષ ૭ મહિના) માં રોકાણ બમણું કરવાનું વચન આપે છે.
(૭) પોસ્ટ ઓફિસ બચત ખાતું ૪%
(૮) પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના ૧ વર્ષ ૬.૯%
PLI સ્કીમ શું છે જાણો સંપૂર્ણ માહિતી