એપ્રિલ 2026 ના નવા વ્યાજદર: પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ (TD): ₹1 લાખના રોકાણ પર 1 થી 5 વર્ષમાં કેટલું વળતર મળશે?

શેર કરો

એપ્રિલ 2026 ના નવા વ્યાજદર:  પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ (TD): ₹1 લાખના રોકાણ પર 1 થી 5 વર્ષમાં કેટલું વળતર મળશે

TD) Rates April 2026: Returns on ₹1 Lakh Investment for 1 to 5 Years

ભારત દેશમાં સૌથી સુરક્ષિત પૈસા જો ક્યાઈ હોઈ તો એક જ જગ્યાએ અને એ ફક્ત ને ફક્ત પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તમે પૈસા જમા કરેલા હોય તો તેની સો ટકા ગેરંટી આપવામાં આવે છે કારણ કે તેનું હેન્ડલ સરકાર કરે છે

પોસ્ટ ઓફિસમાં જે પણ તમને વ્યાજ દર કહેવામાં આવ્યું હોય તો તે 100% ગેરંટી થી તમને મળે છે પોસ્ટ ઓફિસમાં પૈસાનો રોકાણ કરવાથી શેર માર્કેટમાં ઉથલપાથલ થઈ જાય તો તે અસર કરતો નથી પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા 100%. સેફ છે post office TD scheme 2026

ભારતમાં જ્યારે સુરક્ષિત રોકાણની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ હંમેશા પ્રથમ પસંદગી રહે છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ‘પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ’ (POTD) ખૂબ જ લોકપ્રિય છે. જો તમે એપ્રિલ 2026 અથવા આવનારા સમય માં ₹1,00,000 નું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં આપણે જાણીશું કે અલગ-અલગ સમયગાળા માટે તમને કેટલું વળતર મળશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) શું છે ?

પોસ્ટ ઓફિસ ની ફિક્સ ડિપોઝિટ ને ટેકનિકલ ભાષામાં ટાઈમ ડિપોઝિટ કહેવામાં આવે છે જેમાં તમે ચોક્કસ રકમ રોકી અને ફિક્સ ડિપોઝિટ પૈસા જમા કરી શકો છો જેટલા વર્ષ તમે જવાબ રાખશો એ પ્રમાણે તમને વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ (Compound Interest) વ્યાજ દર મળી શકશે

પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ મુખ્ય વિશેષતાઓ post office TD scheme 2026

  • ✅પોસ્ટ ઓફિસ ની આ સ્કીમ સરકારી હોવાના કારણે 100% સેફ છે (તેનું હેન્ડલ સરકાર કરે છે)
  • ✅ઓછામાં ઓછું રોકાણ માત્ર હજાર રૂપિયાથી શરૂઆત કરી શકો છો
  • ✅વધારામાં વધારે આમાં કોઈ લિમિટ નથી
  • ✅ખાતાના પ્રકાર: સિંગલ 1 વ્યક્તિ ખાતું ખોલાવી શકે,
  • ✅જોઈન્ટ (3 વ્યક્તિ સુધી) અને સગીર વતી (18 વર્ષથી ઓછી ઉંમરના)વાલી ખાતું ખોલાવી શકે છે.
  • ✅ટ્રાન્સફરની સુવિધા: એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતું ટ્રાન્સફર કરી શકાય.

TD સ્કીમ એપ્રિલ 2026: અંદાજિત વ્યાજદર અને ગણતરી

પોસ્ટ ઓફિસ ના વ્યાજ દર ત્રણ મહિને બદલાતા રહેતા હોય છે પરંતુ બહુ જાજો ફરક પડતો નથી કદાચ ફરક પડે તો પોઇન્ટ માં ફરક પડતો હોય છે બાકી રેગ્યુલર જે પણ વ્યાજ દર મળતા હોય તો એ મળવા પાત્ર હોય છે હાલની સ્થિતિને ધ્યાનમાં લઇ અને પોસ્ટ ઓફિસ માં વ્યાજ ફિક્સ ડિપોઝીટ માં આ પ્રમાણે છે.

Post Ofice New Interest April 2026 Clic her

(1) એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ (TD One Year) પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ (TD): ₹1 લાખના રોકાણ પર 1 થી 5 વર્ષમાં કેટલું વળતર મળશે?

જો તમે ₹1 લાખ રૂપિયા એક વર્ષ માટે રોકાણ કરવા માગતા હોય તો આ પ્રમાણે વ્યાજ દર મળશે ?

રોકાણ રકમ₹1,00000
હાલનો વ્યાજદર6.9%
વાર્ષીક કુલ વ્યાજ₹7,080
કુલ મળવા પાત્ર રકમ ₹1,07,080

(2)બે વર્ષ માટે ₹1 લાખ રૂપિયાનું રોકાણ પર વળતર કેટલું મળશે ?

રોકાણ રકમ₹1,00000
હાલનો વ્યાજદર7.0%
બે વર્ષ કુલ વ્યાજ₹14,370
કુલ મળવા પાત્ર રકમ ₹1,14,370

(3) ત્રણ વર્ષ માટે TD મા ₹1,00000 રૂપિયા જમા કરો તો કેટલું વળતર મળે?

રોકાણ રકમ₹1,00000
હાલનો વ્યાજદર7.1%
વાર્ષિક વ્યાજ ₹7,291
કુલ ત્રણ વર્ષનું વ્યાજ₹21,873
કુલ મળવા પાત્ર રકમ ₹1,21,873

(4) પાંચ વર્ષ માટે TD માં ₹1,00000 રૂપિયા નું રોકાણ કર્યું હોઈ તો કેટલું વળતર મળે ?

રોકાણ રકમ ₹1,00000
હાલનો વ્યાજદર7.5%
વાર્ષિક વ્યાજ₹7,713
કુલ પાંચ વર્ષનું વ્યાજ₹38,567
મળવા પાત્ર કુલ રકમ ₹1,38,567
TD સ્કીમમાં ₹1,00,000 ના રોકાણ પર વળતરની ગણતરી
જો પાંચ વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોઈ તો TD માં રોકાણ ના કરો

જો તમે પોસ્ટ ઓફિસ માં ફિક્સ ડિપોઝિટ તરીકે પૂરા પાંચ વર્ષ રોકાણ કરવા માગતા હોય તો પછી તમારે TD ટર્મ ડિપોઝિટ માં ના રોકવા જોઇએ કારણ કે પાંચ વર્ષ રોકાણ માટે પોસ્ટ ઓફિસ માં બીજી એક સ્કીમ છે જે વ્યાજદર વધારે આપે છે અને તે સ્કીમ એટલે NSC ( નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)

NSC ( નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) સ્કીમ માં તમે પાંચ વર્ષ માટે એક લાખ રૂપિયા રોકાણ કર્યું હોઈ તો કેટલું વળતર મળે

કુલ રોકાણ ₹1,00,000
વાર્ષીક વ્યાજદર7.7%
મળવા પાત્ર વ્યાજ ₹44,900
કુલ રકમ ₹1,44,900

તમે TD (ટાઇમ ડિપોઝિટ) FD કરો ત્યાં 7.5% વાર્ષીક વ્યાજ મળે છે અને NSC મા FD કરો પાંચ વર્ષ સુધી,7.7% વાર્ષીક વ્યાજ મળે છે

  • મતલબ TD 5 વર્ષ 1 લાખ ની સામે ₹1,38,567 મળશે
  • પરતું NSC માં 5 વર્ષ 1 લાખ Fd ની સામે મળશે ₹1,44,900 મળશે
  • કેટલો ફરક પડશે ₹6333 નો વધારાનો ફાયદો મળશે
TD સ્કીમ માં ટેક્સ બેનિફિટ કેટલું મળશે ?

ભારતીય આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, રોકાણકાર એક નાણાકીય વર્ષમાં કુલ ₹1,50,000 (દોઢ લાખ) સુધીની રકમ પર ટેક્સ મુક્તિ મેળવી શકે છે.

  • ✅શરત: આ લાભ માત્ર 5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ (5-Year TD) પર જ મળે છે.
  • ✅કયા પ્લાન પર લાભ નથી મળતો? જો તમે 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ કરાવો છો, તો તમને કલમ 80C હેઠળ કોઈ પણ પ્રકારનો ટેક્સ બેનિફિટ મળશે નહીં.

શા માટે કરવો જોઈએ પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ ?

“જો તમે ₹1,00,000 નું રોકાણ 5 વર્ષ માટે કરો છો, તો તમે માત્ર વ્યાજ જ નથી કમાતા, પરંતુ જો તમે 20% કે 30% ના ટેક્સ સ્લેબમાં આવતા હોવ, તો તમે હજારો રૂપિયાનો ઇન્કમ ટેક્સ પણ બચાવી શકો છો. આથી, લાંબા ગાળાના લક્ષ્યો માટે 5 વર્ષની TD એ બેંક FD કરતા વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.”

બેંક FD અને પોસ્ટ ઓફિસ TD વચ્ચેનો તફાવત.

ફીચરપોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ TD બેંક ફિક્સ ડિપોઝિટ સ્કીમ
સુરક્ષાસંપૂર્ણ સુરક્ષિત સરકારી ગેરંટીમાત્ર મર્યાદિત સુરક્ષા. માત્ર ₹5 લાખ સુધીનો વીમો (DICGC દ્વારા) મળે છે.
વ્યાજદરદર ત્રણ મહિને નક્કી થાય અને સ્થિર અને બેંક કરતા વધારે હોઈ છે દરેક બેંકના દર અલગ હોઈ રેપોરેટ દ્વારા બદલાતા હોય છે
વ્યાજ ની ગણતરીત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર સાથે ગણતરી થાય છેબેંક ત્રી માસિક વ્યાજની ગણતરી થાય પરંતુ તેમાં વધારે હોય છે
મુદતમાત્ર 1,2,3,5 વર્ષ ના વિકલ્પો 07 દિવસથી લઈને 10 વર્ષ પસંદ કરી શકો
ટેક્સ બેનિફિટ ફક્ત પાંચ વર્ષની TD પર ₹1.5 દોઢ લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી માત્ર 5 વર્ષ ટેક્સ સેવર સ્કીમ પર છૂટ
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

(૧) પોસ્ટ ઓફિસ માં એકવાર પૈસા જમા કરાવ્યા બાદ પાકતી મુદત પહેલા પૈસા ઉપાડી શકાય ?

જવાબ:- હા બિલકુલ ઉપાડી શકો પરંતુ શરત એટલી જ છે કે રોકાણ કર્યાના છ મહિના પછી ઉપાડી શકશો અને સાથે સાથે વ્યાજ માં થોડી પેનલ્ટી પણ લાગશે.

(૨) : શું આ યોજનામાં સીનિયર સિટીઝન માટે અલગ વ્યાજદર છે?

જવાબ :- ના ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં તમામ માટે સરખા વ્યાજદર છે પરંતુ સિનિયર સિટીઝન માટે પોસ્ટ ઓફિસમાં એક અલગ સ્કીમ છે જે SCSS નામ જેમાં 60 વર્ષના તમામ લોકો રોકાણ કરી શકે છે 8.2% અંદાજિત વાર્ષીક વ્યાજ મળે છે.

(૩) : ₹1.5 લાખથી વધુ રોકાણ પર ટેક્સ બેનિફિટ મળશે?

જવાબ: તમે રોકાણ ગમે તેટલું કરી શકો છો, પરંતુ ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ માત્ર ₹1.5 લાખ સુધીના રોકાણ પર જ ટેક્સમાં છૂટ મળશે.

(૪) વ્યાજની રકમ મને ક્યારે મળશે?

જવાબ:- વ્યાજની ગણતરી ત્રિમાસિક થાય છે, પરંતુ તે તમારા ખાતામાં વાર્ષિક (વર્ષના અંતે) જમા કરવામાં આવે છે.

(૫) શું હું એક કરતા વધુ TD ખાતા ખોલાવી શકું ?

જવાબ : હા, તમે ગમે તેટલી સંખ્યામાં પોસ્ટ ઓફિસ TD ખાતા ખોલાવી શકો છો, તેની કોઈ મર્યાદા નથી.

વિશેષ માહિતી માટે પોસ્ટ ઓફિસ ની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment