Tata Silver ETF FoF Direct Growth | ટાટા સિલ્વર ETF: ચાંદીમાં રોકાણની સુરક્ષિત રીત.

શેર કરો

આજ કાલ માર્કેટ માં દિવસેને દિવસે ચાંદીના ભાવ વધતા જાય છે કારણ કે ચાંદી ની ડિમાન્ડ પણ દિવસેને દિવસે વધતી જાય છે એટલા માટે ચાંદીનો ઉપયોગ ફક્ત ઘરાના બનાવટી થી લઇ અને અનેક જગ્યાઓમાં વપરાશ થવા લાગ્યો છે એટલા માટે જ છેલ્લા એક વર્ષમાં ચાંદી 250 ટકાનો વધારો થયો છે ,

એટલા માટે લોકો આજે ચાંદી ના રોકાણ તરફ વધારે આકર્ષિત થયા છે છેલ્લા એક વર્ષ માં 250% ચાંદીના ભાવ વધી ગયા છે છેલ્લા વર્ષ માં ચાંદી ના ભાવ 95000 રું હતા જે આજે 3.5 લાખ રું થઈ ગયું છે.

2016 માં 310000 મેટ્રિક ટન ચાંદી ની જરૂરિયાત સામે 2024 માં 36000 થઈ ગઈ જેથી અંદાજ લગાવી શકાય કે ચાંદી ની માર્કેટ માં ડિમાન્ડ કેટલી છે.

તમે પણ કોમોડિટી ચાંદીમાં રોકાણ કરવા માગતા હોય આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે? તો કે આમાં કોઈ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી આર્ટીકલ વાંચીને તમારા રીતે તમે નિર્ણય લઈ શકો.

આજે આપણે વાત કરવાના છે ટાટા સિલ્વર ETF FoF ડાયરેક્ટ ગ્રોથ સંપૂર્ણ સમીક્ષા કરવાના છે .

ETF એટલે શું ? (Exchange Traded Fund). જો તમારે શેરબજારમાં રોકાણ કરવું હોય પણ કયા શેર ખરીદવા અને ક્યાં ના ખરીદવા તેના માટે તમારી પાસે પ્રોપર નોલેજ હોવું જોઈએ પરંતુ ETF માં ખાસ નોલેજ ની જરૂર પડતી નથી, આ સરળતાથી તમે રોકાણ કરી શકો છો, તો ETF એ એક ઉત્તમ વિકલ્પ છે.

સરળ ભાષામાં કહીએ તો, ETF એ મ્યુચ્યુઅલ ફંડ અને શેર (Stocks) બંનેનું મિશ્રણ છે.

ETF કેવી રીતે કામ કરે છે ? ધારો કે તમારે નિફ્ટી top 50) કંપનીઓ માં રોકાણ કરવું હોય તો અલગ-અલગ શેર ખરીદવા જશો તો ખૂબ પૈસા અને સમય જશે. પરંતુ તમે તેનો ETF’ ખરીદો છો, તો તમે એકસાથે એ બધી જ 50 કંપનીઓમાં રોકાણ કરી લો છો.અને બહુ ઓછા રોકાણ માં ખરીદી શકશો.

ETF ગમે ત્યારે વેચી શકશો ગમે ત્યારે લઈ શકો છો મ્યૂચલ ફંડ કરતા ETF નો મેનેજ ચાર્જ ઓછો હોઈ છે (expense Ratio)

ટાટા સિલ્વર ETF: ચાંદીમાં રોકાણ કરવાની આધુનિક અને સુરક્ષિત રીત.” ચાંદીમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે એક ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ છે. પરંપરાગત રીતે ચાંદી ખરીદવા કરતા આ પદ્ધતિ વધુ આધુનિક અને ઝંઝટમુક્ત છે.

ટાટા સિલ્વર ETF ની મુખ્ય વિશેષતાઓ ?

  • શુદ્ધતાની ખાતરી: અહીં તમારે ચાંદીની શુદ્ધતા બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ETF દ્વારા ખરીદવામાં આવતી ચાંદી 99.9% શુદ્ધ (LBMA ગુણવત્તા) હોય છે.
  • સંગ્રહની કોઈ ચિંતા નહીં: ભૌતિક ચાંદીને ઘરમાં કે લોકરમાં રાખવાનું જોખમ અને ખર્ચ (Locker Charges) અહીં નથી. તમારી ચાંદી ડિજિટલ સ્વરૂપે તમારા ડિમેટ એકાઉન્ટમાં સુરક્ષિત રહે છે.સરળ લે-વેચ (Liquidity): તમે શેરબજારના ચાલુ કલાકો દરમિયાન ગમે ત્યારે તમારા સિલ્વર ETF યુનિટ્સ વેચી શકો છો અને રોકડ મેળવી શકો છો.
  • વસ્તુ ના રૂપ માં ચાંદી ખરીદી કરો તેનું જોઘમ ઘરમાં વધે છે ગમે ત્યારે વેચવું હોઈ તો સોની પાસે જવું પડે પણ ડિજિટલ રીતે ખરીદો તો કોઈ ઝોખમ રેહતું નથી ગમે ત્યારે મોબાઇલ થી જ વેચી શકશો.
  • મેકિંગ ચાર્જની બચત: સિક્કા કે ઘરેણાં લેતી વખતે લાગતો મેકિંગ ચાર્જ અહીં લાગતો નથી.

ટાટા સિલ્વર ETF ની મુખ્ય માહિતી

  • ટાટા સિલ્વર ETF લોન્ચ તારીખ: 12 જાન્યુઆરી, 2024 માં થયો હતો
  • ફંડનું (AUM): એસેટ અંડર મેનેજમેન્ટ આશરે ₹798 કરોડ છે
  • એક્સપેન્સ રેશિયો: 0.20% (જે અન્ય કોમોડિટી ફંડ્સની સરખામણીમાં વ્યાજબી ગણાય છે).
  • NAV (નેટ એસેટ વેલ્યુ): 30 જાન્યુઆરી, 2026 ના રોજ 47રું છે જે એક યુનિટ ની કિંમત હોઈ છે
  • બેન્ચમાર્ક: ચાંદીની સ્થાનિક કિંમત (Domestic Price of Silver).
  • ફંડ મેનેજર તપન પટેલ છે
  • તેનું શિક્ષણ શ્રી પટેલે ICFAI માંથી BBA, CFA અને MFA કર્યું છે.
  • અનુભવ શ્રી પટેલે ICFAI માંથી BBA, CFA અને MFA કર્યું છે.
  • ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં જોડાતા પહેલા, તેમણે HDFC સિક્યોરિટીઝ લિમિટેડ, LKP સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક કોમોડિટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એડલવાઇસ કોમટ્રેડ લિમિટેડ સાથે કામ કર્યું છે.

ચાર્જ અને ટેકસ કેટલો લાગે ?

  • એક્ઝિટ લોડ: ટાટા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સૂચવ્યા મુજબ, 7 દિવસની અંદર વેચી નાખો તો 0.50% ચાર્જ લાગશે .7 દિવસ પછી કોઈ ચાર્જ નહિ
  • કરવેરા: ડેટ ફંડ્સની જેમ, 1 વર્ષથી ઓછા સમય માટે હોલ્ડિંગ પર 15% ટેકસ લાદવામાં આવે છે, અને 1 વર્ષથી વધુ સમય માટે હોલ્ડિંગ પર (₹1 લાખથી વધુના નફા પર) LTCG 12.5 ટેકસ લાગશે.

Tata Silver ETF રોકાણ બે રીતે કરી શક્શો

  • (૧) SIP જેમાં તમે ફક્ત 150 રું મહિને થી શરૂવાત કરી શકો વધારે માં વધારે કોઈ લિમિટ નથી
  • (૨) LUMPSUM INVESTMENT જેમાં ફક્ત એક જ વાર રોકાણ કરવાનું હોઈ છે મીનીમમ 5000 નું રોકાણ કરી શકશે મેક્સિમમ કોઈ લિમિટ નથી

છેલ્લા વર્ષો માં Tata Silver ETF કેટલું રિટર્ન આપ્યું ?

પાછલા 6 મહિના માં 189% રિટર્ન આપ્યું
છેલ્લા 1 વર્ષ માં 261% રીટર્ન
અત્યાર સુધી કુલ રિટર્ન 109% રીટર્ન

એક ઉદાહરણ થી પૂરા પ્લાન ને સમજીએ માની લો Tata Silver ETF માં તમે આજે 50000 નું રોકાણ કર્યું અને અત્યાર સુધી આ ETF એ 109% આપ્યું પરંતુ ભવિષ્ય માં ફક્ત 30% રીટર્ન આપે તો કેટલું મોટું ફંડ બને શકે જુઓ.

સમય ગાળો (વર્ષઅંદાજિત વળતર કુલ રકમ
5 વર્ષ ₹1,35,647₹1,85,647
10 વર્ષ ₹6,39,292₹6,89,292
15 વર્ષ ₹25,09,295₹25,59,295
25 વર્ષ ₹3,52,32,050₹3,52,82,050

તે જ પ્રમાણે TATA Silver ETF તમે મહિને ફક્ત 500 રૂપિયા ની SIP કરી હોઈ 25 વર્ષ સુધી અને રિટર્ન 30 % મળે તો કેટલા મળશે?

કુલ રોકાણ રકમ₹1,50,000
અંદાજિત વળતર ₹1,61,41,215
કુલ રકમ ₹1,62,91,215

તો આ છે મ્યુચ્યુઅલ ફંડ અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર ની તાકાત પરંતુ પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં વળતરનો કોઈ ફિક્સ નથી હોતો એમાં ઓછા વધુ થઈ શકે છે.

કોઈ પણ સિલ્વર અથવા ગોલ્ડ ETF લેતા પહેલા કઈ કંઈ બાબતો ધ્યાન માં રાખવી ?

  • જે ફંડ નો તમારા ફંડ ને મેનેજ કરવા માટેના ચાર્જ જેને એક્સપેન્સ રેશિયો કહેવાય છે તે ઓછો હોઈ તો તમને લાંબા ગાળામાં વળતર થોડું વધારે રિટર્ન મળે
  • લિક્વિડિટી (Liquidity – વોલ્યુમ એવો ETF પસંદ કરો જેમાં દરરોજ મોટા પ્રમાણમાં સોદા થતા હોય.જો લિક્વિડિટી ઓછી હશે, તો જ્યારે તમારે વેચવું હશે ત્યારે તમે યોગ્ય ભાવે ઝડપથી વેચી શકશો નહીં.
  • Volume ચેક કરવા NSC ની વેબસાઇટ જોઈ શકો
  • ટ્રેકિંગ એરર (Tracking Error) જો ETF ના ભાવ અને વાસ્તવિક ધાતુના ભાવ વચ્ચે મોટો તફાવત હોય, તો તેને ‘ટ્રેકિંગ એરર’ કહેવાય.જે ફંડમાં આ એરર સૌથી ઓછી હોય તે શ્રેષ્ઠ ગણાય.

ચાંદીના ભાવ સતત કેમ વધતા રહે છે ?

  • ગ્રીનલેન્ડ વિવાદ: મોટું કારણ
  • ચાંદી ઘરેણાંની સાથે સાથે ઉદ્યોગો માટે પણ જરૂરી છે
  • સોલાર એનર્જી EV: સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ચાંદીનો વપરાશ ખૂબ પ્રમાણ માં વધતો જાય છે.
  • AI ટેકનોલોજીના ઉપકરણોમાં ચાંદીનો ઉપયોગ થાય છે
  • 5g ટેકનોલોજી સેમિકન્ડક્ટર Ai સર્વરમાં પણ ચાંદી ખૂબ પ્રમાણમાં વપરાય છે.
  • જેથી ચાંદીના ભાવ દિવસે દિવસે વધતા રહેલા છે.

અમૃતબાલ યોજના (LIC યોજના પ્લાન નં 874) બાળકો માટે સર્વશ્રેષ્ઠ યોજના

TATA SILVER ETF જેટલું વધારે વળતર આપે છે તેટલું વધારે જોખમી પણ છે માટે તમે રોકાણ કર્વમંતા હોઈ તો કુલ રકમ ના 20% રકમ રોકી શકાય જો કે અહી કોઈ રોકાણ કરવા કરવાની સલાહ આપવામાં આવતી નથી ફક્ત નોલેજ પરપજ માટે જ છે….

Disclaimer :- અહી આપેલ માહિતી ફક્ત નોલેજ પર્પસ થી બતાવવામાં આવ્યું છે તમને રોકાણ કરવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી માટે તમારે રોકાણ કરવું હોય તો તમારા રિસ્ક ઉપર તમે કરી શકો છો.


શેર કરો

Leave a Comment