
પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય યોજનાઓ માની એક યોજના એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના છે જેમા આજે સૌથી વધારે વાર્ષીક વ્યાજદર મળે છે અને લોકોની ભરોસામંદ યોજના છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના આ એક એવી યોજના છે જે તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરે છે..જયારે દીકરી 18 વર્ષની થાય ત્યારે નાતો દીકરીના લગ્ન ની ચિંતા રહેશે નાતો ઉચ્છ શિક્ષણની
પરંતુ ભવિષ્ય માં આવતી જવાબદારી ની અત્યારથી જ તૈયારી કરવી પડે તોજ તમે આવી મોંઘવારીના સમયમાં પહોંચી વળો બાકી જે લોકો ₹25-30 હજાર રૂપિયા કમાવતા હોય તો એ પોતાના બાળકોને નતો ભણાવી શકે અને સારું મકાન બનાવી શકે તો સારું જીવન જીવી શકે
પરંતુ અત્યારથી જ તૈયારી કરેલી હોય તો આવનારા સમયમાં તમે એ જવાબદારીઓ સરળતાથી નિભાવી શકો એટલે જ આપણે જે વાત કરવાની છે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જેમાં પોસ્ટ ઓફિસ ની આ એક સ્કીમ છે અને સૌથી વધારે વ્યાજ દર મળે છે
પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી યોજના છે કે જેમાં નાનામાં નાનો વ્યક્તિ પણ રોકાણ કરી શકે છે અને પૈસાદાર વ્યક્તિ પણ રોકાણ આમાં કરી શકે છે પરંતુ અમુક લિમિટ છે આમાં તે આપણે આગળ જોશું.
આજે આપડે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આટલી બાબતો જાણીશું
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ કોણ લાભ લઇ શકે ?
- લાભ લેવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ
- એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ?
- વધારામાં વધારે કેટલા રૂપિયાનો રોકાણ કરી શકો
- ઓછામાં ઓછા કેટલા પૈસા રોકાણ કરી શકો ?
- શું દર વર્ષે એક સરખા પૈસા ભરવા જરૂરી છે ?
- સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજ દર કેટલું મળશે ?
- ખાતું કોના નામનું ખોલાવી શકાય ?
- કેટલા સમય સુધી પૈસા રોકવાના
- કેટલા વર્ષ પછી પૈસા મળે છે ?
- આ સ્કીમ ના ગેરફાયદાઓ શું છે ?
- વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ ?
- જરુંરી ડોક્યુમેન્ટ ?
- લેટેસ્ટ નિયમો શું છે ?
આ યોજનામાં રોકાણ કેટલું કરી શકાય ? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા ₹250 રૂપિયા વાર્ષિક રોકાણ કરવાનું હોઈ છે વર્ષની અંદર તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતામાં ₹250 રૂપિયા ઓછામાં ઓછા જમા કરાવવા પડે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધારામાં વધારે ₹1.5 લાખ રૂપિયા વાર્ષિક તમે રોકાણ કરી શકો છો આ પૈસા તમે ગમે ત્યારે ભરી શકો બે મહિને ચાર મહિને 6 મહિના અથવા તો વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં પૈસા તમારે ભરી દેવાના હોય છે.
ખાતું ચાલુ રાખવા ઓછામાં ઓછા વર્ષમાં ₹250 ભરવાના હોય છે વધારામાં વધારે તમે દોઢ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો વાર્ષિક જો વર્ષમાં ઓછામાં ઓછા અઢીસો રૂપિયા પણ નહીં ભરો તો ખાતું બંધ થઈ જશે તેને ચાલુ કરવા માટે પેનલ્ટી ભરવી પડે
શું દર વર્ષે એક સરખા પૈસા ભરવા જરૂરી છે ? તો તેનો જવાબ છે બિલકુલ નહીં ધારો કે પહેલા વર્ષમાં તમે દોઢ લાખ રૂપિયા ભર્યા તો બીજા વર્ષમાં ₹1.5 લાખ રૂપિયા ભરવા પડે એવું ફરજિયાત નથી બીજા વર્ષમાં તમે ઓછામાં ઓછા ₹250 પણ ભરી શકો છો.
કેટલા વર્ષ પૈસા ભરવાના ? તમે જ્યારથી ખાતું ખોલાવો ત્યારથી 15 વર્ષ સુધી દર વર્ષે પૈસા ભરવાના રેહશે.
વ્યાજ દર કેટલું મળે છે ? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક વ્યાજ દર 8.2% મળે છે જે પોસ્ટ ઓફિસની બીજી સ્કીમો કરતા ઘણું બધું વધારે કહી શકાય
ટેક્સ માં છૂટ બીજી એક ખાસ બાબત એ છે મિત્રો કે આ યોજનામાં તમને જે પણ રિટર્ન મળશે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ કપાશે નહીં મતલબ ટેક્સ મુક્ત સ્કીમ છે.
આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે ?
- ✅સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત દીકરીઓ જ લાભ લઇ શકે છે
- ✅દીકરીની ઉંમર 0 થી લઈ અને 10 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- ✅એક પરિવાર દીઠ બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે
- ✅ અમુક અમુક કિસ્સાઓમાં એક પરિવાર દીઠ ત્રણ દીકરીઓ પણ લાભ લઈ શકશે.
- ✅ ધારો કે પેલી ડિલિવરી માં દીકરી નો જન્મ થયો હોય અને બીજી ડિલિવરી માં ટ્વિન્સ મતલબ (એક સાથે બે દીકરી) નો જન્મ થયો હોય તો એવા કિસ્સામાં કુલ ત્રણ દીકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા કેટલા વર્ષ ભરવાના ? યોજનામાં સમય મર્યાદા 21 વર્ષનો છે ખાતાની મુદત: આ ખાતું દીકરી 21 વર્ષની થાય ત્યારે પાકે છે (Maturity).
પરંતુ તમારે 21 વર્ષ પૈસા નથી ભરવાના તમારે ફક્ત 15 વર્ષ પૈસા ભરવાના છે અને તે પછી તમારે પરિપક્વતા સુધી રાહ જોવાની છે મતલબ આગલા 06 વર્ષ સુધી રાહ જોવાની છે
સ્કીમમાં રોકાણ કર્યા ના 21 વર્ષ પૂરા થાય એટલે તમને પૈસા વ્યાજ સહિત મળી જશે.જ્યારથી ખાતું ખોલાવ્યા પછીના 15 વર્ષ સુધી તમારા પૈસા ભરવાના રહેશે મિનિમમ ₹250 થી વધારામાં વધારે ₹1.5 લાખ રૂપિયા સુધી કરી શકશો
બેંક માં ખાતું ક્યાં ખોલાવવું ? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે કોઈપણ રાષ્ટ્રીય અધિકૃત બેંકમાં ખાતું ખોલાવી શકો છો જેમ કે Bank of Baroda , SBI, HDFC, Axis bank, POST OFFICE, PUNJAB NATIONAL BANK (PNB) આ બેંકોમાં ખાતું ખોલાવી શકો છો
પરંતુ જ્યારે પણ કોઈ સરકારી સ્કીમ આવે ત્યારે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસમાં આવતી હોય છે, માટે પોસ્ટ ઓફિસમાં જો ખાતું ખોલાવવું વધારે સારું રહેશે.
ખાતું કોના નામનુ ખોલાવવું ? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત દીકરીના નામનું ખાતું ખોલાવી શકશો, માતા-પિતાના નામનું ખાતું નહીં ચાલે ફક્ત દીકરીના નામનું ખાતું ખોલાવી શકશો.
ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે ?
- દીકરીનું આધારકાર્ડ અથવા જન્મનું પ્રમાણપત્ર
- દીકરીના બે પાસપોર્ટ સાઇઝ ફોટા
- પિતા અથવા માતાનો આધારકાર્ડ
વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ ? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત બે જ ટાઈમે તમે પૈસા ઉપાડી શકો છો એક દીકરીને 18 વર્ષ પછી લગ્ન સમયે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે તમે 50% રકમ ઉપાડી શકો છો.
વ્યાજ અને ટેક્સમાં ફાયદો સુકન્યા સમૃદ્ધિ યોજના લોકપ્રિય હોવાનું મુખ્ય કારણ તેના આકર્ષક ફાયદા છે: આ યોજના પર આશરે 8.2% વાર્ષીક વ્યાજ મળે છે, જે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતા ઘણું વધારે છે. તેમાં વ્યાજ પર ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) નો લાભ મળે છે.
નિયમ શું છે ? દીકરીના લગ્ન 18 વર્ષ પછી થયેલા હોવા જોઈએ જો 18 વર્ષ પહેલા જ લગ્ન થઈ જાય તો આ સ્કીમ ત્યાંથી બંધ થઈ જશે અને જે રકમ તમારી જમા હશે એ તમને મળી જશે.
આ સ્કીમ ના ગેરફાયદાઓ શું છે ? પાકતી મુદતે રકમ જે દીકરીનું ખાતું હોય તેને જ મળે તેના માતા પિતાને નાં મળી શકે માટે માતા પિતાને પૈસા નો ઉપયોગ કરવો હોઈ તો દીકરી ની મંજુરી હોઈ તો જ કરી શકે
કેટલા રૂપિયા રોકો તો કેટલા મળે? માની લો તમે હર મહિને આમાં ₹500 રોકાણ કરો તો કેટલું બેનિફિટ મળશે કોષ્ટકમાં જુઓ નાણાકીય વર્ષ: 2046-2047 માં પાકતી મુદત પૂરી થશે
| કુલ રોકાણ રકમ | ₹90,000 |
| હાલનો વ્યાજદર | 8.2% વાર્ષીક |
| ચાલુ વર્ષનું વ્યાજ | ₹21,015 |
| કુલ વ્યાજ | ₹1,87,296 |
| કુલ મળવા પાત્ર રકમ | ₹2,77,297 |
| 21 વર્ષ પછી | ₹2,77,297 મળશે |
મહીને ₹1000 નું 15 વર્ષ સુધી રોકાણ પર કેટલા મળે ?
| રોકાણ રકમ | ₹1,80,000 |
| હાલનો વ્યાજદર | 8.2% |
| ચાલુ વર્ષનું વ્યાજ | ₹42,030 |
| કુલ વ્યાજ | ₹3,74,592 |
| કુલ મળવા પાત્ર રકમ | ₹5,54,593 |
હર મહિને 2000નું રોકાણ કરો તો કેટલા મળશે ?
| કુલ રોકાણ રકમ | ₹3,60,000 |
| હાલનો વ્યાજદર | 8.2% |
| ચાલુ વર્ષનું વ્યાજ | ₹84,060 |
| કુલ વ્યાજ | ₹7,49,185 |
| કુલ મળવા પાત્ર રકમ | ₹11,09,186 |
નોંધ :- આ યોજના માં સમયાંતરે વ્યાજદર માં ફેરફાર થતો રહે છે તાજા વ્યાજદર જાણવા અને રકમ નું કેલ્ક્યુલેશન કરવા પોસ્ટ ઓફિસ ની એપ્લિકેશન યુઝ કરી શકો છો તેના માટે અહીં ક્લિક કરો.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…