
જો તમે 2026 માં એક સુરક્ષિત જગ્યા એ રોકાણ કરવા માંગતા હોઈ જેમાં 100% તમારા પૈસાની ગેરંટી સરકાર લેશે જેમાં વ્યાજ દર પણ વધારે મળશે એવી જગ્યાએ પૈસાનો રોકાણ કરવા માગતા હોય તો આર્ટીકલ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકશે
આમ તો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી સ્કીમો ચાલે છે પરંતુ તેમાં એક સ્કીમ સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ(SCSS) વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં તમને અત્યારે 8.2% વાર્ષિક વ્યાજ મળે છે
સીનીયર સિટીઝન સેવિંગ સ્કીમ(SCSS) માં તમને દર ત્રણ મહિને વ્યાજ મળશે, જે વાર્ષિક ચાર વખત વ્યાજ તમારા ખાતામાં જમા થશે તે લોકો માટે બહુ સારો વિકલ્પ છે તમારા પૈસાની તંગી ક્યારેય ન આવે બહુ રાહ જોવી નહીં પડે
તો આજે આપડે આટલી બાબાતો જાણીશું
- કેટલા પૈસા જમા કરાવવાથી કેટલા મળશે કેલ્ક્યુલેશન સાથે ગણતરી કરીશું
- એક વ્યક્તિ વધારે માં વધારે કેટલા રૂપિયા જમા કરાવી શકે
- એક વ્યક્તિ વધારામાં વધારે કેટલા ખાતા ખોલાવી શકે
- ટેક્સ બેનિફિટ: સેક્શન 80C હેઠળ મળતી કર મુક્તિ.
- મેચ્યોરિટી સમયગાળો: 5 વર્ષ પછી શું કરવું?
- વ્યાજદર વાર્ષિક કેટલું મળશે
- વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં
- કોણ કોણ ખાતું ખોલાવી શકે
- જરૂરી ડોક્યુમેન્ટ
મુખ્ય હાઈલાઈટ્સ:
- વ્યાજની ચૂકવણી: આ સ્કીમમાં દર ત્રણ મહિને (Quarterly) વ્યાજ ચૂકવવામાં આવે છે.
- સરકારી સુરક્ષા: આ પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંકની યોજના હોવાથી તમારું રોકાણ 100% સુરક્ષિત છે.
- ઓછા માં ઓછા ₹1000 રોકાણ કરી શકો
- તમે વધુમાં વધુ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.જે પહેલા ₹15 લાખ ની લિમિટ હતી.
વ્યાજદર અને સમયગાળો
- પોસ્ટ ઓફિસ ની SCSS યોજનામાં હાલ અત્યારે 8.2% વાર્ષિક વ્યાજ દર આપે છે
- આ યોજના માં પાકથી મુદત સમય પાંચ વર્ષનો છે
- પાંચ વર્ષ પૂર્ણ થયા પછી વધારે ત્રણ વર્ષ માટે લંબાવી શકશો
- ત્રણ ત્રણ વર્ષ તમે આજીવન લંબાવી શકશો ત્યારે જે વ્યાજ ચાલતું હશે તે મળશે
- ખાસ વાત એ છે લંબાવેલી મુદ્દત ને તમે ગમે ત્યારે બંધ કરી શકો
એક ઉદાહરણ થી તમને કેટલા રોકાણ થી વળતર કેટલું મળે તેનુ કેલ્ક્યુલેશન કરીશું માની લો તમે આ યોજના માં ₹2 લાખ નું રોકાણ કર્યું તો પાંચ વર્ષમાં કેટલું વળતર મળશે ?
ખાસ નોંધ આમા તમને વળતર ના રૂપ માં દર ત્રણ મહિને ખાતામાં વ્યાજ જમાં થશે તો ₹2 લાખ ના રોકાણ પર 8.2% વાર્ષીક વ્યાજ થી કેટલા મળશે જુઓ કોષ્ટક માં
| રોકાણ રકમ | ₹200000 | 5 વર્ષ |
| ત્રી માસિક વ્યાજ | ₹4100 | ₹16400 વાર્ષીક |
| કુલ 5 વર્ષ | 16400*5 | ₹82000 |
| 5 વર્ષ માં | ₹82000 | વ્યાજ મળશે |
આ યોજના માં 5 લાખ ના રોકાણ પર કેટલા મળે ?
| રોકાણ રકમ | ₹500000 | 5 વર્ષ માટે |
| ત્રી માસિક વ્યાજ | ₹10250 | ₹41000 |
| કુલ વાર્ષિક | ₹41000 | ₹205000 |
| 5 વર્ષ માં | કુલ વ્યાજ | ₹205000 |
આ યોજના માં 10 લાખ ના રોકાણ પર કેટલા મળે ?
| રોકાણ રકમ | ₹10,00000 | 5 વર્ષ માટે |
| ત્રી માસિક વ્યાજ | ₹20,500 | ₹82000 |
| કુલ વાર્ષિક | વ્યાજ | ₹82000 |
| 5 વર્ષમાં | કુલ વ્યાજ | ₹4,10,000 |
આ યોજના માં 30 લાખ ના રોકાણ પર કેટલા મળે ?
| રોકાણ રકમ | ₹30,00000 | 5 વર્ષ માટે |
| ત્રી માસિક વ્યાજ | ₹61,500 | ₹2,46000 |
| કુલ વાર્ષિક | વ્યાજ | ₹2,46000 |
| પાંચ વર્ષમાં | કુલ વ્યાજ | ₹12,30000 |
મતલબ હર મહિને ₹20500 નું વ્યાજ ખાતા માં જમાં થશે
- ખાતું કોણ કોણ ખોલાવી શકે ?
- જેની ઉંમર 60 થી ઉપર હોવી જોઈએ
- અમુક કિસ્સા માં નિવૃત્ત થયેલા કર્મચારીઓ
- 55 વર્ષ પછી લાભ લઈ શકશે
- નિવૃત્તિ મળીયાના ત્રણ મહિના ની અંદર ખાતું ખોલાવવું ફરજિયાત
- ભારતીય નાગરિક હોવા જોઈએ
- NRI આ ખાતું ખોલાવી નથી શકતા
- ડિફેન્સ (લશ્કર) માંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ 50 વર્ષની ઉંમર પછી આ ખાતું ખોલાવી શકે છે.
- જીવનસાથી (પતિ/પત્ની) સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવી શકો છો.(કોઈ એકની ઉંમર 60+ હોવી જરૂરી)
એક વ્યક્તિ કેટલા ખાતા ખોલાવી શકે છે તો એક વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે તેની કોઈ લિમિટ નથી, સર્ત એ છે એક વ્યક્તિ ઓછા માં ઓછા ₹1000 અને વધારા મા વધારે ₹30,00000 જમાં કરી શકશે,બધા ખાતા મળીને તેનાથી વધારે રોકાણ નહિ કરી શકે,એક ખાતામાં એકજ વખત રોકાણ કરી શકશો પછી બીજી વાર રોકાણ નહિ કરી શકો બીજું ખાતું ખોલાવી શકો.
પતિ-પત્ની બંને ₹30 ₹30 લાખ રૂપિયા જમાં કરી શકશે ? તો તેનો જવાબ હા બિલકુલ કરી શકશો તમે પતિ પત્ની ના અલગ અલગ ખાતા ખોલાવી અને બંને ખાતા માં ₹30 ₹30 લાખ જમાં કરાવી શકો છો
કુલ ₹60 લાખ જમાં કરો તો કેટલું વ્યાજ મળશે ?
| સમયગાળો | વ્યાજની રકમ અંદાજિત |
| મહિને સરેરાશ વ્યાજ | ₹41000 |
| દર ત્રણ મહિને | ₹1,23,000 |
| એક વર્ષનું કુલ વ્યાજ | ₹4,92,000 |
| પાંચ વર્ષનું કુલ વ્યાજ | ₹24,60,000 |
મતલબ ₹60 લાખ પર તમને દર મહિને ₹41000 વ્યાજ મળી શકે
વ્યાજદર ગણતરી માટે પોસ્ટ ઓફિસ એપ ડાઉનલોડ કરો
ટેકસ કેટલો લાગશે ? આ યોજના માં વાર્ષીક ₹1,00000 (એક લાખ)સુધી કોઈ ટેક્સ નહિ લાગે પરંતુ 1 લાખ થી વધારે વ્યાજ વાર્ષીક થશે તો તેમાં 10% ટેકસ લાગશે
TDS કપાશે: તમારી આવક ટેક્સ ફ્રી હોવા છતાં, જો વ્યાજ ₹1,00,000 થી વધુ છે, તો બેંક/પોસ્ટ ઓફિસ 10% TDS (₹15,000) કાપી લેશે.TDS પાછો મેળવવા: તમારે દર વર્ષે એપ્રિલમાં Form 15H જમા કરાવવું પડશે જેથી TDS ન કપાય. જો કપાઈ જાય, તો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરીને રિફંડ મેળવી શકાય.
સમય પહેલા પૈસાની જરૂર પડી હોઈ તો ઉપાડી શકાય? સમય પહેલા પૈસા ઉપાડી શકાય પરંતુ તમારે તેમાં પેનલ્ટી ભરવી પડે તમે કયા સમયે ખાતું બંધ કરો છો તેના પર નીચે મુજબનો દંડ લાગે છે:
- (૧) 1 વર્ષ માં ખાતું બંધ કરી પૈસા ઉપાડી લો તો તમને કોઈ વ્યાજ નહિ મળે તમને દર ત્રણ મહિને ચૂકવેલી રકમ પણ મૂળ રકમ માંથી કાપી લેવામાં આવશે
- (૨) ૧ વર્ષ પછી પણ ૨ વર્ષ પૂરા થયા પહેલા ખાતું બંધ કરો છો, તો તમારી અસલ રકમમાંથી 1.5% જેટલી રકમ દંડ તરીકે કાપવામાં આવશે.
- (૩) ૨ વર્ષ પછી પણ ૫ વર્ષ પૂરા થયા પહેલા બંધ કરો છો, તો તમારી અસલ રકમમાંથી 1% જેટલી રકમ દંડ તરીકે કાપવામાં આવશે.
એક ઉદાહરણથી સમજીએ:ધારો કે તમે ₹1 લાખ રોકાણ કર્યા છે:જો 1.5 વર્ષે ઉપાડો (1.5% દંડ): તમારે ₹15,00 દંડ ભરવો પડશે.જો 3 વર્ષે ઉપાડો (1% દંડ): તમારે ₹1000 દંડ ભરવો પડશે.
આ સ્કીમ વિશે પણ જણાવો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમ સુરક્ષિત રોકાણ
જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટા 3
- ઉમરના પુરાવા માટે કોઈ એક
- જન્મ પ્રમાણ, LC, પાસપોર્ટ
- નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર સામાન્ય માહિતી માટે છે અને તેને નાણાકીય સલાહ ગણવી નહીં. સ્કીમના નિયમો, વ્યાજ દર અને પાત્રતામાં સરકાર દ્વારા સમયાંતરે ફેરફાર થઈ શકે છે. રોકાણ કરતા પહેલાં અધિકૃત સરકારી ગેઝેટ અથવા તમારી બેંક/પોસ્ટ ઓફિસ સાથે વિગતો ચકાસી લેવી જરૂરી છે. કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલાં નિષ્ણાત સલાહકારની મદદ લેવી હિતાવહ છે.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…