
આ ફંડ એવા લોકો માટે રોકાણકારો માટે છે જેઓ ભારતીય જાહેર ક્ષેત્રના એકમો (Public Sector Undertakings) ના વિકાસમાં ભાગીદાર બનવા માંગે છે.
મિત્રો આપ સૌ જાણતા હશો કે આજે ભારત દેશમાં સૌથી મોટી અને ભરોસ મંદ બેંક જો કોઈ હોઈ તો તે SBI છે વળી પાસે તે સરકારી કંપની છે એટલા માટે લોકોનો વિશ્વાસ તેના ઉપર અટૂટ હોય છે .
SBI આજે ભારત માં પહેલા નંબર ની મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરનારી કંપની બની ગઈ છે.આજે 12000 કરોડ જેટલું ફંડ એકલું SBI સંભાળે છે મતલબ આ SBI મ્યુચ્યુઅલ ફંડ ઉપર લોકોનો ભરોસો વધતો જાય છે SBI PSU Fund Direct Plan Growth”
આ ફંડ ની વર્તમાન સ્થિતિ અને તક PSU (સરકારી કંપનીઓ) માં જ રોકાણ કરે છે આ ફંડ્સે છેલ્લા 3 વર્ષમાં 32% થી વધુ વાર્ષિક રિટર્ન આપ્યું છે. અત્યારે ભારત સરકાર પાવર, ડિફેન્સ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં મોટા પાયે ખર્ચ કરી રહી છે, જેનો સીધો લાભ આ ફંડની કંપનીઓને (જેમ કે BEL, NTPC, SBI) મળી રહ્યો છે.
આજે આપણે જે ફંડ વિશે વાત કરવાના છે તેનું નામ છે SBI PSU Direct Plan Growth 📈
- આ SBI એ 3 જાન્યુઆરી 2013 ના રોજ લોન્ચ કર્યો હતો
- તેની હાલની NAV (નેટ એસેટ વેલ્યુ) ₹38.80 છે જે એક યુનિટ ની કિંમત હોય છે
- તેનું AUM ફંડ સાઇઝ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) ₹5,979 Cr છે મતલબ લાખો એ આ ફંડમાં પૈસા રોક્યા છે
- એક્સપેન્સ રેશિયો 0.81% છે જે તમારા ફંડને મેનેજ કરવા માટેનો ટૂંકો ચાર્જ હોય છે
- તેના ફંડ મેનેજર રોહિત શિમ્પી
- તેનું શિક્ષણ :- શ્રી શિમ્પી બી. કોમ., પીજીડીબીએમ (ફાઇનાન્સ), સીએફએ છે.
- તેનો અનુભવ – SBI મ્યુચ્યુઅલ ફંડમાં જોડાતા પહેલા, તેમણે CNBC TV18, JP મોર્ગન ઓફશોર રિસર્ચ સેન્ટર અને HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે કામ કર્યું છે
એક્ઝિટ લોડ કેટલો લાગશે ? રોકાણ કર્યાના 30 દિવસની અંદર વહેંચો છો તો 0.50% ટકા એક્ઝિટ લોડ લાગશે 30 દિવસ પછી કોઈ એક્ઝિટ લોડ લાગશે નહીં
- ✅એક ઉદાહરણથી સમજીએ
- ✅તમે ₹1,00,000 ના રોકાણ પર 0.50% લેખે
- ✅કુલ રકમ: ₹500 ચાર્જ લાગશે
- ✅મળવાપાત્ર રકમ: ₹99,500 છે
- ✅તમે જ્યારે પૈસા પાછા ખેંચો ત્યારે તે સમયની કુલ રકમના 0.50% ચાર્જ લાગશે.”
ટેકસ કેટલો લાગશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCG) જો તમે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર તમારા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ વેચી દો છો, તો તેના પર થતા નફાને શોર્ટ ટર્મ ગણવામાં આવે છે.
- ✅તમારા નફા પર 20% ટેક્સ લાગશે.
- ✅ઉદાહરણ: જો તમને એક વર્ષની અંદર ₹100,000 નો નફો થયો હોય, તો તમારે ₹20,000 ટેક્સ ભરવો પડશે.
એક વર્ષ પછી ગમે ત્યારે ગમે ત્યારે વેચો છો તો તેમાં LTCG 12.5% ટકા ટેક્સ લાગશે
- ✅એક વર્ષ પછી ગમે ત્યારે વેચો છો તો તેમાં ₹1.25 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે
- ✅પરંતુ તેનાથી ઉપર ગમે તેટલો નફો થાય તેના પર 12.50% ટેક્સ લાગશે
- ✅ઉદાહરણ: જો તમને ₹2,00,000 નો નફો થયો હોય, તો પ્રથમ ₹1,25,000 બાદ કરતાં બાકીના ₹75,000 પર 12.5% લેખે ટેક્સ લાગશે.
- ✅બેઝિક ટેક્સ: 75,000*12.5% = ₹9,375
- ✅સુધારો: “2026નાં બજેટમાં જો કોઈ ફેરફાર થયો હોય તો તે ફરીથી તપાસી લેવા વિનંતી”
આ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો (૧) SIP જેમા ઓછામાં ઓછા મહિને ₹500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો
(૨) લમ્શન ઇન્વેસ્ટમેન્ટ જેમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે મિનિમમ ₹5000 રૂપિયા થી શરૂઆત કરી શકો છો વધારામાં વધારે કોઈ લિમિટેડ નથી
તમારા પૈસા ક્યાં ક્યાં રોકાણ થશે PSU Direct Growth સરકારી 24 કંપનીઓમાં રોકાણ કરે છે તેમાની ટોપ 10 કંપનીઓ નીચે મુજબ છે
- 1.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- 2.ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.
- 3.NTPC લિ.
- 4.પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.
- 5.ગેઇલ (ઈન્ડિયા) લિ.
- 6.ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ
- 7.બેંક ઓફ બરોડા
- 8.NMDC લિ.
- 9.ઈન્ડિયન બેંક
- 10.ઓઈલ ઈન્ડિયા લિ.
જેમ જેમ આ કંપનીઓ ગ્રોથ કરતી રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં વધારે વ્યાજ દર મળે એનું કારણ છે કે તેમાં તમને લાંબા ગાળે ચક્રવૃદ્ધિ વ્યાજ દર મળે છે મતલબ કે વ્યાજનું વ્યાજ મળે છે.
તે કયા સેક્ટર્સમાં રોકાણ કરે છે ઉર્જા ક્ષેત્ર – 41% ફાઇનાન્સિયલ બેંકિંગ સેક્ટર – 27% કેપિટલ ગુડ્સ ઈન્સ્યોરન્સ મેટલ્સ
ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું છે ? આ PSU ફંડ એ ભૂતકાળ માં પોતાના ગ્રાહકોને લાજવાબ રિટર્ન આપ્યું છે જે નીચે મુજબ છે
| સમયગાળો (વર્ષ) | વળતર |
| છેલ્લા છ મહિનામાં | 14% |
| છેલ્લા એક વર્ષમાં | 27% |
| છેલ્લા ત્રણ વર્ષમાં | 33% |
| છેલ્લા પાંચ વર્ષમાં | 28% |
| અત્યાર સુધી વાર્ષિક | 13% |
છેલ્લા પાંચ વર્ષમાં 28% રીટન આપ્યું છે મતલબ તમે આજથી પાંચ વર્ષ પહેલા ફક્ત ₹50,000 રૂપિયાનો રોકાણ કર્યું હોત તો આજે એ ₹50,000 ના થઈ ગયા હોત ₹1,71,000
પરંતુ એ વાત પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી હોતી નથી ઓછા વધતું થતું હોય છે
એક ઉદાહરણ થી આ ફંડના ભવિષ્ય ના વળતર વિશે જાણીશું માની લો તમે આજે આ ફંડમાં ₹50000 રૂપિયાનું રોકાણ કર્યું છે ભવિષ્યમાં ફક્ત 20% રીટર્ન આપે તો તમારા ₹50000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે જુઓ કોષ્ટકમાં
| સમયગાળો | અંદાજિત વળતર |
| પાંચ વર્ષ માટે | ₹1,24,416 |
| દસ વર્ષ માટે | ₹3,09,587 |
| 15 વર્ષ માટે | ₹7,70,351 |
| 20 વર્ષ માટે | ₹19,16,880 |
| 25 વર્ષ માટે | ₹47,69,811 |
તે જ પ્રમાણે તમે મહિને ₹2,000 ની SIP 20 વર્ષ સુધી કરાવી હોય 20% રીટર્ન આપે તો કેટલા મળે ?
| રોકાણ કરેલી કુલ રકમ | ₹4,80,000 |
| કુલ અંદાજિત વ્યાજ | ₹44,72,388 |
| કુલ અંદાજિત વળતર | ₹49,52,388 |
આ છે મ્યુચ્યુઅલ ફંડ નો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો પાવર પરંતુ અહીં એક ખાસ બાબત ધ્યાન રાખવી જરૂરી છે અહીં કેલ્ક્યુલેશન ભૂતકાળના રિટર્ન ઉપર કરેલું છે એટલું જ રિટર્ન ભવિષ્યમાં પણ મળે એવી કોઈ ગેરંટી મ્યુચ્યુઅલ ફંડમાં નથી હોતી ઓછું મળી શકે વધારે પણ મળી શકે.
રિસ્ક ફેક્ટર (Risk Factor) –આ ફંડ માત્ર સરકારી કંપનીઓમાં જ રોકાણ કરતું હોવાથી, જો સરકારી સેક્ટરમાં મંદી આવે અથવા તો સરકારી નિયમો માં ફેરફાર થાય તો તમારા પોર્ટફોલિયો પર મોટી અસર પડી શકે છે. તેથી નવા રોકાણકારોએ તેમનું બધું જ રોકાણ આમાં ન કરવું જોઈએ.” કુલ રોકાણ રકમ ના 10 થી 15% કરવું જોઈએ
SBI Small Cap Fund Direct Growth Full Review 2026 | 1000ની SIP રીટર્ન 1 કરોડ
રોકાણ કરવા માટે grow App, zerodha, Angel કોઈપણ એકમાં ડિબેટ એકાઉન્ટ ઓપન કરી તમે રોકાણ કરી શકો છો ડિબેટ એકાઉન્ટ ઓપન કરવા માટે પાનકાર્ડ જરૂરી છે.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…