શેર કરો

નમસ્કાર મિત્રો આજે આપડે SBI ના એવા ફંડ વિશે વાત કરવામાં છે જેણે છેલ્લા 5 વર્ષ માં 25% રીટર્ન આપ્યું છે આપડે બધા જાણીએ છીએ આજ SBI મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરતી પેલા નંબરની કંપની બની ગઈ છે

SBI આજે 11 લાખ કરોડ રૂપિયા નું મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરે છે મતલબ SBI ના અલગ અલગ ફંડમાં લોકોએ આટલા પૈસા રોકેલા છે SBI એક સરકારી કંપની હોવાથી લોકોનો આ બેંક ઉપર ભરોસો વધારે છે

આજના મોંઘવારીના સમયમાં બચત કરવી ખૂબ જ જરૂરી છે જેથી આવનારા સમય માં બાળકોના શિક્ષણ ફી મકાનના હપ્તા કાર લોન હપ્તા અને સારું જીવન જીવવામાં તમને મદદરૂપ થશે

માટે આજે SBI ના જે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે તે રિટર્ન ની સાથે સાથે રિસ્કને પણ મેનેજ સારી રીતે કરે છે

આ ફંડ એ ભૂતકાળ માં લોકોને કેટલું રિટર્ન આપ્યું છે ?

વર્ષ સમયગાળો કેટલું રિટર્ન
છેલ્લા એક વર્ષમાં 7% રિટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 21.5 રિટર્ન
પાંચ વર્ષમાં25% રીટર્ન
અત્યાર સુધી વાર્ષિક રિટર્ન 17% રીટર્ન

અત્યાર સુધીમાં વાર્ષીક 17% રિટર્ન આપ્યું છે મતલબ તમે આજથી પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયા નો રોકાણ કર્યું હોત તો આ છે એ એક લાખ રૂપિયા ₹2,19000 રૂપિયા થઈ ગયા હોત

પરંતુ એ બાબતનું પણ ધ્યાન રાખવું મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી, ઓછા વત્તા થતું હોય છે પરંતુ ફિક્સ ડિપોઝિટ કરતા અનેક ઘણું વધારે રિટર્ન મળી શકે છે.

  • ✅આ SBI નું ફંડ છે
  • ✅SBI એ તેને 1 જાન્યુઆરી 2013 માં લોન્ચ કર્યું હતું.
  • ✅તે એક ઇક્વિટી કેટેગરી ફંડ છે.
  • ✅આ ફંડની વર્તમાન NAV ₹397 (1 યુનિટ) છે.
  • ✅તેનું AUM (ફંડનું સાઇઝ) ₹49,111 કરોડ છે.
  • ✅કટોકટીની સ્થિતિમાં તમે ગમે ત્યારે આ ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો.કોઈ લોક-ઇન પીરિયડ નથી.
  • ✅પરંતુ રોકાણ કર્યાના 30 થી 90 દિવસમાં પૈસા ઉપાડી લેશો તો 0.10% નો એક્ઝિટ લોડ ચાર્જ લાગશે.
  • ✅આ ફંડનો ખર્ચ ગુણોત્તર 0.74% છે.તમારા પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માટેનો એક નાનો ચાર્જ હોય છે
  • ✅મુખ્યત્વે રોકાણ ફાઈનાન્શિયલ્સ, એનર્જી, હેલ્થકેર સેક્ટર્સમાં. લાર્જ, મિડ અને સ્મોલ કેપનું મિશ્રણ છે.
  • ✅ફંડ મેનેજર Mr. Kesavan જેનું શિક્ષણ B.Com, MBA (Finance) and CFA
  • ✅ લોકોએ આ ફંડને ફાઇસટાર રેટિંગ આપ્યું છે

એક્ઝિટ લોડ :- તમે રોકાણ કર્યાના 30 દિવસની અંદર પૈસા ઉપાડો છો, તો 0.25% ચાર્જ લાવશે અને 30 થી 90 દિવસની અંદર 0.10% ચાર્જ લાગે છે. 90 દિવસ પછી કોઈ ચાર્જ નથી.

ટેક્સ: LTCG (Long Term Capital Gain): 1 વર્ષ પછી વેચવા પર નફા પર 12.5% ટેક્સ (પહેલા 10% હતો). તેમાં ₹1.25 લાખ સુધીનો નફો ટેક્સ ફ્રી છે.

STCG (Short Term Capital Gain): 1 વર્ષ પહેલા વેચવા પર નફા પર 20% ટેક્સ લાગશે તેને એક ઉદાહરણ થી સમજીએ.

  • કુલ નફો: ₹2,00000
  • ટેક્સનો દર: 20%
  • ગણતરી: ₹40,000 ટેકસ આપવો પડશે.

(LTCG) કેલ્ક્યુલેટર ધારો કે તમે ₹5,00,000 નું રોકાણ કર્યું અને 2 વર્ષ પછી તેની કિંમત ₹7,00,000 થઈ ગઈ.

  • રોકાણ ₹500000 લાખ નું
  • નફો ₹2,00000 લાખ રૂપિયા નો
  • ટેકસ ફ્રી ₹1.25 લાખ રૂપિયા
  • ₹75000 પર 12.5% ટેકસ લાગશે ₹9375

આ ફંડ કોના માટે છે? જે રોકાણકારો 5વર્ષ 10 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરવા માંગતા હોય અને બજારના ઉતાર-ચઢાવ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતા હોય તેમના માટે આ ફંડ ઉત્તમ છે.

આ ફંડ કુલ 94 કંપનીઓ માં રોકાણ કરે છે

  • HDFC બેંક લિ.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.
  • કોટક મહિન્દ્રા બેંક લિ.
  • ITC લિ.
  • બાયોકોન લિ.
  • ઇન્ડસ ટાવર્સ લિ.
  • ડાબર ઇન્ડિયા લિ.
  • ગેઇલ (ઇન્ડિયા) લિ.
  • ટાટા સ્ટીલ લિમિટેડ
  • ICICI બેંક લિમિટેડ
  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ

જેમ જેમ આ કંપનીઓનો ગ્રોથ આગળ વધતો રહેશે તેમ તેમ તમારા પૈસા ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે

આ ફંડ ક્યાં ક્યાં રોકાણ કરે છે ?

  • FINANCIAL – 33.5%
  • ENERGY AND UTILITIES- 17.3%
  • TECHNOLOGY – 12.4%
  • MATERIALS – 11.4%
  • HEALTHCARE – 8.4%
  • CONSUMER DISCRETIONARY – 8%
  • CONSUMER STAPLES – 7.4%• INDUSTRIAL – 4%
  • REAL ESTATE – 0.6%

કોન્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ એટલે શું ? આજે જોવા જઈએ તો મોટાભાગના લોકો જ્યારે બજાર તેજીમાં હોય ત્યારે શેર ખરીદે છે, પરંતુ Contra Fund તેનાથી ઉલટું કરે છે. તે એવી કંપનીઓ શોધે છે જે હાલમાં ‘Undervalued’ ઓછું મૂલ્ય ધરાવતું છે (જેની કિંમત ઓછી છે) અથવા જે સેક્ટર અત્યારે ફેવરમાં નથી. જ્યારે તે સેક્ટર પાછું ફોર્મમાં આવે, ત્યારે રોકાણકારોને મોટો નફો મળે છે. Contra Fund આ રિતે રોકાણ કરે અને રિટર્ન પણ વધારે આપે છે

આ ફંડનું પાયાની વિગતો જાણો

Asset class Equity ફંડ
કેટેગરી કોન્ટ્રા ફંડ
BenchmarkNIFTY 50
ફંડ મેનેજરદિનેશ બાલચંદ્રન
Risk level Very High
એક્સપેન્સ રેસીયો0.74%

રોકાણ કરવાના મુખ્ય ત્રણ ફાયદાઓ

  • ✅છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફંડે તેના બેન્ચમાર્ક કરતા ઘણું સારું વળતર આપ્યું છે. ખાસ કરીને લાંબા ગાળે (5 વર્ષ માં) 20% રીટર્ન આપ્યું છે આ ફંડ ખૂબ સારું પ્રદર્શન કરે છે.
  • ✅Direct Plan’ હોવાથી તેમાં કોઈ એજન્ટ કમિશન હોતું નથી, જેના કારણે તમારો Expense Ratio ઓછો રહે છે અને લાંબા ગાળે નફો વધારે મળે છે.
  • ✅આ ફંડ લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ એમ ત્રણેય પ્રકારની કંપનીઓમાં રોકાણ કરે છે. જેથી તમને ડાયવર્સિફિકેશન નો લાભ મળે છે.

આ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો

  • (૧) SIP જેમાં હર મહિને 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી
  • (૨) લમસમ investment જેમાં તમારે ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે મિનિમમ 5000 રૂપિયા થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી.

એક ઉદાહરણથી તમને કેટલું રિટર્ન મળી શકે તે સમજીએ આજે આપણ માં તમે ₹50000 રૂપિયાનું રોકાણ કરો અને આવનારા સમય માં 17% રીટર્ન આપે તો તમારા ₹50000 રૂપિયા કેટલું મોટું ફંડ બને તે સમજીએ

સમય ગાળો (વર્ષઅંદાજિત રિટર્નકુલ રકમ
05 વર્ષ માટે ₹59,622 ₹1,09,622
10 વર્ષ માટે ₹1,90,341 ₹2,40,341
15 વર્ષ માટે ₹4,76,936 ₹5,26,936
20 વર્ષ માટે₹11,05,280₹11,55,280
25 વર્ષ માટે₹24,82,891 ₹25,32,891
30 વર્ષ માટે ₹55,03,233₹55,53,233

તો આ છે લમસદ મ્યુચ્યુઅલ ફંડ અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર ની તાકાત એક અંદાજિત રિટર્ન છે એમાં રિટર્ન ની કોઈ ગેરંટી નથી હોતી ઓછા વત્તા થઈ શકે છે

તેજ તે જ પ્રમાણે તમે ફક્ત ₹1000 રૂપિયા 30 વર્ષ સુધી SIP કરાવ્યું હોય અને 17% વાર્ષિક વ્યાજ મળે તો તમને ટોટલ

રોકાણ કરેલી રકમ ₹3,60,000
અંદાજિત વળતર ₹81,07,536
કુલ રકમ ₹84,67,536

બાળકોના શિક્ષણ માટે SBI બેસ્ટ સ્કીમ વિશે પણ જાણો


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment