SBI ની આ સ્કીમ બાળકો ના શિક્ષણ માટે સૌથી બેસ્ટ | SBI Children’s Fund – Investment Plan

શેર કરો

SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ (SBI Magnum Children’s Benefit Fund) (હવે SBI Children’s Fund – Investment Plan તરીકે ઓળખાય છે) સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. આ ફંડ ખાસ કરીને બાળકોના ભવિષ્યના લક્ષ્યો, જેમ કે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં માં સારું એવું રિટર્ન આપ્યું છે

જો તમારું બાળક 0 થી 17 વર્ષનું હોઈ અને તમે તેના નામ પર રોકાણ કરવા માંગતા હોય તો તમારા માટે આ બેસ્ટ સ્કીમ સાબિત થઈ શકે છે કારણ કે અત્યાર સુધી માં આ સ્કીમે લાજવાબ રિટર્ન આપ્યું છે.

આ સ્કીમ વિશે આપણે આટલી બાબતો જાણીશું.

  • 1. રોકાણ કોણ કરી શકે (ઉંમર)
  • 2. રિટર્ન કેટલું આપ્યું
  • 3 કેટલા સમય સુધી પૈસા રોકવાના લોક ઈન પીરીયડ
  • 4. મીનીમમ રોકાણ મેક્સિમ રોકાણ
  • 5. જરૂરી ડોક્યુમેન્ટ
  • 6. રોકાણ કેવીરીતે કરવું
  • 7. ફંડ સાઇઝ,
  • 8 આ ફંડ કંઈ કંપનીઓ માં રોકાણ કરે છે.
  • 9 કેટલા જમાં કરવાથી કેટલા મળી શકે
  • 10 ટેકસ લાગે કે નહિ
  • 11 વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહીં

આ સ્કીમમાં મુખ્યત્વે રોકાણ કરવા માટે બે ઓપ્શન છે (૧) સેવીંગ પ્લાન આમા મોટાભાગનુ રોકાણ સેવિંગ સાધનો અથવા સરકારી બોન્ડ અથવા ફિક્સ ડિપોઝિટ માં કરવામાં આવે છે.

જો તમારે પાંચ થી છ વર્ષમાં પૈસાની જરૂરિયાત હોય તો તમે સેવિગ પ્લાન માં રોકાણ કરી શકો છો જેમાં જોખમ નહિવત હોઈ છે પરંતુ રિટર્ન પણ ઓછું મળે છે અંદાજિત 10/12 % પરંતુ ફિક્સ ડિપોઝિટ કરતા તો વધારે મળે છે.

સેવિંગ પ્લાનમાં રોકાણ કરેલા પૈસા શેર માર્કેટમાં વધારે માં વધારે 25% રોકાણ થતું હોય છે બીજા 75% શેફ જગ્યાએ રોકાણ થતા હોય છે

(૨) ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આ પ્લાનમાં 70 થી 75 ટકા રૂપિયા શેર બજારમાં પૈસા રોકાણ થતા હોય છે જેમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સનો સમાવેશ થાય છે.તેથી જોખમ પણ વધારે હોય છે માટે જો તમારે રોકાણ કરેલા પૈસા ની જરૂર 10/15 વર્ષ જરૂર નાં હોઈ તો તમે આ આ ઓપ્શન સિલેક્ટ કરી શકો લાંબા ગાળાના રોકાણ પર રિટર્ન પણ વધારે મળે છે

SBI Children’s Fund – Investment Plan અત્યાર સુધી રિટર્ન કેટલું આપ્યું ?

સમય ગાળો વળતર
છેલ્લા એક વર્ષ માં 7%
છેલ્લા પાંચ વર્ષ માં29.33%
અત્યાર સુધી વાર્ષીક34%

SBI Children’s Fund – Investment Plan વિષેશ માહિતી

  • આ ફંડ SIB એ 7 ઓક્ટોમ્બર 2020 માં લોન્ચ કર્યો હતો
  • ફંડ ની NAV (નેટ એસેટ વેલ્યુ) 47રું છે જે એક યુનિટની કિંમત હોઈ છે
  • ફંડ સાઇઝ (AUM) 5066 કરોડ છે 21 જાન્યુઆરી 26 સુધીમાં મતલબ લાખો લોકો એ આ ફંડ માં કરોડો રૂપિયા રોક્યા છે.
  • લોકોએ આ ફંડને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે
  • એક્સપેન્સ રેશિયો 0.85% છે
  • આ ફંડમાં 0 થી લઇ 17 વર્ષના બાળક ના નામે તેના માતા પિતા રોકાણ કરી શકશે.
  • આ ફંડના ફંડ મેનેજર શ્રી માલ્યા છે
  • અભ્યાસ MBA અને FRM છે.
  • અનુભવ SBI મ્યુચ્યુઅલ ફંડ પહેલા, તેમણે આદિત્ય બિરલા સન લાઇફ AMC સાથે ફંડ મેનેજર (સપ્ટેમ્બર 2009-સપ્ટેમ્બર 2014) અને ક્રેડિટ એનાલિસ્ટ (જુલાઈ 2006 – ઓગસ્ટ 2009) તરીકે કામ કર્યું છે.

વચ્ચે પૈસા ઉપડી શકાય કે નહિ કેટલો ચાર્જ લાગે ?

  • આ ફંડ માં 5 વર્ષનો લોક ઈન પીરીયડ છે અથવા બાળકના 18 વર્ષ પૂરા થશે ત્યારે ઉપાડી શકો બે માંથી ઓછું હશે તે લાગુ પડશે ,મતલબ તમે એક વખત પૈસા રોકાણ કર્યા પછી પાંચ વર્ષ સુધી ઉપાડી નહીં શકો
  • ઉદાહરણ તરીકે તમારું બાળક 17 વર્ષ નું હોઈ તો 18 માં વર્ષે પૈસા ઉપાડી શકો અથવા રોકાણ કર્યાના 5 વર્ષ પૂર્ણ થયે ઉપાડી શકો છો.
  • ફકત એવા કિસ્સા માં જેમ કે અરજદાર નુ મૃત્યુ થયું હોઈ તેવા જેન્યુઅલ કારણ માં પૈસા ઉપાડી શકશો
  • અને એટલા માટે જ આ ફંડ વધારે રિટર્ન આપે છે
  • પાંચ વર્ષ પછી પૈસા ઉપાડશો તો ચાર્જ લાગશે ?
  • લોક ઈન પીરીયડ પૂરો થયા પછી જો એક વર્ષ માં પૈસા ઉપાડી લેશો તો 3% ચાર્જ લાગશે
  • એક વર્ષ થી 2 વર્ષની અંદર પૈસા ઉપાડો તો 2% ચાર્જ લાગશે
  • બે થી ત્રણ વર્ષ પછી પૈસા ઉપાડો તો 1% ચાર્જ લાગશે
  • અને ત્રણ વર્ષ પછી પૈસા ઉપાડો તો કોઈ ચાર્જ નહિ કોઈ ચાર્જ નહિ લાગે
  • મતલબ જમાં કર્યાના કુલ 8 વર્ષ પછી.પૈસા ઉપાડશો તો કોઈ ચાર્જ નહીં લાગે.

SBI Children’s Fund – Investment Plan લાંબા ગાળાના રોકાણ પર ટેકસ કેટલો લાગશે ? જો તમે તમારા રોકાણ કરેલા યુનિટ્સ 12 મહિના (1 વર્ષ) થી વધુ સમય માટે રાખી મૂકો અને પછી વેચો, તો તેને ‘લોન્ગ ટર્મ’ ગણવામાં આવે છે.

એક ઉદાહરણથી સમજીએ:ધારો કે તમે બાળકના નામે રોકાણ કર્યું અને

  • 10 વર્ષ પછી તમને કુલ 5,00,000 નો નફો થયો.
  • 1. કુલ નફો: ₹5,00,000
  • 2. કરમુક્ત મર્યાદા: – ₹1,25,000
  • 3. ટેક્સપાત્ર રકમ: ₹3,75,000
  • 4. ભરવાપાત્ર ટેક્સ (12.5%): ₹46,875

વીડિયોમાં માહિતી માટે અહીં ક્લિક કરો

નિયમ: એક નાણાકીય વર્ષમાં જો તમારો કુલ નફો (Profit) ₹1.25 લાખ સુધી હોય, તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી (તે કરમુક્ત છે).

ટેક્સ દર: જો તમારો નફો ₹1.25 લાખથી વધે છે, તો વધારાના નફા પર 12.5% ના દરે ટેક્સ ભરવો પડે છે.

આ ફંડ દેશની નાના મોટી 40 કંપનીઓ માં રોકાણ કરે છે

  • આલ્ફાબેટ ઇન્ક ક્લાસ A
  • મુથૂટ ફાઇનાન્સ લિ.
  • હાટસુન એગ્રો પ્રોડક્ટ લિ.
  • થંગામૈલ જ્વેલરી લિ.
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
  • લે ટ્રાવેન્યુસ ટેકનોલોજી લિ.
  • પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિ.
  • એથર એનર્જી લિ.
  • એથર ઇન્ડસ્ટ્રીઝ લિ.
  • અદાણી પાવર લિ. વગેરે

જેમ જેમ કંપનીઓ નો ગ્રોથ વધતો જશે તેમતેમ તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે વધતા રહેશે કોઈપણ ફંડ માં જેટલો લાંબો સમય સુધી રોકાણ કરો એટલું જ વળતર પણ વધારે મળે કારણ કે આમા તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.

SBI બેસ્ટ લમસમ પ્લાન 2026 Sbi ના આ ફંડ એ પાંચ વર્ષ માં 25% રીટર્ન આપ્યું

એક ઉદાહરણ થી સમજીએ કે માની લો આજે તમે આ ફંડ માં ફકત 40,000 નું રોકાણ કરો અને અત્યાર સુધી વાર્ષિક રિટર્ન 34% આપ્યું છે પરંતુ એટલું નહિ ફક્ત 25% રીટર્ન આપે તો તમારા 40,000 કેટલું મોટું ફંડ બની શકે.નીચે કોષ્ટક માં જુઓ

સમય ગાળો (વર્ષઅંદાજિત વળતર કુલ અંદાજી રકમ
5 વર્ષ ₹82,070₹1,22,070
10 વર્ષ₹3,32,529₹3,72,529
15 વર્ષ₹10,96,868₹11,36,868
20 વર્ષ ₹34,29,447₹34,69,447
25 વર્ષ ₹1,05,47,912₹1,05,87,912

આ છે મ્યુચ્યુઅલ ફંડ અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર ની તાકાત પરંતુ એ પણ ધ્યાન રાખો કે મ્યુચ્યુઅલ ફંડ માં રિટર્ન ની કોઈ ગેરંટી નથી હોતી ઓછા વત્તા થાય છે….પરંતુ FD કરતા અનેક ગણું વળતર મળી શકે છે.

તેજ પ્રમાણે તમે લમસમ ની જગ્યા એ હર મહિને ફક્ત 500ની SIP 25 વર્ષ કરો તો તમને કેટલા મળી શકે કોષ્ટક માં જુઓ

SBI BEST MUTUAL FUND 2026 વિશે જાણો

રોકાણ કરેલ રકમ₹1,50,000
અંદાજિત વળતર ₹70,06,572
કુલ રકમ₹71,56,572

આ ફંડ માં બે રીતે રોકાણ કરી શકો છો (૧) SIP જેમાં તમારે હર મહિને પૈસા જમાં કરવાના રહેશે મીનીમમ 500 થી શરૂઆત કરી શકો મેક્સિમમ કોઈ લિમિટ નથી

(૨) LUMPSUM INVESTMENT જેમાં ફક્ત એક જ વખત રોકાણ કરવાનું હોય છે મિનિમમ 5000 થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી

જરૂરી ડોક્યુમેન્ટ ?

  • 1. બાળકના દસ્તાવેજો:જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate): બાળકની ઉંમર અને તમારા સંબંધની સાબિતી માટે અનિવાર્ય છે.
  • આધાર કાર્ડ: જો ઉપલબ્ધ હોય તો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.
  • 2. વાલી (માતા કે પિતા) ના દસ્તાવેજો:(૧)PAN કાર્ડ: આ સૌથી મહત્વનું છે, તેના વગર રોકાણ શક્ય નથી (૨)આધાર કાર્ડ

રોકાણ કરવા માટે બે વિકલ્પ

(૧) નજીક માં SBI BANK જઈ ને કરાવી શકો અને (૨) SBI FM APP પર જઈ ને ઓનલાઇન પણ કરી શકો

રોકાણ કરવાની મુખ્ય રીતો

તમે આ ફંડમાં મુખ્યત્વે બે રીતે ઓનલાઇન રોકાણ કરી શકો છો:

৭. SBI Mutual Fund એપ દ્વારા:

વેબસાઇટ: www.sbimf.com પર જાઓ.

YONO SBI એપ: જો તમે SBI ના ગ્રાહક હોવ, તો YONO એપમાં ‘Investments’ સેક્શનમાં જઈને સીધું રોકાણ કરી શકો છો.

SBI MF Investap: પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરીને પણ રોકાણ શરૂ કરી શકાય છે.

૨. થર્ડ પાર્ટી મ્યુચ્યુઅલ ફંડ એપ્સ દ્વારા:

Groww, Zerodha Coin, IndMoney, Paytm Money જેવી એપ્સ દ્વારા તમે ‘Direct Growth’ ઓપ્શન પસંદ કરી શકો છો.

Disclaimer :- અહી આપેલ માહિતી ફક્ત નોલેજ પર્પસથી બતાવવામાં આવ્યું છે તમને રોકાણ કરવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી માટે તમારે રોકાણ કરવું હોય તો તમારા રિસ્ક ઉપર તમે કરી શકો છો.


શેર કરો

Leave a Comment