RPLI(ગ્રામ સંતોષ) સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વીમા સાથે બચત કરો Rural Postal Life Insurance(2026 અપડેટ)

શેર કરો

આજે આપડે વાત કરીશું RPLI એટલે ગ્રામીણ પોસ્ટલ જીવન વીમા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું વિશે જેનું ફુલ ફોર્મ (Rural Postal Life Insurance) થાય છે.

RPLI ની શરૂવાત 1995 માં થઈ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડા માં વસતા લોકો,ખાસ કરીને નબળા વર્ગો અને મહિલાઓને વીમા સુરક્ષા મળી રહે તે છે.

આ વિડિયોમાં શું જાણવા મળશે ?

  • ગ્રામ સંતોષ યોજના શું છે?
  • મની બેક (Survival Benefit) ક્યારે અને કેટલું મળે ?કોણ આ પોલિસી લઈ શકે ?
  • (પાત્રતા)ઉંમર મર્યાદા અને વીમાની રકમ.મૃત્યુ લાભ (Death Benefit)
  • બોનસની ગણતરી
  • પોલિસી વચ્ચે બંધ કરવી હોઈ તો સુવિધા.
  • લોન મળે જે નહિ ?
  • તમારી ઉમર પ્રમાણે પ્રીમિયમ ની ગણતરી

Rural Postal Life Insurance મુખ્ય વિશેષતાઓ ?

  • આમાં ખાનગી વીમા કંપનીઓ કરતા પ્રીમિયમ ઓછું હોય છે
  • દર વર્ષે મળતું બોનસ ઘણું વધારે હોય છે.
  • આ ભારત સરકારની યોજના હોવાથી તેમાં રોકાણ 100% સુરક્ષિત છે.
  • માટે પૈસા ગુમાવવાનો કોઈ ડર રહેતો નથી
  • ખાનગી કંપનીઓ માં પોલિસી લીધા પછી ક્યારે વીમા રકમ આપવાની હોઈ ત્યારે ઘણા બહાના કરી રકમ નથી આપતા તેવું આમા નથી થતું
  • પોલિસી ના ત્રણ વર્ષ પછી જો તમારે લોન ની જરૂર પડી હોય તો લોન પણ લઈ શકો છો
  • કલમ 80C હેઠળ પ્રીમિયમની રકમ પર ટેક્સમાં છૂટછાટ મળે છે.

કોણ લઈ શકે આ યોજનાનો લાભ RPLI eligibility

  • આ યોજના ફક્ત ગ્રામીણ વિસ્તાર માં વસતા તમામ સ્ત્રી પુરુષો લઈ શકે છે
  • યોજના નો લાભ લેવા માટે તમારી ઉંમર 19 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • વીમો ઓછામાં ઓછો 10,000 અને વધારા મા વધારે 10 લાખ સુધીનો લઈ શકો છો.
  • તામારા ઘરમાં ચાર સભ્ય હોઈ તો દરેક 10/10 લાખની પોલિસી લઈ શકે છે પરંતુ કોઈ એક વ્યક્તિ મેક્સિમમ 10 લાખની લઈ શકે
  • ભારત ના જ લોકો વિદેશ માં વસતા હોઈ તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

Rural Postal Life Insurance ની મુખ્ય છ પ્રકારની યોજનાઓ છે.

  • ગ્રામ સંતોષ (Endowment Assurance)એક નક્કી કરેલી ઉંમર (દા.ત. 35, 40, 45, 50, 58, 60) પછી રકમ મળે છે.
  • ગ્રામ સુરક્ષા (Whole Life Assurance) 80 વર્ષ ની ઉંમરે અથવા મૃત્યુ પછી પૈસા મળે
  • ગ્રામ સુવિધા (Convertible Whole Life Assurance) 5 વર્ષ પછી તમે આને એન્ડોવમેન્ટ પોલિસીમાં ફેરવી શકો છો.
  • ગ્રામ સુમંગલ (Anticipated Endowment Assurance – Money Back)આ એક મની બેક પોલિસી છે. સમય અંતરે વળતર મળે છે.
  • ગ્રામ પ્રિયા (10 Year RPLI)બાલ જીવન વીમો (Children Policy) બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે.
  • યુગલ સુરક્ષા Joint Life): એક જ પોલિસીમાં પતિ અને પત્ની બંનેનો વીમો લઈ શકશો.

જેમાંથી પહેલા નંબર ની યોજના ગ્રામ સંતોષ વધારે પોપ્યુલર છે તેના વિશે માહિતી મેળવીશું.

  • ગ્રામ સંતોષ પોલીસી એક એવી પોલિસી છે જેમાં તમને વીમો અને બચત બંને સુવિધા મળી રહેશે
  • ગ્રામ સંતોષ વીમા માં પર 1000 દીઠ 48₹ બોનસ મળે છે જે વાર્ષીક મળે છે
  • માની લો તમે 5 લાખ નો વીમો લીધો છે તો વાર્ષીક ₹24000 જમાં થશે, જે તમને મુદત પૂરી થયે અથવા પોલિસી ધારક નું વચ્ચે મૃત્યું થયું હોઈ તો તેના વારસદાર ને મળે છે.
  • તમારા વીમા પોલિસી ની મુદત પૂરી થઈ જાય ત્યારે વીમા રકમ જે નક્કી કરી હોઈ તે અને બોનસ બંને એક સાથે મળે છે

એક ઉદાહરણ થી પૂરા પ્લાન ને સમજીએ

  • માની લો તમારી ઉંમર 25 વર્ષની છે
  • 5 લાખનો વીમો લેવા માંગો છો
  • વીમા પોલિસી મુદત 20 વર્ષ માટે લેવા માંગો છે
  • મતલબ તમારી ઉંમર 45 ની થશે ત્યારે પાકતી મુદત થશે
  • તો તમારે 20 વર્ષ સુધી પૈસા ભરવા પડશે
  • વાર્ષીક કેટલા પૈસા ભરવા પડશે ?

મૂળભૂત વિગતો વિગતો કોષ્ટકમાં જુઓ

પ્રવેશ ઉંમર 25
પરિપક્વતા ઉંમર46
પોલિસી મુદત20 વર્ષ
વીમા રકમ5,00000
પોલિસી પરિપક્વતા તારીખ01/01/2047

કેટલું પ્રીમિયમ કેટલા હપ્તા આવશે ?

કુલ હપ્તા 250
સમય₹1,955/- મહિને
કુલ રકમ ₹4,88,750

માટે મહિને પૈસા ભરશો તો ₹1955 મહિને હપ્તો આવશે જે 20 વર્ષ સુધી ભરવાના રહેશે 1955*250= ₹4,88,750 રું ટોટલ ભરવાના રહેશે

જો તમે આ રકમ દર છ મહિને ભરો તો તમને ફાયદો થશે

ટોટલ હપ્તા 41
છ મહિને ભરવાની રકમ₹11455
કુલ રકમ ₹4,69,655/-

જો તમે આ રકમ દર વર્ષ અગાઉ ભરો તો તમને વધારે ફાયદો થશે

ટોટલ હપ્તા 20
વાર્ષીક ભરવાની રકમ₹22,435/-
કુલ રકમ ₹4,48,700/-

બોનસ 20 વર્ષ માં કુલ કેટલું મળશે ?

હાલ પર 1000 દીઠ ₹48 વાર્ષીક બોનસ મળે છે
48*500=24000
₹24000 વાર્ષીક બોનસ
24000*20 વર્ષ ₹4,80,000
ટર્મિનલ બોનસ (@20 પ્રતિ 10000/- વીમા રકમ. મહત્તમ ₹1000/-)₹4,81,000 ટોટલ બોનસ

માટે અહી 20 વર્ષ ની પોલિસી લીધેલ છે તો 20 વર્ષ પોલિસી મુદત પૂરી થયા પછી તમને ટોટલ કેટલી રકમ મળશે ?

કુલ બોનસ ₹4.81,000
વીમા રકમ ₹5,00000 લાખ
કુલ માળવા પાત્ર રકમ ₹9,81,000

તમારી ઉંમર પ્રમાણે પ્રીમિયમ કેટલો આવશે એના માટે અહીં ક્લિક કરો

પરંતુ ચાલુ પોલિસી દરમિયાન પોલિસી ધારક નું કોઈપણ કારણોસર મત્યુ થયું હોઈ તો શું લાભ મળશે ?

સૌપ્રથમ તમે જેટલા નો વીમો લીધો હોય એ વીમા રકમ મળશે સાથે સાથે જેટલા વર્ષ પોલીસી ચાલુ રહી હોય એટલા વર્ષનું બોનસ તેના વારસદાર ને મળવા પાત્ર રહેશે

એક ઉદાહરણ થી સમજીએ માનિલો પોલિસી ધારક નું પોલિસી ના 10 માં વર્ષે મૃત્યું થયું હોઈ આપડે 5 લાખનો વીમો લીધો છે માટે

  • એક વર્ષનું બોનસ 24000 મળે છે
  • તો 10 વર્ષનું બોનસ ₹2,40,000 મળશે
  • વીમા રકમ 5 લાખ મળશે કારણ કે 5 લાખ વીમો લીધો છે
  • ટોટલ રકમ ₹7,40,000 મળવા પાત્ર રહેશે.

આ પ્રમાણે પોલિસી ધારક નું મૃત્યુ 12/15/17 વર્ષે થયું તો આ રીતે ગણતરી કરી શકો છો, મૃત્યુના કિસ્સામાં પરિવારને આગળના કોઈ પ્રીમિયમ ભરવા પડતા નથી અને તરત જ ક્લેમ ની પ્રક્રિયા કરી શકાય છે.

શરત: પોલિસી ચાલુ (Active) હોવી જોઈએ અને બધા જ પ્રીમિયમ સમયસર ભરાયેલા હોવા જોઈએ.

વચ્ચે પોલિસી બંધ કરવી હોઈ તો ? તમને જણાવી દઇએ પોલિસી સરું થયા ના ત્રણ વર્ષ સુધી પોલિસી બંધ નહિ કરી શકો જો તેમ કરશો તો તમને એક પણ રૂપિયો મળશે નહિ.

જો તમે ત્રણ વર્ષ પછી પોલીસી બંધ કરશો તો તમને બોનસ નહિ મળે જે વાર્ષીક પર ₹1000 દીઠ ₹48 મળે તે ફક્ત મૂળ જમાં અમુક ટકા રકમ જ પાછી મળે છે.

જો તમે પાંચ વર્ષ પછી ગમે ત્યારે પોલિસી બંધ કરશો તો જમાં રકમ ની સાથે સાથે બોનસ પણ મળશે. 3 વર્ષ પછી તમે પોલિસી પર લોન લઈ શકો છો. આ રીતે તમારી પોલિસી પણ ચાલુ રહેશે અને તમને પૈસા પણ મળી જશે.

પોલિસી લેવા માટે ક્યાં જવું ? નજીકની પોસ્ટ ઓફિસ, ગ્રામીણ ડાક સેવક અથવા ટપાલી, ડાયરેક્ટ એજન્ટ, અથવા ઇન્ડિયા પોસ્ટ ના ઑનલાઇન પોર્ટલ પર થી લઈ શકો છો.

ડોક્યુમેન્ટ શું શું જોશે સાથે કયા દસ્તાવેજો લઈ જવા?

  • આધાર કાર્ડ અને
  • પાન કાર્ડ.
  • જન્મ તારીખનો પુરાવો (સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર).
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, લાઈટ બિલ અથવા સરપંચનો દાખલો –
  • બે પાસપોર્ટ સાઈઝના ફોટા.
  • વારસદાર તરીકે તમે તમારા પરિવાર માંથી કુલ ત્રણ સભ્ય ના નામ રાખી શકો છો

RPLI વિશે વધુ માહીતી માટે પોસ્ટ ઓફિસ ની વેબસાઇટ ની મુલાકાત લો

જો તમારી ઉંમર પ્રમાણે 5 લાખનો વીમો 20 વર્ષ માટે વીમો લો છો તો કેટલું વાર્ષીક પ્રીમિયમ આવશે તે જુઓ

વર્ષવાર્ષીક રકમ
30 વર્ષ₹22,740/-
35 વર્ષ₹23,085/-
40 વર્ષ₹25,375/- તમારા 60 વર્ષ સુધી ભરવાના
45 વર્ષ₹35,410/- 60 વર્ષ સુધી
50 વર્ષ₹60,120/- 60 વર્ષ સુધી

Disclaimer :- આ માહિતી આપના સામાન્ય જ્ઞાન અને માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવી છે. રોકાણ કરતા પહેલા પોસ્ટ ઓફિસ ની મુલાકાત લેવી કારણ કે સરકારી યોજનાઓ માં સમયે નિયમો બદલાતા રહેતા હોઈ છે

Tags & Keywords:

#GramSantosh #RPLI #PostOfficeInsurance #MoneyBackPolicy #RuralPostalLife Insurance #GraminBima #InvestmentTips #GujaratGovernmentSchemes #PostOfficeSavings #GramSantoshGujarati Post Office RPLI details in Gujarati ,RPLI ના ફાયદા, How to buy RPLI policy,


શેર કરો

Leave a Comment