
Last Update 1 April 2026પોસ્ટ ઓફિસની તમામ સ્કીમોનો વ્યાજદર વિશે સરકારે જાહેરાત કરી દીધી છે આજે આપડે પોસ્ટ ઓફિસની તમામ સ્કીમોના વ્યાજ દર વિશે જાણીશું આ વ્યાજદર 1 એપ્રિલ 2026 થી ત્રણ મહિના (30 જૂન) સુધી લાગુ થશે.
1 એપ્રિલ થી જૂન 2026 સુધીમાં તમે પોસ્ટ ઓફિસની કોઈપણ સ્કીમ માં ખાતું ખોલાવો અથવા તો પૈસા નું રોકાણ કરો તો આ પ્રમાણે વ્યાજદર મળશે જેમ કે
- ✅RD સ્કીમ (રિકરિંગ ડિપોઝિટ યોજના)
- ✅FD સ્કીમ (ફીક્સ ડિપોઝિટ)
- ✅MIS સ્કીમ (મંથલી ઈન્કોમ સ્કીમ)
- ✅TD સ્કીમ (ટાઇમ ડિપોઝિટ યોજના)
- ✅NSC સ્કીમ (નેશનલ સેવીંગ સર્ટિફિકેટ યોજના)
- ✅KVP યોજના (કિસાન વિકાસ પત્ર)
- ✅SCSS સ્કીમ (સિનિયર સિટીઝન સેવિંગ્સ યોજના)
- ✅સેવિંગ ખાતું
- ✅SSY યોજના (સુકન્યા સમૃદ્ધિ, યોજના)
- ✅PPF સ્કીમ વગેરે વિશે (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)
કઈ સ્કીમમાં કેટલું વ્યાજદર મળશે ? આ માહિતી PO ની વેબસાઇટ પરથી લીધેલ છે.
| RD સ્કીમ | 6.7% |
| TD 1 વર્ષ | 6.9% |
| TD 2 વર્ષ | 7.0% |
| TD 3 વર્ષ | 7.1% |
| TD 5 વર્ષ | 7.5% |
| MIS | 7.4% |
| FD ફિક્સ ડિપોઝિટ 5 વર્ષ | 7.5% |
| સેવિંગ એકાઉન્ટ | 4.0% |
| NSC | 7.7% |
| KVP (ડબલ પૈસા 9.7 વર્ષ) | 7.5% |
| SSY | 8.2% |
| SCSS | 8.2% |
| PPF | 7.1% |
RD સ્કીમ માં વ્યાજદર 6.7% વાર્ષીક મળશે તેનું ઊદાહરણ જોઇએ મહિને ₹1000 રોકાણ કરો તો પાંચ વર્ષ પછી કેટલા મળશે ?
| મહીને રોકાણ | ₹1000 |
| 5 વર્ષ કુલ જમા રકમ | ₹60,000 |
| વ્યાજ 6.7% લેખે | ₹11,365 |
| 5 વર્ષે મળવા પાત્ર કુલ રકમ | ₹71,365 |
સેવિગ એકાઉન્ટમાં વાર્ષિક 4% મળે છે મતલબ એક લાખનું રોકાણ કર્યું હોય તો વર્ષમાં એક લાખ ₹4000 મળશે.
ફિક્સ ડિપોઝિટ માં તમને ચાર ઓપ્શન મળશે.
- એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 6.9% વાર્ષીક
- બે વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 7.0% વાર્ષીક વ્યાજદર
- ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 7.1% વાર્ષીક વ્યાજદર
- પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ 7.5% વાર્ષીક વ્યાજદર
એક વર્ષ માટે તમે એક લાખ રૂપિયા નું રોકાણ કર્યું તો કેટલા મળશે જુઓ કોષ્ટક માં
| એક વર્ષ માટે FD | ₹1,00,000 |
| એક વર્ષનું વ્યાજ | ₹7080 |
| એક વર્ષ પછી ટોટલ | ₹1,07080 મળશે |
બે વર્ષ માટે ₹1,00,000 FD પર 7% લેખે કેટલા મળશે ?
| રોકાણ રકમ | ₹1,00,000 |
| બે વર્ષનું કુલ વ્યાજ | ₹14,371 |
| કુલ રકમ | ₹1,14371 |
ત્રણ વર્ષ માટે ₹1,00,000 FD 7.1% લેખે કેટલા મળશે ?
| જમા રકમ | ₹1,00,000 |
| ત્રણ વર્ષનું કુલ વ્યાજ | ₹21873 |
| કુલ રકમ | ₹1,21,873 |
પાંચ વર્ષ માટે FD ₹1,00000 7.5% લેખે કેટલા મળશે ?
| જમા રકમ | ₹1,00000 |
| કુલ વ્યાજ | ₹38567 |
| કુલ રકમ | ₹1,38,567 |
SCSS (સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ) 8.2% વ્યાજ ₹1,00000 લાખ 5 વર્ષ માટે રોકાણ કરો તો કુલ કેટલા મળશે ?
જાણો સુકન્યા સમૃધ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી
આ સ્કીમ માં ફક્ત 60 વર્ષ અથવા તો એનાથી ઉપર ના વ્યક્તિ રોકાણ કરી શકશે આમાં તમને દર ત્રણ મહિને વ્યાજ મળશે દાખલા તરીકે એક લાખ રૂપિયા રોક્યા હોય તો ₹2050 રૂપિયા વ્યાજ મળશે દર ત્રણ મહિને.
KVP કિસાન વિકાસ પત્ર 7.5% વાર્ષીક વ્યાજ કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકશે આ એક ડબલ પૈસા વાળી સ્કીમ છે જેમાં તમારે 9 વર્ષ અને 7 મહીના સુધી પૈસા રોકવાના હોઈ છે
NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) Fd સ્કીમ 7.7% વાર્ષીક વ્યાજ જો તમારે પાંચ વર્ષ માટે પૈસા રોકાણ કરવા હોય તો આમા રોકાણ કરી શકો, ₹1 લાખ નું રોકાણ કરો તો પાંચ વર્ષ પછી 7.7% લેખે કેટલા મળશે ? દરેક વ્યક્તિ રોકાણ કરી શકશે.
| જમા રકમ | ₹100000 |
| વ્યાજદર | ₹44903 |
| કુલ મળવા પાત્ર રકમ | ₹1,44,903 |
સેવિંગ એકાઉન્ટ માં વાર્ષીક 4% વ્યાજ મળશે
| જમા રકમ | ₹100000 |
| વાર્ષીક વ્યાજ | ₹4000 |
| કુલ રકમ | ₹1,04000 |
SSY ( સુકન્યા સમૃદ્ધિ યોજના) 8.2% વાર્ષીક વ્યાજદર 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોઈ છે મીનીમમ ₹250 થી સરું કરી શકો વધારે માં વધારે દોઢ લાખ વાર્ષીક ભરી શકો માની લો તમે આ સ્કીમ માં મહિને 2 હજાર નું રોકાણ કરો છો તો કેટલા મળશે
| 15 વર્ષ ની જમા રકમ | ₹3,60,000 |
| વ્યાજદર 21 વર્ષે | ₹7,49,206 |
| 21 વર્ષ મળવા પાત્ર કુલ રકમ | ₹11,09207 |
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોંઘ આ યોજનામાં ફક્ત 0 થી 10 વર્ષની દીકરીઓ રોકાણ કરી શકશે એક કુટુંબ દીઠ 2 દીકરીઓ લાભ લઈ શકશે
PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) ફંડ માં તમારે 15 વર્ષ સુધી પૈસા જમા રાખવા પડે 7.1% વ્યાજ મળે છે દા,ત તમે મહીને ₹2000 15 વર્ષ સુધી રોકાણ કરો પાકતી મુદતે કેટલા મળે ?
| 15 વર્ષ માં જમા રકમ | ₹3,60000 |
| 15 વર્ષે વ્યાજ રકમ | ₹2,71000 |
| 15 વર્ષે મળવા પાત્ર રકમ | ₹6,31000 |
પોસ્ટ ઓફિસની સૌથી બેસ્ટ સ્કીમ ગ્રામ સંતોષ યોજના વાંચવાં માટે અહી ક્લિક કરો
નોંધ “આ દરો નાણાં મંત્રાલય (Ministry of Finance) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર દરો છે.”

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…