
નમસ્કાર મિત્રો આજે આપડે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેને દેશનો નંબર વન મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખવામાં આવે છે છેલ્લા 12 વર્ષ થી તેનું રિટર્ન પરફોર્મ્સ લાજવાબ છે દેશની કંપનીઓની સાથે વિદેશી કંપનીઓમાં પણ રોકાણ કરે છે અને એટલા જ માટે આટલું રિટર્ન આપી શકે છે
આ ફંડ એ ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું ?
| વર્ષ (સમય ગાળો) | રિટર્ન |
| છેલ્લા 1 વર્ષ માં | 8% |
| છેલ્લા 3 વર્ષ માં | 23% |
| છેલ્લા 5 વર્ષ માં | 21% |
| અત્યાર સુધી વાર્ષિક | 19.5% |
આ ફંડએ અત્યાર સુધી વાર્ષીક રિટર્ન 19.5 આપ્યું છે મતલબ આજથી 5 વર્ષ પહેલા તમે આ ફંડ માં 1 લાખ રોક્યા હોત તો આજે તે લાખ રૂપિયા 2,43,000 રું થઈ ગયા હોત
પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રીટર્ન ફિક્સ નથી હોતું ઓછાવત્તા પ્રમાણમાં મળે છે
ફંડ નામ શું છે ? Parag Parikh Flexi Cap Fund Direct Growth
- આ ફંડ 24 મે 2013 માં લોન્ચ થયો હતો
- તેની NAV 95 રું છે જે એક યુનિટની કિંમત છે
- ફંડ સાઇઝ (AUM) 1,29,799 Cr છે મતલબ કરોડો લોકો એ આ ફંડ માં રોકાણ કર્યું છે એટલે જ આ ફંડ ભારતનો નંબર વન માનવામાં આવે છે.
- લોકોએ આ ફંડ ને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે
- એક્સપેન્સ રેશિયો (ખર્ચ) 0.63% આ હંમેશા ઓછો જ હોવો જોઈએ
- આ ફંડની એક સારી ખાસિયત એ છે કે એડ કરેલી કોઈ કંપની સારું પ્રદર્શન ન કરતી હોઈ તો તેને કાઢી અને બીજી એડ કરે છે જેથી ફંડનું લગાતાર પ્રદર્શન સારું છે
- આ ફંડ 75% ઈક્વિટી માં રોકાણ કરે છે
- આ ફંડ નું 83% રોકાણ દુનિયાની મોટી કંપની જાયન્ટ માં રોકાણ કરે છે જે અમેરિકન કંપની છે
- બીજી વિદેશી કંપનીઓ આલ્ફાબેટ/ગુગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન) પણ રોકાણ ધરાવે છે.
- રોકાણ કર્યા ના 1 વર્ષની અંદર પૈસા ઉપાડો તો 2% ચાર્જ લાગશે
- બે વર્ષની અંદર ઉપાડો તો 1% ચાર્જ લાગશે
- બે પછી પૈસા ઉપાડો તો કોઈ ચાર્જ નહિ..
- આ ફંડ સારું રિટર્ન આપે તો તેના નિયમો પણ અનુસરવા જરૂરી છે
- લાંબા ગાળાના મૂડી રોકાણમાં એક વર્ષ પછી ₹1.25 લાખ સુધીનો લાભ કરમુક્ત છે,ત્યાર બાદ (LTCG): ટેકસ 12.5% લાગશે
કુલ 200+ કંપનીઓમાં રોકાણ કરે છે
- HDFC બેંક લિ
- પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.
- બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિ.
- કોલ ઈન્ડિયા લિ.
- ITC લિ.
- ICICI બેંક લિ
- કોટક મહિન્દ્રા બેંક લિ.
- આલ્ફાબેટ ઇન્ક.
- મારુતિ સુઝુકી ઈન્ડિયા લ
- ભારતી એરટેલ લિ.
- કોલ ઈન્ડિયા
- ભારતી એરટેલ
- એમેઝોન
જેમ જેમ આ કંપનીઓનો ગ્રોથ આગળ વધતો રહેશે તમારા પૈસા ચક્રવર્તી વ્યાજ સાથે વધતા રહેશે
આ ફંડ માં બે રીતે રોકાણ કરી શકો (1) SIP જેમાં તમે દર મહિને 1000રું થી શરૂવાત કરી શકો મેક્સિમમ કોઈ નથી
(2) Lumsum SIP જેમાં તમારે ફક્ત એકજ વાર પૈસાનું રોકાણ કરવાનો હોય છે મિનિમમ 1000 થી શરૂઆત કરી શકો મેક્સિમમ કોઈ લિમિટ નથી
આજ આ ફંડ માં તમે 50,000 નું રોકાણ કરો અને ભવિષ્ય માં 19.5% રીટર્ન મળે જે અત્યાર સુધી વાર્ષિક રિટર્ન આપ્યું છે તો તમારા 50,000 કેટલું મોટું ફંડ બની શકે ? એક ઉદાહરણ થી સમજીએ.
| વર્ષ | અંદાજિત રિટર્ન | કુલ રકમ |
| 5 વર્ષ | ₹71,846 | ₹1,21,846 |
| 10 વર્ષ | ₹2,46,927 | ₹2,96,927 |
| 15 વર્ષ | ₹6,73,583 | ₹7,23,583 |
| 20 વર્ષ | ₹17,13,308 | 17,63,308 |
| 25 વર્ષ | ₹42,47,023 | ₹42,97,023 |
તો આ છે મ્યુચ્યુઅલ ફંડ અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર ની તાકાત .. પરંતુ અહીં કોઈપણ ફંડમાં રિટર્ન કોઈ ફિક્સ નથી હોતું ઓછા વત્તા થતું હોય છે
રોકાણ કેવીરીતે કરવું ? રોકાણ કરવા માટે તમે ઝીરોધા ગ્રો એપ્લિકેશન એન્જલ કોઈ પણ એકમાં તમે ડિબેટ એકાઉન્ટ ઓપન કરાવી લો અને ત્યારબાદ તમે કોઈપણ ફંડમાં રોકાણ કરી શકશો.
DISCLAIMER અહી આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે છે. બતાવેલ રોકાણ ઉદાહરણો ઉદાહરણરૂપ છે અને ગેરંટીકૃત વળતર અથવા નાણાકીય સલાહ નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. આ વિડિઓ ઝડપથી ધનવાન બનવાની યોજનાઓ અથવા ખાતરીપૂર્વકના નફાને પ્રોત્સાહન આપતો નથી.હું સેબીનો રજિસ્ટર્ડ સલાહકાર નથી આભાર.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…