પોસ્ટ ઓફિસમાં સૌથી વધારે વ્યાજદર આપનારી સ્કીમ (National Savings Certificate) સંપૂર્ણ માહિતી

શેર કરો

તમે જો તમારા પૈસા ને સારી સારી જગ્યાએ રોકાણ કરવા માગતા સેફ રાખવા માગતા હોય તો એક જ ઓપ્શન છે એટલે કે પોસ્ટ ઓફિસ આજે આપડે પોસ્ટ ઓફિસ ની એક એવી સ્કીમ વિશે વાત કરીશું જેમાં તમને સુરક્ષા ની સાથે વ્યાજદર પણ વધારે મળશે

પોસ્ટ ઓફિસની એવી યોજના જેનું નામ છે NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ) આ યોજના માં તમે મિનિમમ ₹1,000 થી શરૂઆત કરી શકો છો આ યોજનામાં તમને 7.7% વાર્ષિક વ્યાજ દર મળે છે સાથે સાથે ચક્રવર્તી વ્યાજ પણ મળે છે

આ યોજનામાં તમને ગેરંટેડ વળતર મળે છે મતલબ કે તમને શરૂઆતમાં જે રકમ કહેવામાં આવી હોય એટલી જ રકમ તમને પાકતી મુદતે મળશે માર્કેટ ગમે તે દિશા માં જાય પરંતુ તમને ફિક્સ અમાઉન્ટ મળે છે

પોસ્ટ ઓફિસમાં પૈસા ગુમાવવાનો કોઈ પણ ભય રહેતો નથી અને એટલે જ લોકો આ યોજનામાં પૈસા વધારે રોકે છે

કેટલા વર્ષ પૈસા રોકાણ કરવાના ?

આ યોજનામાં તમારે એક જ વખત પૈસા રોકવાના છે મિનિમમ ₹1,000 થી લઈ અને મેક્સિમમ કોઈ લિમિટ નથી તમે જેટલા ઈચ્છો એટલા પૈસા તમે રોકાણ કરી શકો છો આ યોજનામાં તમારે પાંચ વર્ષ માટે ફિક્સ પૈસા રોકવા પડે છે વચ્ચે પૈસા ઉપાડવા હોય તો તમે ઉપાડી નહીં શકો

  • વચ્ચે પૈસા ઉપાડી શકાય કે કેમ ?

એમાં તમે વચ્ચે પૈસા ઉપાડી નથી શકતા પરંતુ ફક્ત બે એવા સમયમાં પૈસા ઉપાડી શકો છો એક તો અરજદારનું મૃત્યુ થયું હોય તેના વારસદાર ને પૈસા મળી શકે, બીજું કોર્ટનો આદેશ હોય તો પૈસા મળી શકે.

સંયુક્ત ખાતુ કેટલા લોકો ખોલાવી શકે ?

એનએસસી સ્કીમમાં વધારે વધારે ત્રણ વ્યક્તિઓ સંયુક્ત ખાતુ ખોલાવી શકે દાખલા તરીકે તમે પતિ પત્ની અને દસ વર્ષનું બાળક હોય ત્રણેય સંયુક્તમાં ખાતું ખોલાવી શકો

વ્યાજ દર કેટલું મળે ?

આ સ્કીમમાં તમને વાર્ષિક 7.7% વ્યાજ દર મળશે પરંતુ સાથે સાથે એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પણ તમને મળે છે આ પૈસા દર વર્ષે જમા થાય પરંતુ તમે પાંચ વર્ષ પછી જ વ્યાજ સહિત રકમ ઉપાડી શકશો.

કેટલા પૈસા જમા કરાવો તો કેટલા મળે ?

મૂળ રકમવ્યાજદર વ્યાજ રકમકુલ રકમ 5 વર્ષ પછી
50,0007.72245272452 રું
1,00,0007.744903144903 રુ
2,00,0007.789806289806 રુ
3,00,0007.7134710434710 રું
4,00,0007.7179613579613 રું
5,00,0007.7224517724517 રું

આ માહિતી પોસ્ટ ઓફિસ ની એપ્લિકેશન po interest calculator માંથી લેવામાં આવી છે.

આ યોજનામાં કોઈ પણ પ્રાઇવેટ બેંક તથા તમને વધારે વ્યાજ દર મળે છે અને સુરક્ષાની ગેરંટી પણ મળે છે ને એટલા જ માટે NSC સ્કીમ લોકોની માનીતી સ્કીમ છે હાલ કોઈપણ પ્રાઇવેટ બેંકની અંદર સાત પસંદથી લઈ અને 7.5% વ્યાજ દર તમને મળે છે.

NSC માં ખાતું ખોલવા માટે તમારે કોઈપણ નજીક પોસ્ટ ઓફિસ માં જઇ તમે ત્યાં આધારકાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા લઈને ખાતું ખોલાવી શકશો


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment