LIC નો નવો ઇન્સ્યોરન્સ પ્લાન વીમા કવચ પ્લાન નંબર 887 (45 માં 2 કરોડનો વીમો)

શેર કરો

LIC નવો ઇન્સ્યોરન્સ લોન્ચ કર્યો છે જેનું નામ છે વીમા કવચ પ્લાન નંબર 887 3 ડિસેમ્બર 2025 ના રોજ લોન્ચ થયો છે આ પોલીસીનો મુખ્ય હેતુ છે આપણા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી કરવા માટે ભવિષ્ય મા ઘરના જવાબદાર વ્યકતિ ને કઈ થઈ જાય તો તેના પરિવાર ને 2 કરોડ જેટલી રકમ મળે છે.

આ વીમા પોલિસી એવા લોકો માટે છે કે જે ઓછું પ્રીમિયમ ભરી અને વધારે વીમા કવચ લેવા માગતા હોય

આ પ્લાન લેવા માટે શું માપદંડ છે ?

  • ઉંમર 18 થી 65 ની વચ્ચે હોવી જોઈએ
  • ન્યૂનતમ વીમા રકમ = 2 કરોડ
  • મેક્સિમમ વીમા રકમ = નો લિમિટ
  • પ્રીમિયમ ચુકવણી વિકલ્પો (ત્રણ પ્રકાર)
  • (૧) Regular Premium Payment જયા સુધી વીમો ચાલુ ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું
  • (૨) એકજ વાર પ્રીમિયમ ચુકવણી કરી શકો
  • (૩) Limited અમુક વર્ષો મર્યાદિત – 5, 10, 15 વર્ષ માટે પણ કરી શકો મતલબ અમુક વર્ષ સુધી પૈસા ભરી અને પછીના વર્ષ માં પૈસા નથી ભરવાના પણ પોલિસી ચાલુ રહેશે

કેટલા વર્ષનો વીમો લઈ શકો ?

પ્રીમિયમ ચૂકવણી ન્યૂનતમ પોલિસી મુદત (વર્ષ)મહત્તમ પોલિસી મુદત (વર્ષ)
સિંગલ પ્રીમિયમ10 વર્ષ માટે82
5 વર્ષ10 વર્ષ માટે82
10 વર્ષ15 વર્ષ માટે82
15 વર્ષ20 વર્ષ માટે 82
રેગ્યુલર 10 વર્ષ 82

મૃત્યુ લાભ વિકલ્પો (Death Benefit Options) બે વિકલ્પો

  • (૧) Level Sum Assured
  • (૨) Increasing Sum Assured

(૧) Level Sum Assured તમારો વીમો લાસ્ટ સુધી 2 કરોડ રૂપિયા નો જ રહેશે તેમાં કોઈ ફેરફાર નહીં થાય

(૨) Increasing Sum Assured જેમાં પહેલા 5 વર્ષ પછી તમારો વીમો દર વર્ષ 10% વધતો જશે જે 15 વર્ષ સુધી વધતો રહેશે અને 15 વર્ષ 2 કરોડનો વીમો 4 કરોડ થઈ જશે પરંતુ તેનું પ્રીમિયમ થોડું વધારે ભરવું પડે નીચે આપેલ કોષ્ટક માં જોઈ શકો.

આ વીમા કવચ પ્લાન ને એક ઉદાહરણ થી સમજીએ

  • માની લો તમારી ઉંમર 30 વર્ષની છે
  • 15 વર્ષની વીમો પોલિસી લેવા માંગો છો
  • પ્રીમિયમ ચુકવણી ઓપ્શન તમે રેગ્યુલર પસંદ કર્યું છે જે ઉપર કોષ્ટક માં દર્શાવેલ છે
  • રેગ્યુલર પ્રીમિયમમાં તમારી વીમા પોલીસી નો સમય હોય એટલા જ વર્ષ તમારે પૈસા ભરવાના હોય છે તો તમે 15 વર્ષ વીમો લીધો છે માટે 15 વર્ષ પૈસા ભરવાના રહેશે

કેટલા નો વીમો લીધો (ઉદાહરણ તરીકે 2 કરોડ)

  • ડેથ બેનિફિટ માં ઓપ્શન વન સિલેક્ટ કર્યું
  • Option 1: Level Sum Assured
  • Option 2: Increasing Sum Assured
  • જેમાં તમે જેટલો વીમો લીધો હોય તેટલી જ રકમ છેક સુધી રહેશે

LIC ના આ નવા પ્લાન વિશે પણ જાણો જેમાં તમે વીમા કવર સાથે સારૂ વળતર પણ મેળવી શક્શો Protection Plus

માટે આજ જો તમારી ઉંમર 30 વર્ષ છે તો વાર્ષીક પ્રીમિયમ કેટલું આવશે…

  • તો તમારું વાર્ષીક પ્રીમિયમ ,16400 ભરવાનું રહેશે
  • જે લગાતાર 15 વર્ષ ભરવાનું છે
  • કારણ કે તમે 15 વર્ષની રેગ્યુલર પોલિસી લીધી છે
  • 15 વર્ષ માં તમે ભરેલી રકમ 246000 થાય તેની સામે તમને 2 કરોડ નો ડેથ વીમો મળે છે.
  • તમારી ઉંમર ઓછી હોઈ તો ઓછું પ્રીમિયમ ભરવુ પડે
  • 30 થી વધારે હોય તો વધારે ભરવુ પડે
  • 45 વર્ષ થાય એટલે તમારી પોલિસી મુદત પૂરી થઈ જશે ત્યાર બાદ તમને આમા કોઈ વળતર મળશે નહિ કારણ કે આ term insurance plans છે

પરંતું ચાલુ પોલીસીના 15 વર્ષની અંદર કોઈ પણ કારણોસર પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો શું બેનિફિટ મળશે ? તો તમે જેટલા રૂપિયા નો વીમો લીધો હોઈ એટલા પૈસા તમારા પરિવાર ને મળે 2 કરોડ નો લીધો હોઈ તો બે કરોડ તમારા પરિવારને મળશે.

વીડિયોમાં માહિતી મેળવવા અહીં ક્લિક કરો

સિંગલ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન ( એકજ વારનું રોકાણ) માં તમારે ફકત એકજ વખત રોકાણ કરવાનું હોઈ છે જે રકમ 1,49,800 રું ભરવાના છે જેમાં તમને 15 વર્ષનો વીમો મળશે 15 વર્ષ પછી વીમાની મુદત પૂરી થઈ જશે તેમાં તમને વળતર માં કઈ નહિ મળે

પરંતું સિંગલ પ્રીમિયમ માં ચાલુ પોલીસી દરમિયાન પોલીસી ધારકનું કોઈપણ કારણોસર મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને બે કરોડ રૂપિયા મળશે

લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન 5, 10, 15 વર્ષ ? માની લો એમાંથી તમે 5 વર્ષની ઓપ્શન સિલેક્ટ કર્યું

  • મતલબ તમારે ફક્ત 5 વર્ષ જ પૈસા ભરવાના છે
  • જેમાં 1 વર્ષના 36600 રું ભરવાના થશે
  • કુલ રકમ 183000 રું પાંચ વર્ષ માં ભરવાના થશે
  • તે પછી બાકીના 10 વર્ષ પૈસા નથી ભરવાના તમારી પોલિસી ચાલુ રહેશે
  • 15 વર્ષે વિમાની મુદત પૂરી થઈ જશે જેમાં કોઈ વળતર નહિ મળે
  • 15 વર્ષમાં પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર ને 2 કરોડ રું મળશે.

પ્રીમિયમ ચુકવણીની પદ્ધતિ ?

  • સિંગલ પ્રીમિયમ ચુકવણી (એક જ વાર ચુકવણી)
  • નિયમિત પ્રીમિયમ ચુકવણી (વાર્ષિક અથવા અર્ધવાર્ષિક કરી શકશો)
  • મર્યાદિત પ્રીમિયમ ચુકવણી
  • ગ્રેસ પીરિયડ 30 દિવસ (6 માસિક વાર્ષીક) જેમાં તમે લેટ ફ્રી ચૂકવ્યા વગર પેમેન્ટ કરી શકશો

વચ્ચે તમારે પોલિસી બંધ કરવી હોઈ તો રિફંડ મળે ?

  • રેગ્યુલર પ્રીમિયમમાં નાં મળે
  • સિંગલ પ્રીમિયમ = અમુક ટકા મળે
  • લિમિટેડ પ્રીમીયેમ અમુક ટકા મળે

Disclaimer :- આ આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment