
હેલ્લો મિત્રો આજે આપડે HDFC ના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જે થોડા વર્ષો પહેલાં જ લોન્ચ થયો હતો અત્યાર સુધીમાં તેનો ઘણો બધો ગ્રોથ જોવા મળ્યો છે, એટલા માટે એ ફંડ વિશે આપણે વિગતવાર ઉદાહરણ સાથે વાત કરવાના છે.
આ ફંડમાં તમે આજના સમયમાં ફક્ત 20,000 રૂપિયા રોકી અને અમુક વર્ષો સુધી ભૂલી જાવ તમે સારું એવું રિટર્ન મળી શકે છે, જો તમે લાંબા સમય સુધી રોકાણ કરો તેની તાકાત અનેક ઘણી વધી જાય છે
તમે જોયું હશે કે જે પૈસાદાર લોકો છે તે દિવસે દિવસે અમીર લોકો બનતા જાય છે તેનું કારણ શું તેનું કારણ એક જ કે તે પૈસાને સારી જગ્યાએ રોકાણ કરે છે આજે તમે 20,000 ની નોકરી કરતા હોય તો તેમાંથી કમસેકમ 2000 રૂપિયાની બચત કરવી જોઈએ જે ભવિષ્યમાં તમને એક મોટું ફંડ ભેગું કરી આપશે
ભલે તમારી આવક ઓછી હોય પરંતુ તમારું મેનેજમેન્ટ સચોટ હશે તો તમે ભવિષ્યમાં એક સારી મૂડી જમા કરી શકશો, કારણ કે આજ મોંઘવારીના જમાનામાં જો તમે થોડી ઘણી બચત નહીં કરો તો આવનારા સમયમાં તમારા પગારમાંથી કશું થવાનું નથી એટલા માટે બચત કરવી એ આપડા ભવિષ્ય માટે જરૂરિયાત છે.
પરિવાનાં પણ અમુક સ્વપ્ન હોઈ જેમ કે બાળકોને સારું શિક્ષણ, એક પોતાનું મકાન, બાળકોના લગ્ન, આ બધી વસ્તુ કોઈ એક આવકથી નથી થઈ જતી તેના માટે તમારે શરૂઆતથી વિચારવું પડે
તેના માટે આજથી થોડું ઘણું રોકાણ કરી અને તમે અમુક વર્ષો સુધી તમે ભૂલી જાવ તે મોટી રકમ તમને બનાવી આપી શકે છે અને એટલે જ આજે એચડીએફસી ના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેનું લોન્ચિંગ 2021 માં થયું હતું પાછલા વર્ષોમાં લોકોને સારુ એવુ રિટર્ન આપ્યું છે.
ફંડનું નામ શું છે HDFC MULTICAP FUND DIRECT GROWTH આ ફંડ માં ખાસ શું છે ?
video માં માહીતી મેળવવાં માટે અહી ક્લીક કરો
- 2021 માં HDFC દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો
- તેની NAV (Net Asset Value) માત્ર 20 રૂપિયા છે (આ એક યુનિટની કિંમત છે)
- તેનું ફંડ સાઈઝ (AUM) Assets under management રૂ.19932 કરોડ છે. (મતલબ લાખો લોકોએ તેમાં રોકાણ કર્યું છે)
- તેનો ખર્ચ ગુણોત્તર – 0.74% છે. (જેટલો ઓછો તેટલો સારો)
- રોકાણ કર્યાના એક વર્ષની અંદર પૈસા ઉપાડો તો 1% ચાર્જ લાગશે.
- આમાં કોઈ ફિક્સ નથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો.
- આમાં, લાંબા ગાળાના રોકાણ પર તમારી પાસેથી 12.5% LTCG (Long-Term Capital Gains) ટેક્સ વસૂલવામાં આવે છે.
- આ ફંડ દેશની 196 કંપની માં રોકાણ કરે છે
SBI ના આ ફંડ વિશે પણ જાણો જેને માત્ર ત્રણ વર્ષમાં 15% રીટર્ન આપ્યું
છેલ્લા ત્રણ વર્ષમાં કેટલું રીટર્ન આપ્યું છે ? ફંડ લોન્ચ થયો 2021 માં ત્યાર બાદ
| છેલ્લા એક મહિનામાં | 2% રીટર્ન |
| છેલ્લા છ મહિનામાં | 7% રીટર્ન |
| છેલ્લા એક વર્ષમાં | 8% રીટર્ન |
| છેલ્લા ત્રણ વર્ષમાં | 22% રીટર્ન આપ્યું |
| અત્યાર સુધી વાર્ષીક | 20% રીટર્ન આપ્યું |
HDFC MULTICAP FUND DIRECT GROWTH અથવા કોઈપણ ફંડ માં રિટર્ન કોઈ ફિકસ નથી હોતું તેમાં ઓછાવત્તા મળી શકે માટે અહી આપેલ માહિતી ફક્ત છેલ્લા ત્રણ વરસમાં આપેલ રિટર્ન પ્રમાણે અંદાજિત આપેલી છે.
આ ફંડ કઈ કઈ કંપનીઓમાં પોતાનું રોકાણ કરે છે ? આ કંપની હમારા પૈસા કુલ 196 કંપનીઓ માં રોકાણ કરે છે જેમાં અમુક કંપનીઓના નામ નીચે મુજબ છે
- (૧) HDFC બેંક લિમિટેડ
- (૨) ICICI બેંક લિમિટેડ
- (૩) એક્સિસ બેંક લિમિટેડ
- (૪) ભારતી એરટેલ લિમિટેડ
- (૫) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
- (૬) બજાજ ફાઇનાન્સ લિમિટેડ
- (૭) ટાટા સ્ટીલ લિમિટેડ
- (૮) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
- આવી 196 કંપનીઓ માં રોકાણ કરે છે.
SBI ના આ ફંડ વિશે પણ જાણો જેણે માત્ર પાંચ છેલ્લા પાંચ વર્ષમાં 19% રીટર્ન આપ્યું છે
જેમ જેમ આ કંપનીઓ નો ગ્રોથ વધશે તેમ તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે
આમા રોકાણ કેવિરીતે કરવું ? તો રોકાણ કરવા માટે તમારી પાસે બે ઓપ્શન છે
- (૧) SIP જેમાં તમે હર મહિને થોડા થોડા પૈસા રોકી ભવિષ્ય માં મોટું ફંડ બનાવી શકો
- (૨) lumpsum sip જેમાં તમે એકજ વાર મોટું રોકાણ કરી શકો છો
- આ રોકાણ ફક્ત 100 રું થી શરૂવાત કરી શકો છો
- ગ્રો અથવા ઝેરોધા માં ડિમેટ ખાતું ખોલાવી સરું કરી શકો છો
આ ફંડવિશે વીડિયોમાં માહિતી માટે અહી ક્લિક કરો
એક ઉદાહરણ થી સમજીએ આજ તમે આ ફંડ માં 20,000 રોકાણ કરો અને વાર્ષીક 20 % રીટર્ન મળે તો ક્યારે કેટલું મળે
| કેટલા વર્ષ જમાં | અંદાજિત રિટર્ન | કુલ રાશિ |
| 5 વર્ષ માટે જમાં | 29,766 રું. | 49,766રું. |
| 10 વર્ષ માટે જમાં | 1,03,835 | 1,23,835રું |
| 15 વર્ષ માટે જમાં | 2,88,140 | 3,08,140રું |
| 20 વર્ષ માટે જમાં | 7,46,752 | 7,66,752રું |
| 25 વર્ષ માટે જમાં | 18,87,924રું | 19,07,924રું |
આ છે ચક્રવૃદ્ધિ વ્યાજદરની તાકાત.. પરંતુ એ પણ યાદ રાખો કોઈ પણ ફંડ માં કોઈ ફિક્સ રિટર્ન નથી હોતું તેમાં ઓછાવત્તામાં થઈ શકે છે
DISCLAIMER :- અહી આપવામાં આવેલ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે તમને સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…