
નમસ્કાર મિત્રો તમે insurance Bima (જીવન વીમા કવર)લેવા માગતા હોય એ પણ ઓછાં પ્રીમિયેમ્ માં ગેરંટી સાથે તો તમે સહી જગ્યા પર આવ્યા છો
આજે આપડે એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વાત કરવાના છે જેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 99.70% છે. જે દરેક કંપનીઓના ઇન્સ્યોરન્સ પ્લાન કરતા વધારે છે. મતલબ દાવા માટે 100 અરજી આવી હોઈ તો તેમાંથી 99.70% લોકો ને પૈસા મળી ગયા છે
ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું ? ટર્મ ઇન્સ્યોરન્સ એટલે સરળ ભાષા માં સમજીએ તો જીવન વીમો કહેવાય છે.. આ વીમો લીધા પછી ચાલું પોલિસી માં પોલિસી ધારક નું કોઈ કારણસર મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને જેટલા નો વીમો લીધો હોય તેટલા રૂપિયા મળી જાય એને ટર્મ ઇન્સ્યોરન્સ કહેવાય છે.
એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ની વિશેષતાઓ
- તેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 99.70% છે.
- દાવો કર્યાના 3 કલાક અમુક રકમ (2 લાખ) અને બીજી રકમ 30 દિવસ માં મળે
- તમે નોકરી કરતા હોઈ તો તમને પહેલા વર્ષ માટે 15 % ડિસ્કાઉન્ટ મળશે મતલબ પહેલા વર્ષ માં 15% ઓછું પ્રીમિયમ ભરવુ પડશે પછી પૂરું
- એક કરોડ રૂપિયાનો વીમા કવર લીધો હોય અને 15 વર્ષની અંદર જ પોલિસી ધારક નું મૃત્યુ થાય તો તેને એક કરોડ ની જગ્યા એ 1.5 મળે તેમાં તમારે વધારે પ્રીમિયમ ભરવાનું નથી હોતું.
- તમે 30 વર્ષ પછી આ પોલિસી બંધ કરાવી શકો છો પ્રિમિયમ પાછું મેળવી શક્શો અમુક શરતો ને આધીન
- આવા કુલ છ ઓપ્શનથી તમે પોલિસી ખરીદી શકશો તમને લાગુ પડે તે પ્રમાણે
- ભવિષ્ય માં કોઈ કારણોસર પૈસાની તંગી આવી ગઈ હોઈ તો તમે એક વર્ષ સુધી પૈસા નાં ભરો તો પણ તમારો વીમો ચાલુ રહેશે બીજા વર્ષ બંને વર્ષનું ભરી શકો
- એક કરોડનો વીમો કોને મળી શકે ? જો તમારી ઉંમર 18 થી 60 વર્ષ હોઈ
- તમારી આવક 5 થી 7 લાખ ની વચ્ચે હોઈ તો તમને 1 કરોડનો વીમો મળી શકે.
- જો તમારી આવક 5 લાખ કરતાં ઓછી તો તમે 50 લાખનો વીમો લઈ શકો
કુલ છ ઓપ્શન થી તમે આ પોલિસી ખરીદી શકશો અહી આપેલ કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે
- (૧) રેગ્યુલર કવર અમા માની લો 50 લાખનો વીમો 40 વર્ષ માટે લીધો છે અને 40 વર્ષની અંદર પોલિસી ધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 50 લાખ રૂપિયા મળી જશે
- (૨) Early ROP Plus (રિટર્ન ઓફ પ્રીમિયમ) આમા તમારા 60 વર્ષ થાય પ્રીમિયમ જેટલું ભરેલું છે એના 50% મળી જશે અને 50% રકમનો વીમો ચાલુ રહેશે 50 % પ્રિમીયેમ પોલિસીના અંતમાં મળી જશે વચ્ચે જો પોલીસ ધારક મૃત્યુ થાય તો તેના પરિવારને 50% રકમ મળી જશે ( પરંતુ આમા પ્રીમિયમ વધારે ભરવું પડે માટે બની શકે તો આ ઓપ્શન સિલેક્ટ ના કરવું
- (૩) સ્માર્ટ કવર આ કવર 30 થી 45 વર્ષ ના લોકો માટે સારું રહેશે જેના પર શરૂવાત માં હોમ લોન, કાર લોન, નો બોજ માથે હોઈ , આમાં પોલીસી ધારકનું મૃત્યુ પોલિસી ના શરૂઆતના 15 વર્ષની અંદર થયું હોઈ તો તેને 1.5 ગણું વળતર મળશે દા,ત તમે એક કરોડ નો વીમો લીધો હોઈ તો 1.5 કરોડ મળે પરંતુ પંદર વર્ષ બાદ 1 કરોડ.
- (૪) Return of Premium (ROP) જો તમે સમગ્ર પોલિસી મુદત દરમિયાન કશું નાં થાય જીવી જાઓ, તો કુલ પ્રીમિયમના 100% પાછા ચૂકવવામાં આવશે. પરંતુ આમા પણ પ્રિમિયેમ્ વધારે ભરવુ પડે એના કરતાં રેગ્યુલર પ્રીમિયર લઈ બીજા બચત પૈસા ની sip અથવા lumsam માં રોકી દેશો તો અનેક ગણું રિટર્ન મળી શકે
- (૫) Whole Life Cover (સંપૂર્ણ જીવન કવર) આમા તમારા 60 વર્ષ ભરેલું પ્રીમિયરના 50% રકમ મળી જશે અને 50% વીમો ચાલુ રહેશે અને જો પોલિસી ધારક 100 વર્ષ જીવી જાય બાકી બચી 50% રકમ પાછી મળી જશે…. પરંતુ આમા પણ ઓપ્શન 4 ની જેમ પ્રીમિયર વધારે ચૂકવવું પડશે
- (૬) Income Protection Cover આ તેવા લોકો માટે છે જે ઈચ્છે છે કે જ્યારે હું ન હોય ત્યારે મારા પરિવારને એક લમ્શન અમાઉન્ટને બદલે રેગ્યુલર આવક મળવી જોઈએ , જેથી ઘરના ખર્ચ આરામ થી ચાલતા રહે તેમાં પણ ઓપ્શન આપ્યા છે.
- (૧) એક સરખી આવક જેમાં મંથલી ખર્ચ ચાલતો રહે
- (૨) મોંઘવારી સાથે હર ત્રણ વર્ષ 10% વધતી રહે
- પરંતું આમા પણ તમે એક સાથે રકમ લઈ અને તમારી અનુકૂળતા પ્રમાણે રોકાણ કરો તો વળતર વધારે મળી શકે
terminal inless ( અંતિમ બીમારી) આમા ડોક્ટર કહી દે કે આ વ્યક્તિ 6 મહિના થી વધારે નહિ જીવી શકે એવા સમય માં તેને વીમા કંપની વીમા રકમ જે હોઈ તેટલી ( મેક્સિમમ 1 કરોડ ) પોલિસી ધારકને જીવતા જ મળી જાય છે.
એક ઉદાહરણ થી આ વીમા ને સમજીએ માની લો તમારી ઉંમર 31 વર્ષ છે 1 કરોડનો વીમો લેવા માંગો છો. વીમો તમારા 60 વર્ષ સુધી લેવા માંગો છો.રેગ્યુલર પ્લાન પસંદ કરો તો કેટલી રકમ મહિને ભરવી પડશે ?
આ ઓફિસિયલ વેબસાઈટ થી તમે તમારી માહિતી ચેક કરી શકશો
- તમારી આવક 5 થી 7 લાખ વચ્ચે હોવી જોઈએ
- ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ
- કોઈ વ્યસન ના હોઈ તો તમારે દર મહિને 858રું હર મહિને ભરવા પડે .
- 29 વર્ષ સુધી
- કુલ ભરેલી રકમ 2,98,584 રું થાય
રકમ ભરવા માં પણ ત્રણ વિકલ્પ મળશે જો તમે વર્ષ માં એક સાથે રકમ ભરી દો તો 5 % ડિસ્કાઉન્ટ મળશે
| મહિને | ₹858 |
| ત્રણ મહિને | ₹2,544 |
| છ માસિક | ₹ 5,000 |
| વાર્ષિક | ₹9,746 |
બીજું ઉદાહરણ તમારી ઉંમર 18 વર્ષ છે કોઈ વ્યસન ના હોઈ 1 કરોડનો વીમો લેવા માંગો છો અને રેગ્યુલર વિકલ્પ પસંદ કરો છો 60 વર્ષનો વીમા કવર લો તો તમારે હર મહિને 570 રું ભરવાના 38 વર્ષ સુધી ભરેલી કુલ રકમ 1,98,360 તેના સામે 1 કરોડ ડેથ વીમા કવર મળે
જો ઓછા વર્ષ માટે લેછો તો પ્રીમિયર 300/400 મહિને જેટલું વધી જશે
Disclaimer :- અહી આપેલ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણ આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. આ બજારના આધારે વધી કે ઘટી શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપતા નથી, અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવીએ છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.

નમસ્તે મિત્રો! મારું નામ ભરતભાઈ આહિર છે હું ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના રહેવાશી છું અને છેલ્લા પાંચ વર્ષથી YouTube માં કામ કરું છું મારી કુલ બે ચેનલ છે નામ “Rb Online” અને બીજી “કાયદાની વાતો” અને બ્લોગિંગ, જેવા ઓનલાઈન કામ કરું છું અને આ બ્લોગ દ્વારા હું શૈક્ષણિક હેતુઓ માટે તમારી સાથે સચોટ અને ઉપયોગી માહિતી શેર કરું છુ.જેમાં કોઈ રોકાણ ની સલાહ આપવામાં આવતી નથી 2026 એક સારો ઓપ્શન મળી રહે એટલા માટે સચોટ માહિતી તમારી સાથે શેર કરું છું.Thank You…