પોસ્ટ ઓફિસ ડબલ એન્જિન સ્ટ્રેટેજી (MIS + PPF): ઝીરો રિસ્ક સાથે કરોડપતિ બનવાનો સ્માર્ટ રસ્તો

શેર કરો

આજે મોટા ભાગ ના લોકો જયારે પોતાની કમાયેલી મૂડી નું રોકાણ કરવાનું વિચારે છે ત્યારે બે વાતો સૌથી મહત્વની અને વિચારવા જેવી હોઈ છે, અને એટલે પોતાના પૈસાની સુરક્ષા, અને બીજું વધારે વળતર મળવું,

સામન્ય રીતે જે લોકો પૈસાની 100% સુરક્ષાની ગેરંટી ઈચ્છતા હોય તે મહતમ પોસ્ટ ઓફિસ માં પૈસાનું રોકાણ કરતાં હોઈ છે પરંતુ પોસ્ટ કોઈ ફિક્સ ડિપોઝિટ માં પૈસા મુકો તમને 7% 7.5% વળતર આપે છે.

પંરતુ આજે આપણે પોસ્ટ ઓફીસ ની જ એક એવી સ્ટેટજી વિશે વાત કરવાના છે, જેમાં તમને લગભગ 8% વ્યાજદર મળી શકશે જેને ડબલ એન્જિન સ્ટ્રેટેજી તરિકે ઓળખવામાં આવે છે.

બીજું કે આ કોઈ ફ્રોડ અથવા પોસ્ટ ઓફિસ પોલિસી ના વિરોધ માં નથી અથવા કોઈ શોર્ટકટ રસ્તો નથી પરંતુ આ એક લીગલ તરીકો છે તેમાં ફક્ત તમારા દર મહિને મળતા વ્યાજ ને મેનેજ કરવાની જરૂર છે અને તે પણ દર મહિને કરવાની જરૂર નથી ફક્ત એકજ વાર કરવાનુ છે. બસ તમારે પોસ્ટ ઓફિસ માં એક સાથે બે અલગ અલગ સ્કીમ ના ખાતા ખુલવવા ના છે

ડબલ એન્જિન સ્ટ્રેટેજી શું છે ?

​આ કોઈ ગુપ્ત કે ગેરકાયદેસર રસ્તો નથી, પરંતુ પોસ્ટ ઓફિસની બે સૌથી લોકપ્રિય અને સુરક્ષિત યોજનાઓનું એક ઉત્તમ કોમ્બિનેશન છે

જેમાં પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ અને PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ બન્ને સાથે ખાતા ખોલવાના છે .

​આ સ્ટ્રેટેજી કેવી રીતે કામ કરે છે?

  • પ્રથમ તમારે MIS માં એક સાથે પૈસા રોકવા ના છે જેનું દર મહીને તમારા ખાતામાં વ્યાજ જમા થતું રહેશે પાંચ વર્ષ સુધી .
  • ત્યાર બાદ તેજ સમયે તમારે PPF માં ખાતું ખોલાવવા નું છે જેમા દર મહિને પૈસા ભરવાના હોઈ છે.
  • હવે જે MIS નું વ્યાજ હર મહિને આવે તે PPF ના ખાતા માં ઓટો ડેબિટ થઈ જાય તે સુવિધા એક્ટિવ કરાવી લેવાની પોસ્ટ ઓફિસ જઈને.

તેનાથી ફાયદો શું થશે તમારું દર મહિને આવતું MIS (મંથલી ઇન્કમ સ્કીમ) વ્યાજ એ ચક્રવર્તી વ્યાજ નું કામ કરશે જે લોકો MIS માંથી આવતું વ્યાજ તે ચાલુ ખાતામાં પડ્યા રહેવા દે છે તે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ ગુમાવે છે એજ વ્યાજ જો PFF (પબ્લિક પ્રોવિડન ફંડ) માં રોકાણ કરવામાં આવે તો તે વ્યાજનું વ્યાજ મેળવી એક મોટું ફંડ એકજ સમયમાં ઊભું કરી શકે છે.

આવો એક ઉદાહરણ દ્વારા સમજીએ

કોઈ વ્યક્તિ એ MIS સ્કીમ માં ₹5 લાખ રૂપિયા જમા કર્યા છેમાં 5 વર્ષ માટે રોકો છો. 7.4% ના વાર્ષિક વ્યાજ દર મુજબ તમને દર મહિને આશરે ₹3083 નું વ્યાજ મળશે

  • MIS માંથી મળેલું વ્યાજ વાપરવાને બદલે PPF માં જમાં કરો 5 વર્ષ સુધી પછી તમને MIS ના પાંચ લાખ મળી જશે
  • રોટેશન જાળવી રાખો : ₹5 લાખ ફરી બીજા 5 વર્ષ માટે જમા કરી દો આમ આવનારા 15 વર્ષ સુધી કરવાનુ છે

૧૫ વર્ષ પછી તમને જમા ₹5 લાખ ની કુલ કેટલી રકમ મળશે.

  • મૂળ મુદ્દલ (Original Principal): તમારા મૂળ ₹5,00,000 એમના એમ સુરક્ષિત રહેશે
  • PPF માં હર મહિને ₹3083 જમાં થાય તો
  • PPF 15 વર્ષે નું કુલ જમાં રકમ ₹5,54,940 થશે
  • ​PPF પર મળેલું ચક્રવૃદ્ધિ વ્યાજ: આશરે ₹4,48,443 ફક્ત વ્યાજનું વ્યાજ બનશે.
  • PPF ફંડનું કુલ મૂલ્ય: 15 વર્ષ પછી PPF એકાઉન્ટમાં ₹10,03,383 નું ફંડ તૈયાર થશે
  • MIS માં જમા પડેલી ₹5 લાખ રકમ મળી જશે
  • 15 વર્ષ પછી કુલ રકમ ₹15,03,383

ફક્ત ₹5 લાખનું એકવાર રોકાણ કરવાથી અને વ્યાજનું રોટેશન કરવાથી તમને દર વર્ષે સરેરાશ 7.8% જેવું રિસ્ક-ફ્રી રિટર્ન મળે છે.

વધુ રોકાણ પર વધુ વળતર પણ મળી શકે છે હવે આ તો વાત થઈ પાંચ લાખ રૂપિયાની MIS માં સિંગલ એકાઉન્ટમાં વધારામાં વધારે 9 લાખ રૂપિયા રોકાણ કરી શકો અને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

  • સિંગલ એકાઉન્ટ (મહત્તમ ₹૯ લાખ)
  • માસિક વ્યાજ: આશરે ₹55,50 પ્રતિ માસ
  • ​જો આ ₹55,50 દર મહિને PPF માં જમા કરવામાં આવે, તો 15 વર્ષમાં તમારી મૂળ રકમ ₹૯ લાખ ઉપરાંત PPF માંથી આશરે ₹18 લાખનું અલગ ફંડ તૈયાર થશે
  • કુલ 15 વર્ષ પછી અંદાજિત ₹27 લાખની આસપાસ રકમ મળી શકે છે.

જોઈન્ટ એકાઉન્ટ (પતિ-પત્ની સાથે – મહત્તમ ₹15 લાખ)

  • માસિક વ્યાજ: આશરે 9,250 પ્રતિ માસ
  • ​જો આ ₹9,250 દર મહિને PPF માં રોકવામાં આવે, તો 15 વર્ષમાં તમારા મૂળ ₹15 લાખ સુરક્ષિત રહેશે અને PPF માંથી ₹29 લાખથી વધુનું નવું ફંડ ઊભું થશે
  • 15 વર્ષ પછી કુલ અંદાજિત રકમ ₹44 લાખ જેટલી રકમ મેળવી શકો છો.

સ્ટ્રેટેજી અપનાવતી વખતે ધ્યાનમાં રાખવાના ૩ મહત્વના નિયમો

  • (૧) PPF ની વાર્ષિક મર્યાદા
  • એક નાણાકીય વર્ષમાં PPF એકાઉન્ટમાં મહત્તમ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે.
  • જોઈન્ટ એકાઉન્ટ (₹15 લાખ) ની સ્ટ્રેટેજીમાં પણ વાર્ષિક રોકાણ આશરે ₹1.11 લાખ થાય છે, જે નિયમની મર્યાદામાં જ રહે છે

ટેક્સના નિયમો (Taxation Rules)

  • PPF માં મળતું વ્યાજ બિલકુલ ટેક્સ ફ્રી છે મતલબ કે એક પણ રૂપિયાનો એમા તમારો કોઈ ટેક્સ આપવો નહીં પડે
  • પરંતુ MIS મળતું મહીને વ્યાજ ટેક્સેબલ રહેશે તમારી ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ ગણાય છે.

MIS (મંથલી ઇન્કમ સ્કીમ) પાંચ વર્ષ માટે હોય છે એટલા માટે દર પાંચ વર્ષ પછી તમારે તે પાંચ લાખ રૂપિયા રી ઇન્વેસ્ટ કરી દેવાના છે જેથી તમારું કંટીન્યુ વ્યાજ ચાલુ રહેશે જે PPF માં 15 વર્ષ સુધી જમાં થતું જશે.

​આ સ્ટ્રેટેજી કોના માટે શ્રેષ્ઠ છે ?

  • જે લોકો શેરબજારના ચડાવ ઉતાર થી સુરક્ષા લેવા માંગતા હોય ,જે એક પર્સન્ટનું પણ રિસ્ક લેવા ન માગતા હોય
  • વળતરની ગેરંટી લેવા માંગતા હોય
  • બાળકોના ભવિષ્ય માટે ફંડ એકઠુ કરવા માટે માતા પિતા પોતાના ફંડને ગેરંટી વળતર લેવા માંગતા હોય જે પોતાના બાળકોના અભ્યાસ માટે કામ આવે
  • રિટાયર્ડ કર્મચારીઓ પોતાના પૈસાને સેફ જગ્યાએ રોકાણ કરી અને ગેરંટેડ વળતર લેવા માંગતા હોય તેવા લોકો માટે ખાસ આ સ્ટ્રેટેજી શ્રેષ્ઠ ગણાય .

પોસ્ટ ઓફિસની ડબલ એન્જિન સ્ટ્રેટેજી એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેઓ ઝીરો રિસ્ક સાથે શિસ્તબદ્ધ રોકાણ કરવા માંગે છે આમા ભારત સરકારની સોવરેન ગેરંટી (Sovereign Guarantee) મળે છે જો તમારી પ્રાથમિકતા મૂળ મૂડીની સુરક્ષા અને શાંતિપૂર્ણ વેલ્થ ક્રિએશન હોય, તો આ સ્ટ્રેટેજી ચોક્કસપણે અપનાવવા જેવી છે.


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment