Post Office RD Scheme 2026: દર મહિને આટલા જમા કરાવો તો મળશે આટલા પૈસા! | ગણતરી જુઓ

શેર કરો

પોસ્ટ ઓફીસ આમ તો ઘણી બધી સ્કીમો છે, પરંતુ તમે જો દર મહીને એક ફિક્સ ડિપોઝિટ જમા કરવા માંગતા હોય તો તે એકજ સ્કીમ છે અને તે એટલે post office RD scheme જેમાં તમે એક ફિક્સ રકમ દર મહિને જમા કરી આવનારા સમય માં એક મોટું ભંડોળ ભેગુ કરી શકો છો.

RD સ્કીમ શું છે ( post office RD scheme)

પોસ્ટ ઓફીસની RD સ્કીમ એક એવી સ્કીમ છે જેમા તમારે દર મહિને પૈસા જમા કરવાના હોય અને 5 વર્ષ પછી વ્યાજ સહિત તમામ રકમ પછી મળી જાય છે.

સાથે સાથે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં ગેરેન્ટેડ વળતર મળે છે તમારા પૈસાની જવાબદારી ખુદ સરકાર લે છે, પૈસા ખોવાવાનો કે જવાનો કોઈ ડર રહેતો નથી, ખાસ કરીને આ સ્કીમ એવા લોકો માટે છે જે એક સાથે મોટી રકમ રોકી સકતા નથી તે દર મહિને પૈસા જમા કરાવી શકે છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે, “ટીપે ટીપે સરોવર ભરાય”. આ કહેવત આપણા નાણાકીય જીવનમાં પણ એટલી જ સચોટ બેસે છે. દરેક વ્યક્તિ એકસાથે મોટી રકમનું રોકાણ કરી શકતી નથી. ખાસ કરીને મધ્યમ વર્ગ, પગારદાર કર્મચારીઓ કે નાના વેપારીઓ માટે દર મહિને થોડી-થોડી રકમ બચાવવી વધુ સરળ હોય છે.અને આવનારા સમય માં મોટું ભંડોળ ભેગુ કરી શકે છે

આ યોજના માં ઓછા માં ઓછું રોકાણ આ યોજનામાં ઓછામાં ઓછું રોકાણ તમે ફક્ત મહિને ₹100 થી કરી શકો છો અને વધુમાં વધુ રોકાણની કોઈ લિમિટ નથી. ખાતું ખોલાવવા માટે દર મહિને ₹100 નું રોકાણ કરવું જરૂરી છે.”પોસ્ટ ઓફીસ સિવાય બીજી બેંકો માં પણ તમે રોકાણ કરી શકો છો જેમ કે (SBI,HDFC,ICICI)

RD સ્કીમ માં વ્યાજદર કેટલો મળે છે ?

  • વ્યાજદર: 6.7% પ્રતિ વર્ષ (ત્રિમાસિક ચક્રવૃદ્ધિ )
  • સમયગાળો: 5 વર્ષ સુધી પૈસા જમા કરવાના
  • પોસ્ટ ઓફિસનો વ્યાજદર સરકાર દ્વારા નક્કી થાય છે અને આખા 5 વર્ષ સુધી એકસરખો રહે છે.

તો આજે આપડે પોસ્ટ ઓફીસ ની Rd સ્કીમ માં ₹500 થી ₹6,000 સુધીની માસિક RD નું ઉદાહરણ (5 વર્ષ વર્ષ પછી કુલ કેટલું વળતર મળશે) તેનું લાઈવ ઉદાહરણ સાથે સમજશું

Rd સ્કીમમાં કેટલા જમાં કરવાથી કેટલા મળશે ?

5 વર્ષ માટે RD રોકાણ અને ગણતરી (વ્યાજદર: 6.7%)

દર મહિને રોકાણ (માસિક હપ્તો) 5 વર્ષમાં તમારું કુલ રોકાણ અંદાજિત મળવાપાત્ર વ્યાજ 5 વર્ષ પછી મળવાપાત્ર કુલ રકમ (Maturity)
₹500 ₹30,000 ₹5,681 ₹35,681
₹1,000 ₹60,000 ₹11,363 ₹71,363
₹2,000 ₹1,20,000 ₹22,725 ₹1,42,725
₹3,000 ₹1,80,000 ₹34,088 ₹2,14,088
₹4,000 ₹2,40,000 ₹45,451 ₹2,85,451
₹5,000 ₹3,00,000 ₹56,814 ₹3,56,814
₹6,000 ₹3,60,000 ₹68,176 ₹4,28,176

નોંધ :- પોસ્ટ ઓફિસ ની યોજનાઓ માં વ્યાજદર માં સરકાર અવારનવાર ફેરફાર કરતી રેહતી હોઈ છે માટે એકવાર પોસ્ટ ઓફીસ જઈ તપાસી લેવું..

એક જ પ્રીમિયમમાં પતિ-પત્ની બંને માટે પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ વીમા પોલિસી

ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ (Power of Compounding)

RD માં જમા થતી રકમ પર ત્રિમાસિક ધોરણે (દર ત્રણ મહિને) ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાય છે. એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે, જે લાંબા ગાળે એક સારું ભંડોળ ઊભું કરે છે.

હપ્તાની ચૂકવણી:

  • તમે રોકડ, ચેક અથવા ઓનલાઈન બેન્કિંગ મારફતે દર મહિને હપ્તો જમા કરાવી શકો છો.
  • જો તમારી પાસે સેવિંગ એકાઉન્ટ હોય તો ‘Auto-Debit’ સુવિધા પણ સેટ કરી શકાય છે, જેથી દર મહિને નિશ્ચિત તારીખે આપોઆપ પૈસા કપાઈ જાય.

લોનની સુવિધા (Loan against RD): જો તમને અચાનક પૈસાની જરૂર પડે, તો તમારે RD તોડવાની જરૂર નથી RD પર લોનની સુવિધા 1 વર્ષ (12 હપ્તા) પૂરા થયા પછી મળે છે (જમા રકમના 50% સુધી).

સમય પહેલાં પૈસા ઉપાડવાની સુવિધા જો કોઈ ઈમરજન્સી આવે, તો ખાતું ખોલાવ્યાની તારીખથી 3 વર્ષ પૂરા થયા પછી જ તેને સમય પહેલાં (Prematurely) બંધ કરી શકાય છે (અમુક દંડની શરતોને આધીન).

RD (રિકરિંગ ડિપોઝિટ) પર મળતા વ્યાજ પર ટેક્સ સંબંધિત માહિતી.

૧. ટેક્સ લાગવાના નિયમો (Taxability)

  • વ્યાજ સંપૂર્ણપણે ટેક્સપાત્ર છે: RD પર મળતું તમામ વ્યાજ તમારી વાર્ષિક આવકમાં ઉમેરાય છે.
  • ​તમે જે ઇનકમ ટેક્સ સ્લેબ (Tax Slab) માં આવતા હોવ (જેમ કે 5%, 10%, 20% કે 30%), તે મુજબ તમારે વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડે છે.

૨. TDS (Tax Deducted at Source) ના નિયમો

📌 ખાસ નોંધ (પોસ્ટ ઓફિસ નિયમ):

TDS ની મર્યાદા: આવકવેરા નિયમ (Section 194A) મુજબ, જો પોસ્ટ ઓફિસની RD/FD માંથી એક નાણાકીય વર્ષમાં મળતું કુલ વ્યાજ ₹40,000 (સિનિયર સિટીઝન માટે ₹50,000) કરતાં વધી જાય, તો પોસ્ટ ઓફિસ 10% TDS કાપે છે. (જો PAN કાર્ડ આપેલ ન હોય તો 20% TDS કપાય છે).

  • ​TDS બચાવવાનો ઉપાય: જો તમારી વાર્ષિક કુલ આવક ટેક્સપાત્ર મર્યાદા કરતાં ઓછી હોય, તો તમે પોસ્ટ ઓફિસમાં Form 15G (સામાન્ય નાગરિક માટે) અથવા Form 15H (સિનિયર સિટીઝન માટે) જમા કરાવીને TDS કપાતો અટકાવી શકો છો.

ટેક્સ કેવી રીતે ભરવો ?

  • ITR ફાઇલિંગ: જો તમારો TDS કપાઈ ગયો હોય અથવા ન કપાયો હોય, તો પણ આ વ્યાજ આવક તમારે આવકવેરા રિટર્ન (ITR) ભરતી વખતે “Income from Other Sources” માં દર્શાવવાની રહે છે.

નિષ્કર્ષ​ :- જો તમારો ઉદ્દેશ્ય આવનારા 5 વર્ષમાં કોઈ ચોક્કસ ધ્યેય (જેમ કે પ્લોટ અથવા મકાન ખરીદવું, નાનો ધંધો ચાલુ કરવો, બાળકની સ્કૂલની ફી ભરવી કે ફરવા જવું) માટે પૈસા ભેગા કરવાનો હોય, તો રિકરિંગ ડિપોઝિટ (RD) એ એક શ્રેષ્ઠ અને સુરક્ષિત વિકલ્પ છે. તે તમને શેરબજારના ઉતાર-ચઢાવની ચિંતામાંથી મુક્ત રાખીને નિશ્ચિત વળતર આપે છે.

પોસ્ટ ઓફિસ ઓફિસિયલ વેબસાઈટ


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment