પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જેમાં વ્યાજદર 8.2% લેખે તમને મળશે ટેકસ ફ્રી યોજના

આજે આપડે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે તમામ માહિતી જાણીશું
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ કોણ લાભ લઇ શકે ?
- લાભ લેવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ
- એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ?
- વધારામાં વધારે અને ઓછામાં ઓછા કેટલા પૈસા રોકાણ કરી શકો ?
- સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજ દર કેટલું મળશે ?
- કેટલી દીકરીઓના ખાતા ખોલાવી શકાય ?
- કેટલા સમય સુધી પૈસા રોકવાના
- કેટલા વર્ષ પછી પૈસા મળે છે ?
- વચ્ચે પૈસા ઉપાડી શકો કે નહિ ?
- નિયમો શું છે ?
*આ યોજનામાં રોકાણ કેટલું કરી શકાય ?
તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા 250 રૂપિયા વાર્ષિક અને વધારામાં વધારે 1.5 લાખ રૂપિયા વાર્ષિક તમે રોકાણ કરી શકો છો આ પૈસા તમે ગમે ત્યારે વર્ષમાં ગમે ત્યારે ફરી શકો બે મહિને ચાર મહિને 6 મહિના અથવા તો વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં પૈસા તમારે ભરી દેવાના હોય છે ઓછામાં ઓછા ખાતું ચાલુ રાખવા વર્ષમાં 250 રુ ભરવાના હોય છે વધારામાં વધારે તમે દોઢ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો વાર્ષિક.
ધારો કે પહેલા વર્ષમાં તમે દોઢ લાખ રૂપિયા ભર્યા તો બીજા વર્ષમાં 1.5 લાખ રૂપિયા ભરવા પડે એવું ફરજિયાત નથી બીજા વર્ષમાં તમે 5000 પણ ભરી શકો
વ્યાજ દર કેટલું મળે છે ?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક વ્યાજ દર 8.2% મળે છે જે પોસ્ટ ઓફિસની બીજી સ્કીમો કરતા ઘણું બધું વધારે કહી શકાય બીજી એક ખાસ બાબત એ છે મિત્રો કે આ યોજનામાં તમને જે પણ રિટર્ન મળશે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ કપાશે નહીં મતલબ ટેક્સ મુક્ત સ્કીમ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા કેટલા વર્ષ ભરવાના ?
તો આ યોજનામાં સમય મર્યાદા 21 વર્ષની છે પરંતુ તમારે 21 વર્ષ પૈસા નથી ભરવાના તમારે ફક્ત 15 વર્ષ પૈસા ભરવાના છે અને તે પછી તમારે પરિપક્વતા સુધી રાહ જોવાની છે મતલબ આગલા 06 વર્ષ સુધી રાહ જોવાની છે સ્કીમ માં રોકાણ કર્યા ના 21 વર્ષ પૂરા થાય એટલે તમને પૈસા વ્યાજ સહિત મળી જશે.
આ યોજના નો લાભ કોણ કોણ લઈ શકે છે ? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત દીકરીઓ જ લાભ લઇ શકે છે જેની ઉંમર ઝીરો થી લઈ અને 10 વર્ષની વચ્ચે હોવી જોઈએ એક પરિવાર દીઠ બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે પરંતુ પેલી ડિલિવરી માં દીકરી નો જન્મ થયો હોય અને બીજી ડિલિવરી માં ટ્વિન્સ મતલબ એક સાથે બે દીકરી નો જન્મ થયો હોય તો એવા કિસ્સામાં કુલ ત્રણ દીકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે
બેંક માં ખાતું ક્યાં ખોલાવવું ?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે કોઈપણ રાષ્ટ્રીય અધિકૃત બેંકમાં ખાતું ખોલાવી શકો છો જેમ કે બેંક ઑફ બરોડા, sbi, HDFC, Axis bank, પોસ્ટ ઓફિસ, પંજાબ નેશનલ બેંક (PNB) પરંતુ જ્યારે પણ કોઈ સરકારી સ્કીમ આવે ત્યારે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસમાં આવતી હોય છે, માટે પોસ્ટ ઓફિસમાં જો ખાતું ખોલાવો તો સારું રહેશે.
ખાતું કોના નામનો ખોલવું ?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત દીકરીના નામનું ખાતું ખોલાવી શકશો, માતા-પિતાના નામનું ખાતું નહીં ચાલે ફક્ત દીકરીને નામનું ખાતું ખોલાવી શકશો.
ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે ?
- દીકરીનું આધારકાર્ડ અથવા જન્મનું પ્રમાણપત્ર
- દીકરીના બે પાસપોર્ટ સાઇઝ ફોટા
- પિતા અથવા માતાનો આધારકાર્ડ
વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ ?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફક્ત બે જ ટાઈમે તમે પૈસા ઉપાડી શકો છો એક દીકરીને 18 વર્ષ પછી લગ્ન સમયે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે તમે 50% રકમ ઉપાડી શકો છો
નિયમ શું છે?
દીકરી ના લગ્ન 18 વર્ષ પછી થયેલા હોવા જોઈએ જો 18 વર્ષ પહેલા જ લગ્ન થઈ જાય તો આ સ્કીમ ત્યાંથી બંધ થઈ જશે અને જે રકમ તમારી જમા હશે એ તમને મળી જશે.
કેટલા રૂપિયા રોકો તો કેટલા મળે?
મહીને એક હજાર નું રોકાણ પર

મહીને 3000 નું રોકાણ પર કેટલા મળે

આ માહિતી post info App માંથી લીધેલ છે
ડિસ્ક્લેમર : અહીંયા જે યોજના વિશે માહિતી જણાવવામાં આવી છે એ ફક્ત તમારી જાણકારી માટે જ છે એમાં કોઈ રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી વધારે જાણકારી માટે તમે પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરી અને યોગ્ય લાગે તો રોકાણ કરવું.