* પોસ્ટ ઓફિસની શાનદાર યોજના.. પાંચ વર્ષમાં સીધા ₹5 લાખ NSC (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ )
પોસ્ટ ઓફિસની આ યોજનામાં, તમને 7.7% વ્યાજ મળી રહ્યું છે અને તેની સાથે, આવકવેરામાં છૂટ પણ આપવામાં આવી રહી છે.* મતલબ સ્પષ્ટ છે કે આ યોજનામાં તમને ટેકસ છૂટ મળશે.
આ યોજના માં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે તેથી આજે હરેક સામાન્ય માણસ પોતાની આવકમાંથી કેટલાક પૈસા બચાવીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેના પૈસા સુરક્ષિત હોય અને તેને સારું વળતર મળે. જો તમે પણ આમ વિચારી રહ્યા છો આ સ્કીમ (NSC) નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તમારા માટે સારી છે.
સામાન્ય રીતે સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બઘી યોજનાઓ ઉંમર આધારિત ચલાવી રહી છે, પોસ્ટ ઓફિસ ની દરેક સ્કીમ સુરક્ષિત માનવામાં આવે છે કારણકે નું હેન્ડલિંગ કેન્દ્ર સરકાર કરે છે, એક ખાસ યોજના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) છે. આ યોજનામાં રોકાણ કરીને, તમે ફક્ત પાંચ વર્ષમાં 5 લાખ રૂપિયાનું વળતર મેળવી શકો છો, ચાલો તેના વિશે વિગતવાર વાત કરીએ.
હાલમાં, NSC યોજનામાં 7.7% વ્યાજ આપવામાં આવી રહ્યું છે; પોસ્ટ આ ઓફિસની (રાષ્ટ્રીય બચત યોજના) તેના વળતર અને ફાયદાઓને કારણે સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. અને એટલા માટે જ લોકો આ યોજનામાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે.
ઓછામાં ઓછું અને વધારામાં વધારે રોકાણ કરી શકો . ?
આ યોજનામાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાના રોકાણ સાથે ખાતું ખોલાવી શકાય છે. અને વધારામાં વધારે કોઈ લિમિટ નથી તે રોકાણ પર 7.7 ટકા વાર્ષિક વ્યાજ દર આપે છે અને આ વ્યાજ દર ચક્રવૃદ્ધિના આધારે આપવામાં આવે છે.
જરૂર પડ્યે વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ?
આ યોજનામાં રોકાણના 5 વર્ષ પછી જ વ્યાજની રકમ ખાતામાં ટ્રાન્સફર થાય છે. દર ત્રણ મહિને વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવે છે.વચ્ચે મતલબ એક વર્ષ પછી પૈસા ઉપાડી શકાય પરંતુ તમને મૂળ રકમ જ મળશે વ્યાજ નહિ મળે.
• ટેકસ માં છૂટછાટ કેટલી મળે ?*
NSC યોજના માં રોકાણ કરીને, તમે ટેકસ મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની આવક કર બચાવી શકો છો. તમને 5 વર્ષમાં 3 લાખ વ્યાજ મળતું હોઈ તો 1.5 લાખ પર ટેકસ ફ્રી અને બીજા 1.5, લાખ પર ટેકસ કપાશે.
* NSC (રાષ્ટ્રીય બચત યોજના) નો ટાઈમ ડિપોઝિટ પીરીયડ શું છે ?
NSC નો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો છે. તમે 5 વર્ષ સુધી જમા કરેલા પૈસા રાખો તો જ તમને 7.7% વ્યાજ મળશે. જો તમે એક વર્ષ પછી યોજના બંધ કરો છો, તો ફક્ત તમારી મૂળ રકમ જ તમને પરત કરવામાં આવશે કોઈ વ્યાજ નહીં મળે.
આ યોજનાના 18 વર્ષ થી ઉંમરની કોઈ પણ વ્યક્તિ NSC નું ખાતું ખોલાવી શકે છે ,જેની ઉંમર 10/12 વર્ષ હોઈ યે સયુંકત ખાતું ખોલાવી અને લાભ લઈ શકે.
- કેટલા રૂપિયા ના રોકાણ પર કેટલા મળે ?
જો તમે 50000નું રોકાણ કરો

તો 5 વર્ષ માં 22450 વ્યાજ સાથે 72450 મળે
જો તમે 1 લાખનું રોકાણ કરો

આ માહિતી પોસ્ટ ઓફિસ ની એપ્લિકેશન post info માંથી લીધેલ છે..
તો તમને 5 વર્ષ પછી 144900રું મળે અને 10.4 વર્ષ એટલે કે 115 મહિના પછી 2 લાખ પૂરા મળે.
અને જો તમે 5 લાખ રૂપિયા નું રોકાણ કરો

તો 5 વર્ષ પછી 22450રુ વ્યજ સાથે 724500રું મળશે
આ માહીતી ફકત તમારા માર્ગદર્શન માટે છે એમ કોઈ પણ રોકાણ કરવાની સલાહ નથી આપવામાં આવતી વધારે માહિતી માટે તમારે નજીક માં પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરવો..