પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમ સુરક્ષિત રોકાણ Post Office TD Rates Changed? Watch Before Investing!

શેર કરો

જો તમે તમારા પૈસા ને એવી જગ્યા એ રોકાણ કરવા માંગતા હોય કે પૈસા સુરક્ષિત પણ રહે અને રિટર્નની ગેરંટી મળે બેંક કરતાં વધારે વ્યાજ દર મળે અને સરકારી સ્કીમોમાં પૈસા રોકવા માગતા હોય, તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે

આજે આપણે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝિટ સ્કીમ વિશે જેમાં અલગ અલગ વ્યાજદરો અલગ અલગ સમય પ્રમાણે છે જેમાં તમે એક વર્ષ માટે રોકાણ કરી શકો. બે વર્ષ માટે રોકાણ કરી શકો ત્રણ વર્ષ માટે રોકાણ કરી શકો અને પાંચ વર્ષ માટે રોકાણ કરી શકશો

વીડિયોમાં તમે જાણશો:

  • ✅ TD સ્કીમ એટલે શું?
  • ✅ 2026 ના નવા વ્યાજ દર (7.50% સુધી).
  • ✅ ટેક્સ કેવી રીતે બચાવવો?
  • ✅ સમય પહેલા પૈસા ઉપાડવાના નિયમો.
  • ✅ જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ખાતું ખોલાવવાની પ્રોસેસ.

આર્ટિકલ ના માધ્યમથી પુરા કેલ્ક્યુલેશન થી આપણે વ્યાજદર ની ગણતરી કરીશું કે તમે કેટલા વર્ષ પૈસાનું રોકાણ કરો તો તમને કેટલું વ્યાજ મળી શકે છે ટેક્સ બેનિફિટ કેટલો મળશે? ક્યારે મળશે

આજે આપણે જે પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે વાત કરવાના છીએ તેનું નામ છે TD મતલબ કે (ટાઈમ ડિપોઝિટ) આને આપણે સિમ્પલ ભાષામાં ફિક્સ ડિપોઝિટ પણ કહીએ છીએ

પોસ્ટ ઓફિસ TD શું છે ?

આ એક એવી સરકારી બચત યોજના છે જેમાં તમે એક નિશ્ચિત રકમ ચોક્કસ સમયગાળા (1, 2, 3 અથવા 5 વર્ષ) માટે જમા કરાવો છો. તમને એક નિશ્ચિત કરેલું વ્યાજ મળે છે, સાથે સાથે આ યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત હોવાથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

કોઈ પ્રાઇવેટ બેંકોમાં પૈસાની સુરક્ષાની વાત કરીએ તો પ્રાઇવેટ બેંકો કોઈ દેવામાં આવી ગઈ હોય અથવા તો કોઈ આગ લાગી ગઈ હોય નુકસાની માં ગઈ હોય તો મેક્સિમમ તમને પાંચ લાખ રૂપિયા જ મળી શકે છે, તે પછી તમારા ગમે તેટલા રૂપિયા એમાં જમા હોય તો પરંતુ ગેરંટી ફક્ત પાંચ લાખ રૂપિયાની હોય છે.

જ્યારે પોસ્ટ ઓફિસમાં એવું નથી હોતું પોસ્ટ ઓફિસમાં તમારા ગમે તેટલા પૈસા જમા હોય પૂરેપૂરા પૈસાની ગેરંટી સરકાર લેતી હોય છે એટલા માટે જ પોસ્ટ ઓફિસમાં જે લોકોને પૈસા સુરક્ષિત રાખવા છે, મહદઅંશે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા રાખે છે.

પોસ્ટ ઓફિસની TD (Term Deposit) યોજનાની મુખ્ય વિશેષતાઓ અને પાત્રતા શું છે ?

  • ખાતું કોણ ખોલાવી શકે ? કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ મતલબ કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ સિંગલ ખાતું ખોલાવી શકે અથવા જોઇન્ટ ખાતું વધારા માં ત્રણ વ્યક્તિઓ ખોલાવી શકે.
  • 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ વ્યક્તિ હોય તો તેના માતા-પિતા સાથે ખાતું ખોલાવી શકે
  • ઓછામાં ઓછું 1000 રૂપિયાનો રોકાણ કરી શકો છો વધારામાં વધારે કોઈ લિમિટ નથી
  • વ્યાજની ગણતરી દર ત્રણ મહિને બદલતી રહેતી હોય છે ચુકવણી વાર્ષિક થાય છે
  • મતલબ કે અત્યારે તમે પૈસાનો રોકાણ કર્યું હોય પાંચ વર્ષ માટે અત્યારે જે ત્રણ મહિના માટે જે વ્યાજ દર ચાલુ હોય તે તમને પાંચ વર્ષ માટે મળવા પાત્ર હોય છે

વર્ષ પ્રમાણે વ્યાજ દર કેટલું મળશે ?

સમય ગાળો (વર્ષ) વ્યાજદર
1 વર્ષ માટે 6.9%
2 વર્ષ માટે07%
3 વર્ષ માટે7.1%
5 વર્ષ માટે7.5%

નોંધ જો તમે 5 વર્ષ માટે પૈસા નું રોકાણ કરો તો તમને ટેકસ બેનિફિટ મળશે 1.5 લાખ વ્યાજ આવક સુધી ટેકસ ફ્રી રહેશે

એક ઉદાહરણથી TD સ્કીમ ના વ્યાજ દર સમજીએ તમે આ સ્કીમ માં 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો

જો આ સ્કીમ માં ₹50,000 બે વર્ષ માટે રોકાણ કરો તો કેટલા મળશે ?

સમયગાળો 2 વર્ષ
રોકાણ રકમ ₹50,000
બે વર્ષનું કુલ વ્યાજ ₹7185
કુલ રકમ ₹57185

50,000 ત્રણ વર્ષ માટે રોકાણ કરો તો કેટલા મળશે ?

સમયગાળો 3 વર્ષ
રોકાણ રકમ₹50000
ત્રણ વર્ષનું કુલ વ્યાજ₹10936
કુલ રકમ ₹60936

50,000 પાંચ વર્ષ માટે રોકાણ કરો તો કેટલા મળશે ?

સમયગાળો5 વર્ષ
રોકાણ રકમ₹50,000
વર્ષનું કુલ વ્યાજ₹19283
કુલ રકમ ₹69283

વચ્ચે પૈસા ઉપાડી શકાય કે નહિ ઉપાડે તો ચાર્જ કેટલો લાગે

  • 6 મહિના સુધી: ખાતું ખોલાવ્યાના પ્રથમ 6 મહિના સુધી તમે પૈસા ઉપાડી શકતા નથી.
  • જો 6 મહિના પછી અને 1 વર્ષ પહેલા પૈસા ઉપાડો છો, તો તમને કોઈ વ્યાજ મળતું નથી. માત્ર તમારી મુદ્દલ રકમ જ પાછી મળે છે
  • 1 વર્ષ પછી: જો તમે 2, 3 કે 5 વર્ષની TD કરાવી હોય અને 1 વર્ષ પછી પૈસા ઉપાડો છો, તો તમને મળવાપાત્ર વ્યાજ દરમાંથી 2% કાપીને વ્યાજ આપવામાં આવે છે. (દા.ત. જો વ્યાજ દર 7.5% હોય, તો તમને 5.5% લેખે વ્યાજ મળશે).

RPLI(ગ્રામ સંતોષ) સંપૂર્ણ માહિતી વીમા સાથે બચત કરો 

ખાસ નોંધ (5 વર્ષની ટેક્સ સેવિંગ TD) તમે ઇન્કમ ટેક્સ (80C) હેઠળ છૂટ મેળવવા માટે 5 વર્ષની TD કરાવી હોય, તો તમે 5 વર્ષ પહેલાં પૈસા ઉપાડી શકતા નથી. આમાં લોક-ઇન પિરિયડ હોય છે, જેમાં માત્ર કટોકટીના કિસ્સામાં (જેમ કે ખાતેદારનું મૃત્યુ) જ પૈસા પાછા મળે છે.

લોન મળે છે કે નહિ ? જો પૈસાની પાકતી મુદત પહેલા જો પૈસા ની જરૂર પડી હોય તો તમે આ TD સ્કીમ માં લોન કરી શકો છો 90% જેમાં તમને જે વ્યાજદર મળે તેના કરતાં બે ટકા વ્યાજ વધારે ભરવું પડે જેથી તમારું કામ પણ થઈ જશે અને તમારી ફિક્સ ડિપોઝીટર તોડવી નહીં પડે.

ટિપ્સ તમારે બે લાખ અથવા તો વધારે પૈસાની FD (ફિક્સ ડિપોઝિટ) કરવી હોય તો એક જ એકાઉન્ટમાં તમે FD ના કરો અલગ અલગ ત્રણ એકાઉન્ટમાં કરો જેથી કરીને ભવિષ્યમાં પૈસાની જરૂર પડી હોય તો તમારે વધારે ચાર્જ ચૂકવવો ન પડે

TD ખાતું ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ ?

  • (૧) ઓળખનો પુરાવો (ID Proof) – કોઈપણ એક
  • આધાર કાર્ડ (સૌથી વધુ માન્ય)
  • પાન કાર્ડ (PAN Card)
  • મતદાર ઓળખપત્ર (Voter ID)
  • ડ્રાઇવિંગ લાયસન્સપાસપોર્ટ

રહેઠાણનો પુરાવો (Address Proof) – કોઈપણ એક

  • આધાર કાર્ડ
  • વીજળી બિલ અથવા ટેલિફોન બિલ (છેલ્લા 3 મહિનાનું)
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક (ફોટા સાથેની)
  • પાસપોર્ટ સાઈઝ ફોટા બે
  • મોબાઈલ નંબર
  • વારસદાર ની માહિતી
  • તમારી નજીક પોસ્ટ ઓફિસ માં જઈ ખાતું ખોલાવી શકાય

પ્રો ટીપ્સ જો તમારી ઉંમર અથવા તો તમારા પરિવારના કોઈ સભ્યની ઉંમર 60 વર્ષથી ઉપર હોય તેમાં વ્યાજ દર વધારે મળે છે તેમાં પણ ખાતું ખોલાવી શકો છો, વ્યાજ 8.5% વાર્ષીક મળે છે.

ડિસ્ક્લેમર.આ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે. અહીં દર્શાવેલ વળતર ફક્ત ઉદાહરણો પર આધારિત છે. ભવિષ્યના વળતરની કોઈ ગેરંટી નથી. તે બજારની પરિસ્થિતિઓના આધારે વધઘટ થઈ શકે છે. અમે તમને રોકાણ કરવાની સલાહ આપી રહ્યા નથી; અમે ફક્ત ઉદાહરણો સાથે સમજાવી રહ્યા છીએ. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.


શેર કરો

Leave a Comment