SBI Senior Citizen Savings Scheme 2026: નિવૃત્તિ પછીની સુરક્ષિત અને નિયમિત આવકનો શ્રેષ્ઠ વિકલ્પ

શેર કરો

જ્યારે આપણે નોકરી કરતા હોય ત્યારે ઘર ખર્ચ માટે દર મહિને અમુક ફિક્સ રકમ પગાર તરીકે આવી જતી હોય છે એટલા માટે પૈસાની કોઈ ચિંતા હોય નહિ પૈસાની કોઈ જરૂરિયાત હોતી નથી પરંતુ જ્યારે પણ આપણે રિટાયરમેન્ટ થઈ જશું ત્યારે પહેલી જો કોઈ ચિંતા હોય તો છે તે છે ઘર ખર્ચ ની હવે કે આવનારા મહિના પછી ઘર ખર્ચ ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે.

તો તમે પણ નોકરી કરી અને રિટાયર્ડ થયા હોય અથવા તો તમારા પરિવારમાંથી કોઈ પણ રિટાયર્ડ થવાનું હોય પ્રાઇવેટ જોબ કરતા હોય અથવા તો સરકારી કોઈ નોકરી કરતા હોય આર્મીમાંથી રીટાયર્ડ થયા હોય પૈસાની ચિંતા હોય તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.

SBI સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)

જીહા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબીઆઇ બેન્ક અને સરકારની ગેરંટી વાળી એક એવી સ્કીમ જેનું નામ છે SCSS (સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ) જેમાં તમને સરકારની ગેરંટી મળશે ગેરેન્ટેડ વ્યાજદર મળશે અને દર ત્રણ મહિને ₹61500 જેટલું વ્યાજદર મેળવી શકો છો.

દર 3 મહિને શાનદાર રિટર્ન.

તાજેતરમાં આ યોજનામાં સરકારે ખૂબ જ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી ગ્રાહકોને શું ફાયદો થશે જે નીચે મુજબ છે.

  • (૧) ખૂબ જ આકર્ષક વ્યાજ દર હાલમાં આ સ્કીમમાં 8.2% વાર્ષિક વ્યાજ દર તમને મળે છે
  • (૨) બીજી ખાસ બાબત એ છે મિત્રો કે તમે આજે અમારો મકાન કરો અને આજનો જે વ્યાજ દર તમને આજે હશે તે જ આવનારા પાંચ વર્ષ સુધી જળવાઈ રહેશે તે પછી કદાચ વ્યાજદર ઘટી જાય તો પણ તમારા રોકાણ ઉપર કોઈ પણ ફરક પડતો નથી
  • (૩) આમાં તમને દર ત્રણ મહિને તમારા ખાતામાં સીધું વ્યાસ જમા થશે
  • (૪)જો તમે આમાં મહત્તમ રોકાણ કરો છો તો તમને ₹61,500 દર ત્રણ મહિને મળતા રહેશે પાંચ વર્ષ સુધી દર મહિને અંદાજે ₹20,500 તમને ગણતરી પ્રમાણે મળશે.

રોકાણની મર્યાદા કેટલી છે ?

સિંગલ એટલે વ્યક્તિગત રોકાણની વાત કરીએ આમા પહેલા મહત્તમ રોકાણ ₹15 લાખ રૂપિયા સુધીનું તમે કરી શકતા હતા પરંતુ તેમાં ફેરફાર કરી હવે તમે વ્યક્તિગત રોકાણ ₹30 લાખ રૂપિયા સુધી કરી શકો છો.

મહત્તમ 30 લાખ રૂપિયા ના રોકાણ પર કેટલું વળતર મળશે ?

આ યોજનામાં તમે એક સાથે ₹30 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો 8.2% વાર્ષિક વ્યાજ દર લેખે તમને કુલ રકમ ₹2,46000 મળશે.

એટલે કે દર ત્રણ મહિને તમને મળવા પાત્ર રકમ ₹61,500 પુરા તમારા ખાતામાં જમા થશે. એટલે કે દર મહીને ₹20500 જમાં થશે પૂરા પાંચ વર્ષમાં ફક્ત વ્યાજ જ ₹12,30,000 મળવા પાત્ર રહેશે અને અલગથી તમારી મૂળ રકમ ₹30 લાખ તો પડી જ રહેશે કુલ મળી ₹42 લાખ ₹30 હજાર રૂપિયા ની રકમ તમને પાંચ વર્ષ પછી મળવા પાત્ર રહેશે.

પતિ પત્ની બંને મહત્તમ કેટલું રોકાણ કરી શકે ?

જો પતિ પત્ની બંને આ યોજના માટે પાત્ર છે તો બંને અલગ અલગ પોતાના ત્રીસ ત્રીસ લાખ રૂપિયા રોકાણ કરી શકે છે એટલે કે કુલ ₹60 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે તેનું મહિનાનું વ્યાજ ₹41000 આસપાસ થાય છે દર ત્રણ મહિને તમને ₹1,23,000 મળવા પાત્ર રહેશે.

પોસ્ટ ઓફિસ ડબલ એન્જિન સ્ટ્રેટેજી (MIS + PPF): ઝીરો રિસ્ક સાથે કરોડપતિ બનવાનો સ્માર્ટ રસ્તો

દર ત્રણ મહિને જમા પૈસા કઈ કઈ તારીખે થશે આ સ્કીમમાં દર ત્રણ મહિનાની એક ફિક્સ તારીખે તમારા ખાતામાં વ્યાજ જમા થશે જે તારીખો નીચે મુજબ છે વર્ષમાં ચાર વખત જમા થશે.

  • (1) ૧લી એપ્રિલ (1st April)
  • (2) ૧લી જુલાઈ (1st July)
  • (3) ૧લી ઓક્ટોબર (1st October)
  • (4) ૧લી જાન્યુઆરી (1st January)

આ યોજના માટે કોણ કોણ પાત્ર છે ?

આ સ્કીમારોખણ કરવા માટે ભારત સરકારે અમુક ખાસ નિયમો બનાવ્યા છે નીચે પ્રમાણે છે

  • (૧) તમારી ઉંમર 60 વર્ષ અથવા તો તમારે વધારે હોવી જોઈએ અને ખાસ ભારતના નાગરિક હોવા જોઈએ એન.આર.આઈ આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
  • (૨) જો કોઈ વ્યક્તિએ 55 થી 60 વર્ષની વચ્ચે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી (VRS) હોય એવા લોકો પણ આમાં રોકાણ કરી શકે.
  • (૩) ડિફેન્સ કર્મચારીઓ: જો તમે સંરક્ષણ દળો થી રિટાયર્ડ થયા છો, તો તમે 50 વર્ષની ઉંમરથી જ આ ખાતું ખોલાવી શકો છો (નિયમ મુજબ ૧ મહિનાની મર્યાદા અહીં પણ લાગુ પડે છે).

​કોણ પાત્ર નથી ?

  • NRI વિદેશી ભારતીય, અને એચ.યુ.એફ. (HUF – Hindu Undivided Family) આ યોજનામાં રોકાણ કરી શકતા નથી.
  • સંયુક્ત ખાતુ માત્ર પતિ પત્ની બંને જ ખોલાવી શકે બીજા કોઈ દીકરા દીકરીઓ સાથે તમે ખોલાવી નહીં શકો.

SBI ની 444 દિવસની અમૃત વૃષ્ટિ FD સ્કીમ: ફાયદો કે નુકસાન? 

ટેક્સ બેનિફિટ અને ટીડીએસ (TDS) ના નિયમો.

આ સ્કીમમાં ટેક્સ બેનિફિ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ નાણાકીય વર્ષમાં ₹1.5 લાખ સુધીની કર છૂટ મળી શકે છે.

મળતું વ્યાજ પર ટેકસ : જોકે તમને દર ત્રણ મહિને મળતું વ્યાજ પુરી તરફ ટેક્સેબલ રહેશે તમારા સ્લેબ પ્રમાણે તમારા વ્યાજ ભરવું પડશે

TDS કપાત: જો નાણાકીય વર્ષમાં કુલ વ્યાજની રકમ ₹50,000 થી વધી જાય, તો બેંક 10% TDS કાપી શકે છે. જો તમારી કુલ વાર્ષિક આવક કરમર્યાદાથી ઓછી હોય, તો તમે દર વર્ષની શરૂઆતમાં SBI શાખામાં ફોર્મ 15H જમા કરીને TDS કપાત અટકાવી શકો છો.

પ્રિ-મેચ્યોર ક્લોઝર (સમય પહેલાં ખાતું બંધ કરવાના નિયમો) આ સ્કીમની પાક્તી મુદત પાંચ વર્ષની છે પરંતુ કોઈ સંજોગોમાં તમે પાંચ વર્ષ પહેલા પૈસા ઉપાડી લેશો તો નીચે મુજબ પેનલ્ટી લાગી શકે છે

  • (૧) રોકાણ કર્યાના એક વર્ષ પહેલા જ પૈસા ઉપાડી લેશો અગાઉ મળેલું વ્યાસ મૂળ રકમ માંથી કાપી લેવામાં આવશે.
  • (૨) ​1 થી 2 વર્ષ વચ્ચે બંધ કરવા પર: જમા રકમ પર 1.5% પેનલ્ટી કમાઈ લેવામાં આવે છે.​
  • (૩) 2 થી 5 વર્ષ વચ્ચે બંધ કરવા પર: જમા રકમ પર 1% પેનલ્ટી કાપવામાં આવે છે.

ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા

  • (૧) ઉમરનો પુરાવો: પાન કાર્ડ, પાસપોર્ટ કે જન્મ પ્રમાણપત્ર.
  • (૨) ઓળખ અને સરનામાનો પુરાવો: આધાર કાર્ડ કે વોટર કાર્ડ આઈડી.
  • (3) નિવૃત્તિનો પુરાવો: જો VRS કે ડિફેન્સમાંથી રિટાયર્ડ થયા હોવ તો PPO (Pension Payment Order) અથવા સંબંધિત દસ્તાવેજ.
  • (૪) પાસપોર્ટ ફોટો 4 કોપી

એસબીઆઈ (SBI) અને અન્ય બેંકો/પોસ્ટ ઓફિસ

​આ સ્કીમ માત્ર SBI જ નહીં, પરંતુ ભારત સરકારના નિયમો હેઠળ દેશની તમામ અધિકૃત બેંકો અને પોસ્ટ ઓફિસ (Post Office) માં પણ ઉપલબ્ધ છે.

પેમેન્ટની રીત: ₹1 લાખ સુધીનું રોકાણ રોકડ (Cash) દ્વારા કરી શકાય છે, પરંતુ જો રોકાણ તેનાથી વધુ હોય તો ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) દ્વારા જ ચૂકવણી કરવી પડે છે.

​આજના સમયમાં SBI સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) ભારતના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી સુરક્ષિત, સરકારી ગેરંટીવાળી અને ભરોસાપાત્ર ફિક્સ્ડ ઇન્કમ યોજનાઓમાંની એક છે. નિવૃત્તિ પછી આર્થિક ચિંતાઓથી મુક્ત થઈને સન્માનપૂર્વક જીવન જીવવા માટે આ યોજનામાં રોકાણ કરવું એ એક ખૂબ જ સમજદારીભર્યું પગલું સાબિત થઈ શકે છે.

sbi official website


શેર કરો
નોંધ (Disclaimer): આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. અમે SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈપણ રોકાણ કે કાયદાકીય નિર્ણય લેતા પહેલા તે વિષયના નિષ્ણાત અથવા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે. રોકાણમાં બજારનું જોખમ રહેલું હોય છે.

Leave a Comment