SBI નું આ ફંડ કેમ રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે? જાણો પૂરી માહિતી

શેર કરો

મિત્રો આપ સૌ જાણતા હશો કે આજે SBI મ્યુચ્યુઅલ ફંડ 12,00,000 કરોડ કરતા પણ વધારે ફંડ મેનેજ કરી રહ્યું છે એનો સીધો મતલબ એ છે કે લોકો SBI ફંડ ઉપર દિવસે દિવસે એના પર ભરોસો વધતો જાય છે. ભારતમાં એસબીઆઈ ફોંડ વન નંબર ઉપર આવે છે બીજા નંબર ઉપર એચડીએફસી આવે છે.

અહી તમારા તમામ સવાલોના જવાબો મળી જશે.

  • આ કયું SBI ફંડ છે ?
  • અત્યાર સુધીમાં કેટલા લોકોએ તેમાં રોકાણ કર્યું છે?
  • શું તે આપણા માટે યોગ્ય હોઈ શકે છે ?
  • શું તે કોઈ ગેરંટી આપે છે ?
  • શું તેમાં કોઈ જોખમ સામેલ છે ?
  • SIP રોકાણ અને એકમ રોકાણ ?
  • બંને વચ્ચે શું તફાવત છે,અને કયું વધુ સારું રહેશે ?
  • ફકત 1000 નું થી sip થી કેવિરિતે 70 લાખ બનાવી શકો છો,ઉદાહરણો સાથે સંપૂર્ણ ગણતરીઓ સમજાવીશું.
  • લમસમ ફ્કત 50 હજાર થી કેવીરિતે 69 લાખ રૂપિયા બનાવી શકો
  • આ ફંડ ક્યાં રોકાણ કરે છે
આજે જે ફંડ વિશે વાત કરવાના છે તેનું નામ SBI BANKING & FINANCIAL SERVICES FUND
  • આ ફંડ SBI એ 5 માર્ચ 2015 માં લૉન્ચ કર્યો હતો
  • તેની NAV 51.63 છે જે એક યુનિટ ની કિંમત છે
  • ફંડ સાઇઝ AUM 10105રું કરોડ છે જેનો મતલબ લાખો લોકો એ આ ફંડ માં રોકાણ કર્યું છે.
  • Expense Ratio(ચાર્જ): 0.72% આ તમારા પૈસા ને મેનેજ કરવા માટે નો નાનો ચા દીર્જ હોઈ છે
  • 30 દિવસની અંદર પૈસા ઉપાડશો તો 0.50% નો ચાર્જ લાગશે. 30 દિવસ પછી કોઈ ચાર્જ નથી
  • લોકોએ આ ફંડ ને ફોર સ્ટાર ⭐ રેટિંગ આપ્યું છે, મતલબ અત્યાર સુધી નું ફંડનું પર્ફોઉન્સ સારું રહ્યું છે.

ફંડ મેનેજર પ્રદીપ કેસવન છે જેનું શિક્ષણ B.Com, MBA (ફાઇનાન્સ) અને CFA કર્યું છે અનુભવ SBI MF માં જોડાતા પહેલા, તેમણે Elara Capital, Accenture Strategy, Morgan Stanley અને 3i Infotech સાથે કામ કર્યું છે.

ટેકસ કેટલો લાગશે ? જો તમે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર તમારા યુનિટ્સ વેચો છો: ટેક્સનો દર: નફા પર 20% ટેક્સ લાગશે.આમાં કોઈ પણ પ્રકારની છૂટ મળતી નથી.

2. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ (LTCG) જો તમે રોકાણ કર્યાના 1 વર્ષ પછી યુનિટ્સ વેચો છો

  • છૂટની મર્યાદા: વર્ષ દરમિયાન થયેલા કુલ લોન્ગ ટર્મ નફામાં ₹1.25 લાખ સુધીનો નફો ટેક્સ-ફ્રી છે.
  • ટેક્સનો દર: ₹1.25 લાખથી વધુના નફા પર 12.5% ટેક્સ લાગશે.

એક ઉદાહરણથી સમજીએ: ધારો કે તમે ₹5 લાખનું રોકાણ કર્યું અને 14 મહિના પછી તેને ₹7 લાખમાં વેચો છો. અહીં તમને ₹2 લાખનો નફો થયો.

  • કુલ નફો: ₹2,00,000
  • કરમુક્ત મર્યાદા: ₹1,25,000
  • ટેક્સપાત્ર નફો: ₹75,000 (2,00,000 -1,25,000)
  • ભરવા પાત્ર ટેક્સ રકમ ₹75.000 ના 12.5% = ₹9,375 (વત્તા સેસ). થશે
  • મતલબ તમારા બે લાખના નફા પર ₹9,375 ટેકસ લાગશે.

આ ફંડ માં બે રીતે રોકાણ કરી શકો (૧) SIP જેમાં તમે હર મહિને મિનિમમ ₹500 થી શરૂઆત કરી શકો છો મેક્સિમમ કોઈ લિમિટ નથી

(૨) લમસમ ઇન્વેસ્ટમેન્ટ ફક્ત એક જ વખત રોકાણ કરવાનું છે જેમાં તમે મિનિમમ 5000 રૂપિયાથી શરૂઆત કરી શકો

રોકાણ કેવી રીતે કરવું ? Grow application, zerodha, Angel કોઈપણ એક માં ડિમેટ એકાઉન્ટ ઓપન કરી અને રોકાણ કરી શકશો

Sip અને લમસમ કયું બેસ્ટ છે ? 1. જો તમે માર્કેટના જાણકાર નથી: તો SIP જ શ્રેષ્ઠ છે. તે ટેન્શન ફ્રી છે અને કમ્પાઉન્ડિંગનો પૂરો લાભઆપે છે.

2. જો માર્કેટ અત્યારે નીચે (Crash) હોય: તો લમસમ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

3. ગોલ્ડન રૂલ: મધ્યમ માર્ગ એ છે કે તમારી પાસે મોટી રકમ હોય તો તેને એકસાથે ન નાખતા ‘STP’ (Systematic Transfer Plan) 6 થી 12 મહિનામાં ધીમે ધીમે રોકાણ કરો.

૪ લાંબા ગાળાના રોકાણ માટે 10 થી 15 વર્ષ માટે લમસમ કરેલું રોકાણ સરું વળતર મળી શકે છે.

તમારા પૈસા ક્યાં રોકાણ કરવામાં માં આવશે આ ફંડ કુલ 36 કમનીઓ માં રોકાણ કરે છે જેમાંની ટોપ 10 નીચે મુજબ છે.

  • 1.HDFC Bank Ltd.
  • 2 Axis Bank Ltd.
  • 3 Kotak Mahindra Bank Ltd.
  • 4 Bajaj Finserv Ltd.
  • 5 State Bank of India
  • 6 ICICI Bank Ltd.
  • 7 SBI Life Insurance Company Ltd.
  • 8 Muthoot Finance Ltd.
  • 9 ICICI Prudential Asset Management Compa.
  • 10 Multi Commodity Exchange Of India Ltd.
  • જેમ જેમ આ કંપનીઓ ગ્રોથ કરતી રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધતા રહેશે

* ભુતકાળ માં કેટલું રિટર્ન આપ્યું છે ?

વર્ષ સમય ગાળો વળતર
છેલ્લા 6 મહિના માં 10% રીટર્ન
છેલ્લા એક વર્ષમાં 24% રીટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં 23% રીટર્ન
છેલ્લા પાંચ વર્ષમાં16% રીટર્ન
અત્યાર સુધી એવરેજ16.17% રીટર્ન

કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રીટર્ન ની કોઈ ગેરંટી નથી હોતી ભૂતકાળમાં જે રિટર્ન આપ્યું છે તે ભવિષ્યમાં આપશે એવું ચોક્કસ નથી હોતું ઓછામાં વધુ થતું હોય છે.

આ ફંડ માં રોકાણ કરવા ના ફાયદા અને નુક્સાન ?

  • નાણાકીય ક્ષેત્રની મજબૂત પકડ: ભારતની અર્થવ્યવસ્થા વધશે તેમ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વૃદ્ધિ થવાની શક્યતા સૌથી વધુ છે. આ ફંડ HDFC, ICICI, SBI કોટક જેવી દિગ્ગજ બેંકોમાં રોકાણ કરે છે.
  • પ્રોફેશનલ મેનેજમેન્ટ: SBI મ્યુચ્યુઅલ ફંડના અનુભવી ફંડ મેનેજરો માર્કેટના ટ્રેન્ડ અને સેક્ટરની સ્થિતિ મુજબ પોર્ટફોલિયોમાં ફેરફાર કરે છે.
  • લાંબા ગાળાના રોકાણ પર વધારે વળતર મળી શકે

નુકશાન અને જોખમો શુ છે ?

  • આ એક સેક્ટરલ ફંડ છે, એટલે કે જો બેંકિંગ સેક્ટરમાં મંદી આવે તો વળતર ઓછું મળી શકે છે. તે ડાયવર્સિફાઇડ ફંડ્સ (જેમ કે ફ્લેક્સિ-કેપ) જેટલું સુરક્ષિત નથી.
  • વ્યાજ દરોમાં ફેરફાર, RBI ના નિયમો અથવા વૈશ્વિક આર્થિક સ્થિતિની સીધી અસર આ ફંડ પર પડે છે.તેથી, ટૂંકા ગાળા માટે આ ફંડ જોખમી હોઈ શકે છે.

SBI ની આ સ્કીમ બાળકો ના શિક્ષણ માટે સૌથી બેસ્ટ સ્કીમ વિશે પણ જાણો

એક ઉદાહરણ થી આ ફંડના ભવિષ્ય ના વળતર વિશે જાણીશું

માની લો અમે આજે આ ફંડ માં આજે 50,0000 નું રોકાણ કર્યું અને ભવિષ્ય માં ફક્ત 16%. વાર્ષીક રિટર્ન આપે કેટલું મોટું ફંડ બની શકે નીચે કોષ્ટક માં જુઓ

વર્ષ (સમયગાળો) અંદાજિત વળતર કુલ રકમ
5 વર્ષ₹55,017₹1,05,017
10 વર્ષ₹1,70,5722,20,572
15 વર્ષ₹4,13,276₹4,63,276
20 વર્ષ ₹9,23,038₹9,73,038
25 વર્ષ₹19,93,712₹20,43,712
30 વર્ષ₹42,42,494₹42,92,494

તે જ પ્રમાણે આ ફંડ માં મહિને 1000રું SIP 30 વર્ષ સુધી કરો અને એવરેજ 16% રીટર્ન આપે તો કેટલું મોટું ફંડ બની શકે નીચે જુઓ.

રોકાણ કરેલી કુલ રકમ ₹3,60,000
અંદાજિત વળતર ₹65,42,764
કુલ રકમ ₹69,02,764

અહીં દર્શાવવામાં આવતા આંકડાઓ માત્ર ભૂતકાળના દેખાવ (Past Performance) પર આધારિત એક અંદાજ છે. બજારની વધ-ઘટ અને આર્થિક ફેરફારોને કારણે ભવિષ્યમાં પણ એવું જ અથવા તેટલું જ વળતર મળશે તેની કોઈ લેખિત ખાતરી કે ગેરંટી હોતી નથી.

ડિસ્ક્લેમર: રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા તમારા નાણાકીય સલાહકાર (Financial Advisor) ની મદદ લેવી જરૂરી છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે.

Primary Tags:#SBI #MutualFund #BankingSector #Investing #Finance #StockMarketIndia #SBIMutualFund #BankingAndFinancialServices #GrowthTrending Tags:#SIP #FinancialFreedom #WealthCreation #MarketAnalysis #NiftyBank #InvestmentTips #SmallCap


શેર કરો

Leave a Comment