હવે કોઈપણ યુવાન પહેલી નોકરી મેળવશે તો સરકાર તરફથી 15000 રૂપિયા મળશે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના

15 ઓગસ્ટ 2025 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી આ યોજનાની જાહેરાત કરી છે આ યોજનામાં હવે કોઈપણ યુવાન પ્રાઇવેટ કંપનીમાં પહેલી નોકરી મેળવશે તો તેને 15000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે.
આ યોજનાની અવધી બે વર્ષની છે એટલે કે 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 સુધી જે યુવાનો નોકરી મેળવશે એને 15000 રૂપિયા સરકાર તરફથી પ્રોત્સાહિત રકમ મળશે.
- આ લેખમાં આપણે આટલી વાતો જાણીશું
- આ યોજના શું છે
- આ યોજનાનો હેતુ શું છે
- કોણ લઇ શકશે આ યોજનાનો લાભ
- યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- કેવી કંપનીમાં નોકરી કરશો તો મળશે લાભ
- નિયમો શું છે
- અરજી ક્યાં કરવી
યોજના શું છે?
પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના (PM-VBRY) એ 1 એક ઓગસ્ટ 2025 કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના છે. આ યોજના હેઠળ કોઈ યુવાન પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવે તો તો DBT ના માધ્યમથી સીધા તેના ખાતામાં 15000 જમા કરવામાં આવશે. સાથે સાથે નોકરીદાતા ઓને પણ નવા કર્મચારીઓને ભરતી કરવા માટે દર મહિને 2 થી 3 હજાર પ્રોત્સાહન રકમ મળશે. જેથી નાની મોટી કંપનીઓ પણ યુવાનોની ભરતી કરવા વધારે પ્રેરાશે છે.
આ બે વર્ષની અંદર સરકારનો લક્ષ 3.5 કરોડ બેરોજગાર યુવાનોને રોજગાર આપવાનો છે જે અનુસંધાને લગભગ એક લાખ કરોડ રૂપિયા પણ ફાળવવાની જાહેરાત કરી હતી .
આ યોજનાનો હેતુ શું છે ?
આ યોજનાનો હેતુ બેરોજગાર યુવાનોને રોજગાર આપવાનો છે જે પ્રમાણે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે પૈસા 15000 રૂપિયા મળશે એ જ પ્રમાણે નાની મોટી કંપનીઓને પણ બે થી ત્રણ હજાર રૂપિયા દર મહિને મળશે જેથી કંપનીઓ વધારે યુવાનોની ભરતી કરશે અને બેરોજગારી ઘટશે.
કોણ લઇ શકશે આ યોજનાનો લાભ ?
કોઈપણ યુવાન પોતાનો અભ્યાસ કરી અને કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં પહેલીવાર નોકરી મેળવશે તો તેને 15000 રૂપિયા મળશે પરંતુ એવી કંપનીઓમાં નોકરી મળવાથી જ આ લાભ મળશે જે EPFO માં રજીસ્ટર કંપની હોય યોજનાનો લાભ પહેલી ઑગસ્ટ-2025 થી 31 જુલાઈ-2027 વચ્ચે નોકરીએ રાખેલ યુવાઓને લાગુ પડશે. પહેલી નોકરી મળતાં જ UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જનરેટ કરવો અને એક્ટિવેટ કરવો પડશે જે UMANG એપ્લિકેશન પરથી કરી શકશો.
યોજનાનો લાભ લેવા માટે ઉમંગ એપ (Umang App) પર ફેસ ઓથેન્ટિકેશન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને UAN નંબર જનરેટ કરવો પડશે. જ્યારે એમ્પ્લૉયર pmvbry.epfindia.gov.in અથવા pmvbry.labour.gov.in પર વન-ટાઇમ રજિસ્ટ્રેશન કરી શકશે.
આ યોજના બે પાર્ટમાં વિભાજીત કરવામાં આવી છે
પાર્ટ A EPFO મા પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરાવનાર કર્મચારીઓને જ આ યોજનાનો લાભ મળી શકશે 15000 તમને બે હપ્તા માં મળશે એક નોકરીના છ મહિના થઈ ગયા પછી 7500 મળશે અને બીજો એક વર્ષ પછી 7500 મળશે, સાથે એક લાખથી વધારે પગાર ના હોવો જોઈએ તમારો
પાર્ટ B મેન્યુફેક્ચરિંગ કંપની ઉપર સૌથી વધારે ફોકસ કર્યું છે સરકારે આ યોજના હેઠળ નોકરી આપનાર કંપનીને છ મહિના સુધી પ્રત્યેક નવા એમ્પ્લોયર દિઠ ₹3,000 મહિને આપવામાં આવશે. EPFO સાથે નોંધાયેલ (50 થી ઓછા કર્મચારીઓ વાળી કંપની માટે) છ મહિના માં ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ અને (50 કે તેથી વધુ કર્મચારીઓ વાળી કંપની માટે)પાંચ વધારાના કર્મચારીઓ ને નોકરી પર રાખવા ફરજિયાત રહેશે.
યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ ?
- આધાર કાર્ડ
- બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક
- રોજગાર કરાર અથવા નોકરી નિમણૂક પત્ર
- EPFO સાથે જોડાયેલ વિગતો (UAN નંબર)
- ફોટો અને ઓળખ પુરાવો