તમારી જમીન પર કોઈએ ગેર કાયદેસર દબાણ કર્યું છે તો આરીતે ખુલ્લું કરાવો | પાડોશીએ જમીન પર દબાણ કર્યું હોઈ તો આ રીતે અરજી કરો

જો તમારી જમીન ઉપર કોઈએ દબાણ કર્યું હોય પાડોશી એ દબાણ કર્યું હોય અને તમને ના ખ્યાલ હોય કે એના માટે અરજી ક્યાં કરવી? તો આર્ટીકલ પૂરેપૂરો વાંચી લો તમામ માહિતી ડિટેલ માં આપેલી છે કોઈપણ વ્યક્તિને તમારી કાયદેસરની જમીન ખાલી કરવી પડશે.
* સૌપ્રથમ તમારે તમારી જમીન ની તમારે સરકારી માપણી સીટમાં મપાવી લેવાની છે અને તેમાં પણ તાત્કાલિક જમીન મપાય તે પ્રમાણે અરજી કરવાની સાદી અરજી નહિ ત્યાર બાદ 30 દિવસ માં માપણી સીટ જમીન મપાય જશે…અને માપણી સીટ પણ આવી જશે આ માપન સીટમાં જે સર્વે નંબરમાં તમારી જમીન દબાઈ ગયેલી છે તે એ સર્વે નંબર અને જ્યાં દબાઈ ગયેલી છે તો એ પણ આવી જશે.
જમીન માપણી માટે અરજી કયાં કરવું ?
દરેક જિલ્લા માં DILR કચેરી (district Inspector land record) હોઈ છે અને જમીન ને લાગતા ઘણાખરા પ્રશ્ન અહી સોલ્વ થાઈ છે આ કચેરીમાં તમારે જમીન તત્કાલીન માપણી માટેની અરજી આપી દેવાની ત્યાં તેની કાયદેસર ફ્રી હોય એ આપી દેવાની ફી બહુ જાજી નથી હોતી
ત્યારબાદ 30 દિવસ પણ તમારી જમીન માપાઈ જશે અને માપણી સીટ તમારા હાથમાં આવી જશે એમ આપણે સીટ લઈ ને તમારે પ્રાંત કોર્ટમાં કેસ દાખલ કરવાનો છે જે તમારે મામલતદાર કચેરીમાં તપાસ કરવાનો ત્યારબાદ પ્રાંત અધિકારી જે તે જમીન ખાલી કરવાનો અથવા તો ચેક કરવાનો હુકમ કરશે પરંતુ ખાલી હુકમથી સામે વ્યક્તિ જમીન ખાલી કરી દે તો વાંધો નહીં જો ના ખાલી કરે તો તમારે બીજું એક કામ કરવાનું છે.
પ્રાંત કોર્ટમાં જ્યારે પણ તમે તમારી અરજી દાખલ કરો તો એની સાથે સાથે તમારે કોર્ટ કમિશનરની માંગણી પણ કરી લેવાની તેની જે કાયદેસર ફી આવતી હોય તમારે એકલા એ જ ભરી દેવાની કોર્ટ કમિશનરની માગણી કરશો એટલે કોર્ટ હુકમ કરશે અને કોર્ટનો હુકમ કોઈ ટાળી શકે નહીં, એટલા માટે જમીન માપવા માટે સામેવાળી વ્યક્તિ તમને ના નહીં કહી શકે. અને પોલીસ પ્રોડક્શન સાથે તે બંનેની જમીન જે છે એ માપવામાં કોર્ટ તમને માપી આપશે. કોર્ટ શાદી માગણી નો હુકમ પણ કરશે જેમાં તમારે કોઈ ફી નહીં ચૂકવવી પડે પરંતુ તમારે એમ નથી કરવાનું તમારે કોર્ટ કમિશનરની માંગણી કરી લેવાની છે અને ફી 7/8 હજાર અંદાજિત ભરી દેવાની છે
કોર્ટ કમિશનર એટલે શું ?
તો કોર્ટ કમિશનર તે એક પ્રકારે વકીલ જ હોય છે પરંતુ કોર્ટ તેને વધારાનો પાવર આપેલ હોઈ છે, જેને કોર્ટ કમિશનર તરીખે ઓળખાય છે, તેનો પાવર જજ સાહેબ જેટલો હોઈ છે તેથી કોર્ટ ઓફ સિવિલ પ્રોસિજર section No 75 ઓર્ડર નો 26 માં કોર્ટની પાસે પાવર હોઈ છે કે કોર્ટ કોઈ પણ સ્પેશિયલ કેસ માં કોર્ટ કમિશનરની નિમણૂક કરી શકે છે અને કોર્ટ કમિશનરનો નિર્ણય કોર્ટ માન્ય રાખે છે.
જમીન દબાણ દૂર કરવા વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
એટલા માટે તમે કોર્ટ કમિશનર ની માગણી કરશો તો ફક્ત 21 દિવસ માં માપણી થશે અને હુકમ આવ્યા પછી લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ દાખલ કરી શકો પરંતુ હુકમ થઈ ગયા પછી. લેન્ડ ગ્રેબિંગનો નો કેસ દાખલ કરવો.લેન્ડ ગ્રેબિંગ કેસ માં 10 વર્ષ ની જેલ અને દંડ ની જોગવાઈ
લેન્ડ ગ્રેબિંગનો તમે સામે વ્યક્તિને સજા દેવડાવવા માગતા હોય તો જ તમે દાખલ કરજો બાકી લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવાની કોઈ જરૂર નહીં. આ પ્રમાણે તમે કાર્યવાહી કરશો એ કોઈ પણ વ્યક્તિ તમારી જમીન જેને દબાણ કર્યો હશે તે તમને કાઢી આપશે