હવે રોડ પર અકસ્માત થાય તો દોઢ લાખ સુધી ખર્ચ સરકાર ભોગવશે સરકારની નવી જાહેરાત | 24 કલાકમાં પોલીસને જાણ કરવી પડશે

Spread the love

આમતો આ વાહન અકસ્માત યોજના 2018 માં ચાલુ કરી હતી પરંતુ તેમાં બદલાવ કરી હવે આ યોજના ના ભારતના કોઈપણ રાજ્યમાં જો રોડ અકસ્માત થાય તો 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવે છે. તેમાં પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા છે બધા વાહન રોડ અકસ્માતમાં સહાય મળતી નથી ફક્ત પેસેન્જર મોટર વાહનોને સહાય મળે છે જેમ કે (કાર ,મોટર ,બાઈક ,ટ્રક)

અકસ્માત થયાના સાત દિવસ સુધી સારવાર મળી શકશે 1.5 લાખ થી વધારે જો ખર્ચ થાય તો તે દર્દીએ ભોગવવો પડશે.

સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ આખીરકર કેન્દ્ર સરકારે દેશભરમાં રોડ અકસ્માત પીડિતોની તાત્કાલીક સારવાર માટે કેશલેસ યોજના એટલે કે મફત સારવાર યોજનાનો અમલ શરૂ કર્યો છે કેન્દ્ર સરકારે પરિવહન મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કર્યું છે

જે પ્રમાણે 5 મે 2025 ના રોજ ભારતના તમામ રાજ્યોમાં આ યોજનાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે હવે પછી આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિનું રોડ અકસ્માત થાય તેના શરૂઆતના સાત દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે એ પણ વ્યક્તિ દીઠ આપવામાં આવશે એક્સિડન્ટ માં જેટલા પણ ઘાયલ લોકો હોય એ તમામ વ્યક્તિને દોઢ લાખ રૂપિયાની સારવાર આપવામાં આવશે. પરંતુ એકસીડન્ટના દિવસથી 24 કલાકની અંદર પોલીસની જાણ કરવી જરૂરી રહેશે.

તો 1.5 લાખ રૂપિયાથી વધારે ખર્ચ થશે તો તે દર્દીએ પોતે ભોગવવાનો રહેશે પરંતુ દર્દી વધારે ઘાયલ હોય અને બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો હોય તો એ હોસ્પિટલ ની વ્યવસ્થા પણ જે તે હોસ્પિટલમાં દાખલ હોય એ હોસ્પિટલ જ કરવાનો રહેશે સાથે સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની રહેશે ત્યારબાદ દસ દિવસ પછી હોસ્પિટલ જે પ્રમાણે બિલ હશે એ પ્રમાણે બિલ મૂકશે અને સરકારી એજન્સીઓ અને દસ દિવસની અંદર બિલ ચૂકવી આપશે.

સરકારે જાહેર કરેલી હોસ્પિટલો ની લિસ્ટની બહાર તમે જો બીજી હોસ્પિટલોમાં સારવાર કરાવશો તેમાં ફક્ત પ્રાથમિક સારવારનો ખર્ચ તમને મળી શકશે એમાં 1.5 લાખ રૂપિયા સુધીની સહાય નહીં મળે એમાં પણ અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે.

સરકારે આ યોજનાને કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ ૨૦૨૫ નામ આપ્યું છે.(મતલબ કે પૈસા વગર નહિ મફત સારવાર ) જે પ્રમાણે આયુષ્માન કાર્ડ માં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે હેલ્થ વીમા મળે છે તે જ પ્રમાણે આ યોજનામાં અકસ્માત થયું હોય તો 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળે છે.

ત્યારે આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરા સવાલો પૂછ્યા હતા કોઈ વ્યક્તિનો રોડ આકસ્માત થાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે એના માટેની તમારી પાસે કોઈ પણ પ્રકારની યોજના નથી જેમ કે બંધારણમાં એ પ્રાવધાન છે છતાં પણ તમે કોઈ એક્શન લીધી નથી , અકસ્માત સમયનો પહેલો એક કલાક જે છે એ સૌથી મહત્વનો હોય છે દર્દીઓ માટે તો એને યોગ્ય સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે.

ત્યારબાદ કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરેલો છે ટૂંક સમયની અંદર જ એનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે અને તેની જાહેરાત આખિર કાર પાંચ મે 2025 ના રોજ કરી દીધી હતી.


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *