Uidai એ આધારકાર્ડ અપડેટ ને લઈ આપી ચેતાવણી | Uidai ની ચેતાવણી આધાર અપડેટ નહિ કરો તો થઈ જશે બંધ | Aadhar Update News

આધારકાર્ડ અપડેટ ને લઈ ને માઠા સમાચાર આવ્યા છે UIDAI ચેતવણી આપતા કહ્યું છે કે પાંચથી સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો તમારું આધારકાર્ડ ડી એક્ટિવેટ થઈ શકે છે,
તમારા તમામ પ્રશ્નોના જવાબ.
- આધાર કાર્ડ કોને કોને અપડેટ કરાવવું જરૂરી છે ?
- આધાર કાર્ડ કોને કોને અપડેટ કરાવવું જરૂરી નથી ?
- આધારકાર્ડ કયા અપડેટ કરાવવું ?
- આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો શું થશે ?
- અત્યારે ફ્રીમાં કરાવો પછી સો રૂપિયા ચાર્જ લાગશે
આધાર કાર્ડ આજના સમયમાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે, જે માત્ર તમારી ઓળખ અને નાગરિકત્વ નો પુરાવો જ નથી, પરંતુ સ્કૂલમાં એડમિશનથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ જરૂરી છે.
તમારું આધારકાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. એવામાં હવે આધાર કાર્ડને લઈને (UIDAI)એ ચેતવણી જાહેર કરી છે.
UIDAI એ ચેતવણી આપી કે બાળ આધાર એટલે કે બાળકોના આધાર કાર્ડ માટે જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે, 5 થી 7 વર્ષની વયના બાળકોના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ, કરાવવા જરૂરી છે.
સાથે સાથે UIDAI એ પણ જણાવ્યું છે કે 5 થી લઇ 7 વર્ષ બાળકો નાં આધાર અપડેટ જો સમયસર કરાવી લેશો, તો અનિવાર્ય બાયોમેટ્રિક અપડેટ થી શાળામાં પ્રવેશ (સ્કૂલ એડમિશન), પ્રવેશ પરીક્ષા (એન્ટ્રેન્સ એક્ઝામ), શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) અને DBT લાભો સુધી લઈ શકશો.
આ સાથે જ UIDAI એ પણ જણાવ્યું કે બાળકો ના વાલી, 7 વર્ષથી મોટા બાળકોનું આધાર બાયોમેટ્રિક અપડેટ (Aadhaar Biometric Update) સમયસર નહિ કરે, તો તેનું આધાર ડિએક્ટિવેટ કરવામાં આવી શકે છે અને તે અનેક લાભોથી વંચિત રહી શકે છે. સરકારી યોજનાઓનો લાભ નહીં મળી શકે સ્કોલરશીપ નહીં મળી શકે અહી સુધી કે સ્કૂલ માં એડમિશન પણ નહીં મળી શકે માટે સમયસર આધાર અપડેટ કરાવવું જરૂરી .
હાલ મફત… પછી 100 રૂપિયા ચાર્જ લાગશે.
UIDAI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, 5 થી 7 વર્ષના બાળકોના આધાર નું બાયોમેટ્રિક અપડેટ અથવા MBU પ્રોસેસ હાલમાં ફ્રી માં કરાવી શકશો એટલે કે તેના માટે કોઈ ફી લેવામાં આવતી નથી. જોકે, 7 વર્ષ પછી આ કામ કરાવવા માટે 100 રૂપિયા ફી ચૂકવવી પડે છે.
આધાર અપડેટ ના નિયમો શું છે ?
બાળ આધાર કાર્ડ અપડેટ ના નિયમોની વાત કરીએ તો 0 થી 5 વર્ષની વયના બાળકોનું આધાર કાર્ડ બાયોમેટ્રિક વિના બની જાય છે. તેને બનાવવા માટે બાળકની જરૂર પડતી નથી ફક્ત બાળકનો ફોટો, જન્મ નું પ્રમાણપત્ર , અને સાથે માતા-પિતાના ડોક્યુમેન્ટ જેમકે આધાર કાર્ડ ની જરૂર પડે
પરંતુ, જ્યારે બાળક 5 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે, ત્યારે પહેલું કામ એ કરવાનું કે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ તરીકે તેના ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અને લેટેસ્ટ ફોટો અપડેટ કરાવવો જરૂરી બને છે.
આધાર કાર્ડ અપડેટ ક્યાં કરાવવું ?
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે બાળ આધારમાં બાયોમેટ્રિક અપડેટ માટે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને કરાવી શકો છો. જ્યાં તમે બાળકના પાંચ થી સાત વર્ષની વચ્ચે જો અપડેટ કરાવશો તો કોઈ ચાર્જિસ આપવો નહીં પડે પરંતુ સાત વર્ષ પછી અપડેટ કરાવશો તો તમારે અપડેટ ના સો રૂપિયા આપવા પડશે.
આધારકાર્ડ અપડેટ કરાવવાની કોને કોને જરૂર છે ?
તમને જણાવી દઇએ કે બાળક નું આધારકાર્ડ 0 થી 5 વર્ષ સુધી અપડેટ કરવાની જરૂર નથી ..પરંતુ 5 વર્ષ થી ઉપરના બાળકો ને આધાર અપડેટ કરાવવું જરૂરી છે , ત્યાર બાદ જેની ઉમર 18 વર્ષ થી ઉપર હોઈ અને તેને છેલ્લા 10 વર્ષ માં કોઈ સુધારા નાં કર્યા હોઈ તેવા લોકો ને જરૂરી છે
18 વર્ષ થી 70 વર્ષ ના લોકો માટે છેલ્લા 10 વર્ષ માં આધાર કાર્ડ માં કોઈપણ પ્રકારના સુધારા વધારા ના કરાવ્યા હોય દાખલા તરીકે તમે જન્મ તારીખમાં સુધારો નામમાં સુધારો એડ્રેસમાં સુધારો ફોટો સુધારો વગેરે કોઈપણ પ્રકારના સુધારા ના કર્યા હોય તો તમારે અપડેટ ચોક્કસથી કરવું પડશે બાકી કોઈ જરૂરિયાત નથી.