1જુલાઇ થી ટ્રેનમાં મુસાફરી મોંઘી: PAN મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી, કોમર્શિયલ સિલિન્ડર 58.50 રૂપિયા સસ્તો; સોના માં ફરી 1700+ભાવ વધારો 6મોટા ફેરફારો

Spread the love

(૧) હવે રેલ મુસાફરી બનશે મોંઘી: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશેમતલબ કે જો તમારે ૫૦૦ કિમીની મુસાફરી કરવી છે, તો તમારે નોન-એસીમાં ૫ રૂપિયા થી વધુ અને Ac માં ૧૦ રૂપિયાથી વધુ ચૂકવવા પડી શકે છે.

તેજ પ્રમાણે જો , ૧૦૦૦ કિમીની મુસાફરી કરવી હોઈ તો , તમારે એસીમાં ૨૦ રૂપિયાથી વધુ અને નોન-એસીમાં ૧૦ રૂપિયા થી વધુ ચૂકવવા પડશે.

2. ટ્રેન માં તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક હોવું આવશ્યક હવે, તત્કાલ ટિકિટ બુક કરવા માટે, મુસાફરોએ આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે. આનો અર્થ એ છે કે તમારે તમારા આધારને IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે.

આધાર વેરિફાઇડ યુઝર્સને ટિકિટ બુકિંગ દરમિયાન OTP મળશે, મતલબ આધાર સાથે મોબાઇલ પણ લિંક હોવો જોઈએ તોજ OTP મળશે જે એન્ટર કરીને તેઓ વેરિફિકેશન પૂર્ણ કર્યા પછી ટિકિટ બુક કરી શકશે.

તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાના પહેલા 10 મિનિટમાં, ફક્ત તે મુસાફરોને ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર દ્વારા વેરિફાઇડ થયું છે. વિન્ડો ખુલ્યાના પહેલા 10 મિનિટમાં, IRCTC ના અધિકૃત એજન્ટો પણ ટિકિટ બુક કરી શકશે નહીં, જેનાથી બ્રોકર્સ અને બોટ્સનો પ્રવેશ બંધ થઈ જશે.

૩. નવું પાનકાર્ડ બનાવવા નિયમો: જો તમારી પાસે આધાર કાર્ડ નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં.સરકારે પાન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. ૧ જુલાઈ, ૨૦૨૫ થી પાનકાર્ડ માટે અરજી કરવા માટે આધારકાર્ડ ફરજિયાત બની ગયું છે.

જો તમારી પાસે આધારકાર્ડ નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં

એનાથી શું સરકાર ને શું ફાયદો થશે: સરકાર કહે છે કે આનાથી કરચોરી પર કાબુ મળશે.

૪. ગેસ સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹૫૮.૫૦નો ઘટાડો થયો છે.૧ જુલાઈ થી , ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ₹ ૫૮.૫૦નો ઘટાડો થયો છે. દિલ્હીમાં તેની કિંમત ઘટીને ₹૧૬૬૫ થઈ ગઈ છે. અગાઉ તે ₹૧૭૨૩.૫૦ માં ઉપલબ્ધ હતી.

મુંબઈમાં, તે ₹૧૬૧૬.૫૦માં ઉપલબ્ધ છે, જે ₹૫૮નો ઘટાડો હતો, જે પહેલા તેની કિંમત ₹૧૬૭૪.૫૦ હતી.

૫. સોનાના ભાવ છેલ્લા ૧૦ દિવસ માં ૧૫૬૦ વધ્યાગુજરાતમાં આજે સોનાનો સરેરાશ ભાવ 24 કેરેટના 10 ગ્રામ દીઠ 99,421 રૂપિયા છે. છેલ્લી તારીખે, ગુજરાતમાં સોનાનો સરેરાશ ભાવ 24 કેરેટના 10 ગ્રામ દીઠ 98981 રૂપિયા હતો, જેની સરખામણીમાં ભાવમાં 440 રૂપિયાનો વધારો થયો છે.

૬. UPI ટ્રાન્ઝેક્શન: હવે ચુકવણી કરતી વખતે મુખ્ય પ્રાપ્તકર્તાનું નામ દેખાશે.

NPCI એ એક નવો નિયમ લાગુ કર્યો છે જો તમે phonepe google pay paytm US કરતા હોઈ તો તમારે માટે સારા સમાચાર છે હવે UPI થી ચુકવણી કરતી વખતે, વપરાશકર્તા ફક્ત વાસ્તવિક પ્રાપ્તકર્તાનું બેંક નામ જ બતાવશે. QR કોડ અથવા સંપાદિત નામો હવે દેખાશે નહીં.

બધી UPI એપ્સને 30 જૂન સુધીમાં આ નિયમ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.આનો શું ફાયદો થશે:

આ ઓનલાઈન છેતરપિંડી અને ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા જેવી બાબતોને રોકવામાં મદદ કરશે. છે.


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *