સાત બાર આઠ અ માં માતાનું નામ ના હોય તો તેના બાળકો મામા પાસે હક માંગી શકે ?

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે માતાનું નામ મોસાળ પક્ષ માં સાત બાર આઠ માં નામ ના હોય તો તેના બાળકો મામા પાસેથી હક માગી શકે કે કેમ ?
આગળ વધતા પહેલા આપને જણાવી દઈએ બહેને ભાઇ પાસે થી ભાગ માંગવો જોઇએ નહિ કારણ કે કારણ કે બહેન અને ભાઈ ના સબંધો પરંપરા થી ચાલ્યા આવે છે તેમ મામા ભાણેજ નાં સબંધો પણ પવિત્ર માનવામાં આવે છે તો આ ફક્ત તમારી માહિતી માટે જ છે.
સરળ ભાષામાં સમજે તો વડીલો પારજીત જમીનમાં પિતા શ્રી ની જમીનમાં તેના દીકરા દીકરીઓના કાયદેસર ભાગ હોય છે હક માગી શકે છે પરંતુ તેનું સાતબાર આઠમમાં નામ હોવું જરૂરી છે
પરંતુ વાત એ કરીએ કે માતાનું નામ સાતબાર આઠ અ માં ન હોય તો તેના બાળકો મામાની જમીન માં કાયદેસર હક માગી શકે છે કે નહિ
તો તેનો જવાબ છે હા માંગી શકે પહેલી વાત કરીએ તો મામા સ્વેચ્છાએ પોતાની જમીનમાં બેનને ભાગ આપે તો કોઈ વાંધો નથી પરંતુ માતાનું નામ 7/12 માં ના હોય અને જમીનમાં ભાગ લેવા માટે તેને ઠોસ પુરાવા રજૂ કરવા પડે એ પણ તમારે સિવિલ કોર્ટમાં જઈ એને રજુ કરવાના હોય છે
2005 માં નવું કાયદો આવવાથી બાપદાદાની જમીનમાં દીકરા દીકરી બંને નેહક મળે છે કે પછી દીકરીને લગ્ન થઈ ગયા હોય તો પણ એ હક માંગી શકે છે પરંતુ આજના સમયમાં કોઈ બહેન દીકરી પોતાના ભાઈ અથવા તો પિતાની સંપત્તિમાં ભાગ નથી લેતી એ આપણી પરંપરા પહેલે થી ચાલી આવે છે લાખોમાં એક-બે કિસ્સા આવા હોય કે જેણે પોતાના ભાઈ પાસેથી બહેને પ્રોપર્ટીમાં ભાગમાં લીધો હોય
સિવિલ કોર્ટમાં તમે કેસ દાખલ કરશો તો તે થોડુંક ખર્ચાલ પણ ખરી સાથે સાથે બહેન અને ભાઈના સંબંધો ત્યાંથી જ સમાપ્ત થઈ જાય સમાજમાં એક ખરાબ છાપ ઊભી થાય જેની પ્રેરણા બીજી બેહેનો લઈ અને પોતાના ભાઈ સાથે આવું કરી શકે
પરંતુ કોઈ માતા અથવા બહેન પોતાના ભાઈ સાથે આ પ્રમાણે નથી કરતી એટલે કોઈ જવર્લે એવો કિસ્સો તમને જોવા મળશે એણે પોતાના ભાઈ સામે કેસ કરી અને જમીનમાં ભાગ લીધો હોય અથવા ભાણેજ મામા ઉપર કેસ કરી અને જમીનમાં ભાગ લીધો હોય
અહીં આપવા આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી માહિતીમાં વધારો કરવા માટે જ આપેલી છે