બાનાખત એટલે શું ? તેના પ્રકાર ક્યાં ક્યાં છે , બાનાખત માં ક્યાં ક્યાં મુદ્દા હોવા જરૂરી છે
સાટાખત એટલે શું ?કોઈપણ પ્રોપર્ટી ખરીદતા હોય અથવા તો લેતા હોય મકાન પ્લોટ અથવા તો ખેતર તો સૌ પ્રથમ શરૂઆત બાનાખત થી થાય છે જેને (સાટાખત ) પણ કહેવામાં આવે છે થી થાય છેબાનાખત ના બે પ્રકારો છે અથવા તો બાનાખત માં બે પ્રકારો હોય છે એક નોટ રાઈસ બાનાખત અને એક રજીસ્ટર બાનાખત * નોટ રાઈઝ બાનાખત એને કહેવાય છે કે જે 300 ના સ્ટેમ્પ ઉપર આપણે બાનાખત લખાણ કરીએ છીએ વકીલ પાસે જઈને * અને રજીસ્ટર બાનાખત એ આપણે સબ રજિસ્ટ્રાર કચેરીએ જઈ અને કરાવવું પડે છે, પરંતુ આ બંને બાનાખત માં સૌથી સિક્યોર બાનાખત સબ રજીસ્ટાર જઈને તમે જે કરાવો એ સિક્યોર બાનાખત કહી શકાય છે*
બાનાખત એટલેવેચાણ કરાર એ એક પાયાનો દસ્તાવેજ છે જે મલિકતના વ્યવહારમાં વેચાણ દસ્તાવેજ પહેલાનો હોય છે. તે કાનૂની માન્યતા ધરાવે છે અને મલિકત વેચવા માટે વેચનારની પ્રતબિદ્ધતાઅને ભવિષ્યમાં ખરીદનારના તેને ખરીદવાના ઇરાદાને વ્યક્ત કરે છે. આ વ્યવહાર બંને પક્ષો દ્વારા સંમત થયેલા પૂર્વ-સ્થાપતિ નયિમો અને શરતોનો આધાર છે.
સાટાખત ના કરાર માં કઈ બાબતો આવે છે.?
1 બંને પક્ષો પૂરું નામ
2 બંને પક્ષો ઓળખ પુરાવો
3 મિલકતની વિગતો
4 વેચાણ કિંમત
5 પૈસા ચુકવણીની મુદત6 શરતો
7 બંને પક્ષો સહીઓ
ત્યારબાદ કબજા સાથેનું બાનાખત અથવા તો કબજા વગરનું બાનાખત નોંધવાનું હોય છે.
* ત્યારબાદ ખેતર,મકાન ,પ્લોટ વેચાણ થી આપનાર વ્યક્તિનું નામ અને સરનામુંપાનકાર્ડ આધારકાર્ડ નંબરતે જ પ્રમાણે વેચાતી મકાન જમીન અથવા પ્રોપર્ટી રાખનાર નામ સરનામું મોબાઈલ નંબર આધારકાર્ડ પાનકાર્ડ ની નોંધ કરવાની હોય છેજે તે પ્રોપર્ટી વિશે વિગત લખવાની હોય છે કે પ્રોપર્ટી ક્યાં છે ,કયા વિસ્તારમાં છે, કયા ગામમાં છે. કેટલા ફૂટ, કેટલા ચોરસ મીટર, પ્રોપર્ટી ક્રમાંક, ખેતર હોય તો ખેતરમાં સર્વે નંબર ખાતા નંબર,* ત્યારબાદ પ્રોપર્ટી ની કિંમત વિશે નોંધ* જે તે પ્રોપર્ટી કુલ કિંમત લખવાની * કેટલી કિંમત આપી છે * કેટલી કિંમત આપવાની બાકી છે* કઈ તારીખ સુધીમાં આપવાની છે* ચેક આપેલો હોય તો ચેક ની વિગતઅને રકમ આપવાનો વાયદ
ખોટા બાનાખત થી પચાવી પાડવામાં આવે તો શુ કરવું ?
નક્કી કરેલા સમય સુધીમાં બાકી પૈસા નહીં આપે તો બાના ખત આપેલી રકમ પરત નોંધવા પાત્ર રહેશે નહીં
અથવા અમુક ટકા રકમ કપાત કરી રકમ પરત મળશે આવી નોંધ લખી શકોખાસ નોંધ એ લેવાની કે બહાના ખતમાં જમીન વધારે હોય અને ઓછી લખાણી હોય અથવા કોઈ પણ વસ્તુમાં ફેરફાર થઈ ગયો એ ભૂલથી * અને પછી કોર્ટ માં જશો તો જે બાનાખત માં લખેલું છે એજ માન્ય રહેશે માટે બધી બાબત જીણવટ ભરી ચેક કરી અને પછી જ ફાઇનલ કરવું * બીજી એક ખાસ નોંધ કે કોઈપણ જમીનની , પ્લૉટ, ખેતીની જમીનમાં જ્યારે લે -વેચ કરો તો લખાણ સિવાય ના કરવો જોઈએ .તે પછી ગમે તેવા સંબંધ હોય . તો પણ લખાણ સિવાય વ્યવહાર ન કરવો.