પોસ્ટ ઓફિસની નાની સ્કિમો માટે નવા નિયમો બનાવ્યા | પોસ્ટ ઓફિસ નવા નિયમો 2025 | હજારો ખાતા બંધ થશે જાણી લો શા માટે ?

તમારું ખાતું પણ બંધ થઈ શકે ?
પોસ્ટ ઓફીસ એ મહત્ત્વ ની સૂચના તાજેતર માં બાર પાડી છે જેને તમે ફેરફાર પણ કહી શકો, શું ફેરફાર કર્યા છે તેના વિશે વિગતવાર જાણી શું
પોસ્ટ ઓફિસ ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, જેમકે (૧) સિનિયર સિટીઝન સ્કીમ,(૨) Rd સ્કીમ (૩) સુકન્યા સમૃદ્ધિ યોજના (૪) ટાઈમ ડિપોઝિટ સ્કીમ (૫) મંથલી ઇન્કમ સ્કીમ (MIS) (૬) PPF (૭) નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)કોઈ પણ સ્કોમો માં પૈસા નું રોકાણ કર્યું હોય .
તો તમારે નવા ફેરફાર જાણી લેવા જરૂરી છે.આવી કોઈ પણ સ્કીમોમાં તમે પૈસા રોક્યા હોય અને પાકતી મુદત પૂરી થઈ જાય તે પછીના ત્રણ વર્ષ સુધી તમે પૈસા ઉપાડ્યા ના હોય તો તમારું ખાતું ફ્રિશ કરી દેવામાં આવશે.
એટલે કે ખાતું બ્લોગ કરી દિવસ આવશે , મતલબ પાકતી મુદત પછી તમે પૈસા ઉપાડવાનું ભૂલી ગયા તો ખાતું બ્લોગ થઈ જશે.
અને આ કાર્યવાહી વર્ષ માં બે વાર થશે જેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.તારીખ એક 30 જૂન અને બીજી 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.આ તારીખો માં પોસ્ટ ઓફિસ ચેક કરશે કયા ખાતા એવા છે જે પાકતી મુદત પછી ત્રણ વર્ષ થઈ ગયાં અને પૈસા નથી ઉપાડ્યા . જો એવા કોઈ પણ ખાતા મળી આવશે તો તે ખાતા ને તુરંત બ્લોક કરી દેવામાં આવશે .
ખાતા બ્લોક કરવાનું કારણ શું ?
એના માટે ના ઘણા કારણો છે જેમ કે ગ્રાહકો ની સુરક્ષા, KYC છેતરપિંડી કે ફ્રોડ ન થાય એના માટેનો પ્રયાસ,ત્યારબાદ તમે તમારા ખાતામાં સળંગ ત્રણ વર્ષ સુધી પૈસાની કોઈ પ્રકારની લેવડ-દેવડ ના કરી હોય તો પણ ખાતું બ્લોક કરી દેવામાં આવશે .
બીજા કારણ વિશે વાત કરીએ આપણે તો જે કોઈએ પણ ડિસેમ્બર 2018 પછી ખાતું ખોલાવ્યું હોય પછી , તેમાં પાનકાર્ડ નંબર ના ઉમેર્યા હોઈ અથવા પાનકાર્ડ ના હોઈ તો ફોર્મ 60 ભરી અને ના ઉમેર્યું હોઈ તો પણ ખાતું બ્લોક કરી દેવામાં આવશે . આવા ખાતા ને પૉસ્ટ ઓફિસ ની ભાષામાં માં (INOP) તરીકે ઓળખવામાં આવે છે જેનો મતલબ થાય છે (ઇન ઓપરેટિવ મોર ધેન થ્રી યર્સ)
ખાતું બ્લોક થવાથી ગ્રાહકો ને શું ફેર પડશે ?
સૌથી પહેલા તો એ તકલીફ થાય કે જેવું ખાતું બંધ થાય ત્યારબાદ બધી જ સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે મતલબ કે એક વખત બ્લોક થયા પછી ના તો તમે એમાં પૈસા જમા કરાવી શકો, ના પૈસા ઉપાડી શકો.
સાથે સાથે તમને જે પાકતી મુદત પછી ના ત્રણ વર્ષ નું વ્યાજ મળતું હોય બંધ થઈ જશે.બીજી તકલીફ વાત કરીએ તો ખાતુ બ્લોક થયા પછી જો અચાનક એ વ્યક્તિનું અકસ્માત થયું હોય, તો પછી તમારે પૈસા ઉપાડવામાં થોડી પ્રોસેસ લાંબી હોય છે કારણ કે ખાતું બ્લોક થયું હોય છે ,નોમીની માં નામ હોય તો ઓછી પ્રોસેસ હોય છે નોમીની માં નામ ના હોય તો થોડી વધારે પ્રોસેસ હોય છે.
ખાતા ને ફરી ચાલુ કરાવવા શું કરવું ?
ખાતું ને ચાલુ કરવા અથવા તો અનબ્લોક કરવા માટે સૌપ્રથમ ખાતાધાર કે પોતાની પોસ્ટ ઓફિસે જવાનું રહેશે, સાથે અમુક ડોક્યુમેન્ટ લઈ જવા ફરજિયાત રહેશે
ડોક્યુમેન્ટની વિગત આ પ્રમાણે છે (૧) ઓરીજનલ પાસબુક (૨) સર્ટિફિકેટ હોય તો ઓરીજનલ (૩) તાજા અપડેટ થયેલા કેવાયસી ડોક્યુમેન્ટ કેવાયસી જેમ કે આધારકાર્ડ ,પાનકાર્ડ ચૂંટણીકાર્ડ ,લાઈટ બિલ વગેરે,સાથે એ પણ જણાવવું કે પૈસા કયા ખાતામાં જમા કરાવવાના છે.જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય એ ખાતાનો કેન્સલ ચેક અથવા તો પાસબુક ની ઝેરોક્ષ આપવી.
પોસ્ટ ઓફિસ જઈ એકાઉન્ટ ક્લોઝિટ ફોર્મ ભરવાનું ફોર્મ ભરી અને સાથે તમામ કાગળિયા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરી અને તમારા ત્યાં આપવાનું રહેશે,
એકાઉન્ટ ક્લોઝર ફોર્મ માટે ક્લિક કરો
ત્યારબાદ કાગળો ની ચકાસણી માટે પોસ્ટ ઓફિસ ના અધિકારીઓ પોસ્ટ ઓફિસ હેડ બ્રાન્ચ તમારા ડોક્યુમેન્ટ મોકલશે.ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ ચકાસણી થયા પછી બધું બરાબર હશે તમે જે બીજું ખાતું આપેલું હશે તેમાં ECS દ્વારા તમારી તમામ રકમ વ્યાજ સહિત પૂરેપૂરી જમા કરી દેવામાં આવશે.
આ બધી બાબતોથી ઝંઝટમાં થી મુક્ત રહેવા માટે આપણે એ જ કરવું જોઈએ કે આપણી પૈસાની જે પાકતી મુદત હોય એ પાકતી મુદતના ત્રણ વર્ષ પહેલા કાં તો પૈસા ઉપાડી લેવા જોઈએ કા તો રીન્યુ કરાવી લેવું જોઈએ જેથી આ પ્રમાણેની મેટરમાં આપણે પડવું ના પડે.
અહી આપવામાં આવેલું માહિતી ફકત આપની જાણકારી માટે જ છે , વિશેષ માહિતી માટે માટે તમારે પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરવો