ખેતીની જમીન માંથી હક કમી વિશે માહિતી | જમીન,પ્લોટ,મકાન,દુકાન માં હક કમી વિશે માહિતી | સ્ટેમ્પ ડ્યુટી

ખેતીની જમીન માં ક્યારે સ્ટેમ્પ ડયુટી ભરવી નથી પડતીખેતીની જમીનમાં વડીલો પાર્જિત મતલબ કે બાપદાદાની જમીન હોય તેમાંથી હયાતી હક કમી કરવો હોય તો તેમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી પડતી.* તેમાં ફક્ત 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર અને 300 ના સોગંદનામાંના આધારે તમે નામ કમી કરાવી શકો છો હક જતો કરી શકો છો.
તમે ખેતીની જમીન સંયુક્તમાં વેચાણ દસ્તાવેજથી લીધેલી હોય મતલબ કે વેચાતી લીધી હોયઅને તેમાંથી એક ભાઈનું નામ કમી કરવું હોય અથવા તો હક જતો કરવો હોય.* તો તેવા સંજોગોમાં જંત્રી પ્રમાણે 50 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે.
* દાખલા તરીકે બે ભાઈઓ મળી અને 10 વીઘા જમીન લીધી હોય અને તેમાંથી એક વ્યક્તિનું નામ કમી કરવાનું અથવા તો હક જતો કરવાનો હોય તો પાંચ વીઘા ની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે 4.9 % લેખે.
મકાન,પ્લોટ કે દુકાન માં હક કમી માટે સ્ટેમ્પ ડયુટી ના ભરવી પડે* દસ્તાવેજ બે પ્રકારના થાય છે (૧) અવેજી દસ્તાવેજ (પૈસાનો વહીવટ કરીને દસ્તાવેજ)(૨) બિન અવેજી દસ્તાવેજ (પૈસાનો વહીવટ કર્યા વગર દસ્તાવેજ)*પૈસાનો વહીવટ કર્યા વગર દસ્તાવેજ મતલબ કે બિન અવેજી દસ્તાવેજ ત્યારે જ થાય છે જો તમારી પ્રોપર્ટી વારસાઈ હોય
મકાન,પ્લોટ કે દુકાન માં હક કમી માટે સ્ટેમ્પ ડયુટી ભરવી પડે
- અવેજી દસ્તાવેજ
- તમારી કોઈ ખેતીની જમીન પ્લોટ મકાન અથવા દુકાનમાંથી પૈસા લઈ હક જતો કર્યો અથવા નામ કમી કર્યું હોય તો તેને અવેજી દસ્તાવેજ કહેવામાં આવે છે..
- તે પછી તમારા દીકરા,દીકરી,અથવા કોઈને પણ પ્રોપર્ટી આપી હોઈ
હવે નામ કમી કરવાની પ્રકિયા વિશે જાણીશું* હક કમી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ *(૧)નિયત નમૂના નું અરજી ફોર્મ.(૨)રૂપિયા ૩ ની કોર્ટ ફી ટિકીટ.(૩)ગામ ના નમુના નંબર ૭/૧૨ અને ૮(અ).(૪)ગામના નમુના નંબર ૬ (હક્ક પત્રક ની ઉત્તરોત્તરતમામ નોંધો
(૫)હક્ક કમી થતાં હોય તે તમામ વ્યકાતીઓનું રૂપિયા ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર પર નોટરી રૂબરૂનું સોગંદનામું.(૬) મરણ પામ્યા હોય તો મરણ નો દાખલો.(૭) તમામ ના આધાર કાર્ડ(૮) તલાટી પાસથી પેઢીનામું લેવાનું
હવે નામ કમી કરવાની પ્રકિયા વિશે જાણીશું
ફોર્મ સોગંદનામુ અને તમામ ડોક્યુમેન્ટ જોડી અને તમારે નજીકમાં તાલુકા પંચાયત ઇધારામાં તમારે જમા કરાવવાનું હોય છે.
*ત્યાંથી તમને એક પાર્ટી આપવામાં આવશે જે તમારે સાચવી રાખવાની છે.
*ત્યારબાદ 30 દિવસ પછી તમામના ઘરે 135 Dની નોટિસ જશે.. જ્યાં તમને હક્ક કમી કરવા માટે કોઈ વાંધા ટકરાર ના હોય તો તેમાં સહી કરવાની હોય છે.
- ત્યારબાદ 45 થી 90 દિવસની અંદર નામ કમી થઈ જાય છે