હવે અકસ્માતમાં મૃત્યુ થશે તો મળશે 4 લાખ રૂપિયા ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના.

ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હવે અકસ્માતમાં મૃત્યુ થશે તો મળશે ચાર લાખ રૂપિયા આ યોજના માં પહેલા બે મળતા હતા પરંતુ હવે ગુજરાત સરકારે તે રકમ વધારી અને ચાર લાખ રૂપિયા કરવામાં આવી છે.
આ યોજનામાં તમામ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય મળવા પાત્ર રહેશે અલગ અલગ કેટેગરી વાઈઝ અલગ અલગ સહાય મળવા પાત્ર રહેશે ,આ યોજનામાં કોને કોને લાભ મળશે ફોર્મ ક્યાંથી મેળવવું શું પ્રોસેસ હોય છે એ તમામ માહિતી આર્ટીકલ માં જાણીશું .
પુખ્ત વિચારણાના અંતે ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ-અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપંગતા ના કિસ્સામાં વીમા કવચની રકમમાં વધારી કરવા અને કેટલીક જોગવાઈઓ માં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે. આમાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રીમિયમ ભરવાનું નથી
- લાભાર્થી દીઠ દાવાની મળવાપાત્ર રકમમાં સુધારાનું પત્રક
ક્રમ | યોજના | લાભાર્થીની પાત્રતા | અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમા કવચની રકમ | નોડલ ઓફિસર |
1 | ખાતેદાર ખેડૂત | નોંધાયેલા ખાતેદાર ખેડૂત ઉંમર વર્ષ 5 થી 70 વર્ષ | 4 લાખ | જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી |
2 | ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્ની તથા સંતાનો | ઉંમરની પાત્રતા પાંચ વર્ષથી 70 વર્ષ | 4 લાખ | જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી |
3 | શ્રમિક | જમીન વિહોણા અસંગઠિત ક્ષેત્રના શ્રમિક ઉંમર ગ્રામ 14 થી 70 વર્ષ ઉંમર સહેરી 18 થી 70 વર્ષ | 4 લાખ | જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી |
4 | વિદ્યાદીપ | ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ | 2 લાખ | શાળાના આચાર્ય મારફત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ |
વિદ્યાદીપ | ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ | 2 લાખ | શાળાના આચાર્ય મારફત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી |
શહીદ વીર કિનારીવાલા | ગુજરાત રાજ્યની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ | 4 લાખ | ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કોલેજના આચાર્ય મારફત ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ને દાવો મોકલી આપવો |
ITI અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ | ગુજરાત રાજ્યની ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ | ચાર લાખ | ITI ના આચાર્ય નાયબ નિયામક ITI |
પોલીસ કર્મચારીઓ | રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિવિધ કેડરના પોલીસ કર્મચારીઓ | ||
પોલીસ કર્મચારીઓ | DY SP અને ઉચ્ચ કક્ષા PI,PSI,PSO | 5 લાખ | જિલ્લા પોલીસવડા પોલીસ મહા નિર્દેશક |
પોલીસ કર્મચારીઓ | હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ | 4 લાખ | જિલ્લા પોલીસવડા પોલીસ મહા નિર્દેશક |
પોલીસ કર્મચારીઓ | ATS staff, Bomb SQUAD/ CM સલામતી/ ચેતક કમાન્ડો | 15 લાખ | જિલ્લા પોલીસવડા પોલીસ મહા નિર્દેશક |
જેલ ખાતાના કર્મચારીઓ | જેલ ગાડ્સ | 4 લાખ | જિલ્લા પોલીસવડા પોલીસ મહા નિર્દેશક |
જેલ ખાતાના કર્મચારીઓ | જેલગાડ સિવાય જેલ ખાતાના અન્ય તમામ વર્દીધારી સંવર્ગ | 5 લાખ | જિલ્લા પોલીસવડા પોલીસ મહા નિર્દેશક |
સફાઈ કામદાર વીમા અકસ્માત યોજના | સરકારી કે પંચાયત કે મ્યુનિસિપાલટી ના સફાઈ કામદારો ઉમર 14 થી 70 વર્ષ | 4 લાખ | સફાઈ કામદાર વિકાસ નિગમ |
નિરાધાર વિધવા સહાય યોજના | નિરાધાર વિધવા ઉમર 18 થી 70 વર્ષ | 4 લાખ | જિલ્લા સમાજ સુરક્ષા કચેરી |
દિવ્યાંગ અકસ્માત વીમા યોજના | ગુજરાત સરકારના વાર્ષિક એક લાખથી ઓછી આવક ધરાવતા દિવ્યાંગો ઉંમર વર્ષ 5 થી 70 વર્ષ | 4 લાખ | જિલ્લા સમાજ સુરક્ષા કચેરી |
સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લેતી વ્યક્તિઓ | રાજ્ય યુવક બોર્ડ દ્વારા કેટલીક સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે સમુદ્ર તરણ તાલીમ, નદીકાંઠા, વનવિસ્તાર, સાગરકાંઠા, રણ તથા સરહદી વિસ્તાર પરિભ્રમણ, પર્વતારોહણ તાલીમ કોર્સ, બરફ ચઢાણ, શિખર આરોહણ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર યુવક/(યુવતીઓ 4 લાખ) | ||
હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરો | આવક એક લાખથી ઓછી ઉંમર વર્ષ 18 થી 58 વર્ષ | 4 લાખ | જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શ્રી |
અકસ્માત વીમો મેળવવા માટે જે તે કેટેગરી ની સામે તેના વડા નું નામ આપેલું છે ત્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી જમા કરાવવાની રહેશે અરજી સાથે તમારે સોગંદનામુ જોડવાનું રહેશે જેની તમામ વિગત અરજી ફોર્મમ આપેલી છે.
પરિપત્ર અને અરજી ફોર્મ મેળવવા માટે અહીં ક્લિક કરો
આ યોજના ફક્ત અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને જ સહાય મળવાપાત્ર રહેશે કુદરત કુદરતી મૃત્યુ અથવા તો આપઘાત મૃત્યુમાં આ સહાય મળવા પાત્ર રહેશે નહીં