પેઢીનામું એટલે શું ? | કઈ રીતે પેઢીનામું (પેઢીઆંબો) મેળવી શકીએ | પેઢીનામું માટે ડોક્યુમેન્ટસ – 2025

આ આર્ટિકલમાં એટલી બાબતો જાણી શું
- પેઢીનામુ અથવા વારસાઈ આંબો એટલે શું ?
- પેઢીનામુ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ?
- પેઢીનામાની જરૂર ક્યાં ક્યાં પડે છે ?
- પેઢીનામુ ક્યાંથી કઢાવવું ?
- નવા પરિપત્રમાં શું ઉલ્લેખ કરેલો છે ?
- ખાસ નોંધ ?
- પેઢીનામ એટલે શું ?
પેઢી નામા ને બીજી ભાષા માં વારસાઇ આંબો પણ કહેવામાં આવે છે , પેઢીનામુ એટલે સાદી ભાષામાં સમજીએ તો જે કોઈ પ્રોપર્ટીના માલિકના સીધી લીટી ના વારસદાર હોય તે પછી હયાત હોય અથવા તો ગુજરી ગયા હોય , તે સીધી લીટી ના વારસદાર છે એ દર્શાવતું એક પત્રક હોય છે.
જે તમારા ગામના તલાટી હોય તો તે પંચ રોજ કામ કરી અને તમને આપવામાં આવે છે, પેઢીનામા ને બીજી ભાષા માં વારસાઈ આંબો પણ કહેવામાં આવે છે, સૌરાષ્ટ્રમાં ઘણા એરિયામાં વારસાઈ આંબો તરીકે ઓળખવામાં આવે છે.
પેઢીનામાની ક્યાં ક્યાં જરૂર પડે છે ?
(૧)ખેતીની જમીન કે બિનખેતી પ્લોટ માં વારસાઈ કરાવવા માટે.(૨)ખેતીની જમીનની વહેંચણી અને હૈયાતીમાં હક દાખલ કરવા માટે.
(૩)નિરાધાર વિધવા સહાય તથા નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં લાભ લેવા માટે.
(૪)નોમિની રજીસ્ટર થયેલો ન હોય ત્યારે બેંકમાં/ અન્ય સરકારી કામકાજ માટે.
* ઉદાહરણ તરીકે સમજીએ તો ઘણીવાર તમારા સ્વજનોએ બેંકમાં અથવા પોસ્ટ માં અથવા LIC માં પૈસા મૂક્યા હોય અને નોમીની માં (વારસદાર)તરીકે કોઇ નું નામ ના નાખ્યું હોય ,અને એ ગુજરી ગયા હોય ત્યારે તે પૈસા ઉપાડવા માટે તમારે પેઢીનામુ બનાવવું પડે છે અથવા તો વારસાઈ આંબો બંને એક જ છે.
* પેઢીનામું બનાવવા માટે જરૂરી આધાર પુરાવા ?
(૧) અરજી ફોર્મ
(૨) રૂ. 50/- ના સ્ટેમ્પ પેપર પર સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજુ કરેલું પેઢીના માટેનું સોગંદનામું.
(૩) ગુજરનારના તમામ ઈસમોના મરણના પ્રમાણપત્રો
(૪)અરજદારના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર.
(૫) ત્રણ પંચો (સાક્ષી)ના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર પંચો પરિવારનાં સગા ન હોય તેવા અને ભણેલા હોય તેવા રાખવા.
(૬) પેઢીનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામાં માં સ્પષ્ટ લખવો.
દા.ત. ગીર સોમનથનના કોઇ રહેવાસનું અવસાન થયેલ હોય તો તે વ્યક્તિનું પેઢીનામું ગીર સોમનથ સીટી/કસ્બા તલાટી પાસે નીકળે, પછી ભલે તેના વારસદારો અમદાવાદમાં રહેતા હોય.
પેઢીનામું (પેઢી આંબો) કયાંથી મેલવી શકાય ?
પેઢીનામું ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી પાસેથી તથા શહેરી વિસ્તારમાં સીટી/કસ્બા તલાટી પાસેથી મેળવી શકાય છે.
પેઢીનામા નો નવો પરિપત્ર વિશે પણ જાણો
પેઢીનામું નો નવો પરિપત્ર 20/09/22 નાં રોજ બર પાડવામાં આવ્યો હતો તેમાં એવો ઉલ્લેખ છે, કે કોઈ વ્યક્તિ ની મિલકત ગામડે છે અને તે નોકરી ધંધા માટે વર્ષો થી શહેર માં રહેતો હોય અને ત્યાં તેનું અવસાન થઈ જાય તો પેઢીનામું ત્યાં શહેર માં પણ કઢાવી શકે છે .અને ગામડા મા પણ તલાટી પાસે કઢાવી શકે છે.
પેઢીનામુ એટલે શું વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ખાસ નોંધ એ છે કે જ્યારે પણ પેઢીનામુ બનાવો ત્યારે તમારા વારસાઈમાં જેટલા પણ નામો હશે તે બધા ઉમેરવા એક પણ નામ તો તમે નહીં ઉમેરો છુપાવશો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને તમે જે પણ પ્રોસેસ કરેલી છે તો તે રિજેક્ટ થઈ શકે છ
ઘોષણા પત્રક અરજી PDF form અહીં ક્લિક કરો