પીએમ આવાસ યોજના ગ્રામીણ માં હવે 1,20,000 ના બદલે મળશે 1,70,000 | 50 હજારનો વધારો સરકારનો મોટો નિર્ણય

ગ્રામીણ આવાસ યોજનામાં હવે 1,20,000 ને બદલે 1,70,000 મળશે
ગુજરાત સરકારનો ખૂબ મોટો નિર્ણય ગરમીમાં રહેતા નાના લોકો માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના નિર્ણય, રૂ.50 હજારની વધારાની અપાશે સહાય કુલ 1.70 લાખ કરીજેમાં આવાસના નિર્માણ માટે હવે 50 હજારની વધારાની સાથે 1.70 લાખ સહાય ચૂકવવા માં આવશે ..
જેનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે નાના લોકો છે તો એને ખૂબ જ ફાયદો થશે મોંઘવારીમાં થોડી રાહત મળી શકશે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના- સહાયમાં માં વધારો તારીખ 10 જુલાઇ 2025 નાં રોજ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ‘ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટેના વપરાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ પથ્થર , લાદી, બારી દરવાજા જેવા માલસામાનની વધતી કિંમતો
ઉપરાંત શહેર માંથી ગામડા મા અંતરિયાળ વિસ્તારોના વાડી અરરવિસ્તાર માલ ની હેરાફેરી માં થતાં પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં રૂ.50 હજાર વધારાની જાહેરાત છે, ત્યારે વર્ષ 2025-26ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે કુલ 1,10,000 લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને સાથે રૂ.550 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
લાભાર્થીઓ ને એક લાખ સીતેર હજાર કેવીરીતે મળશે વિકાસ મંત્રી રાઘવજી ભાઈ પટેલે વધારામાં જણાવ્યું હતું કે હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા
પેટે રૂ.30000, તેના ખાતામાં જમા થશે,
* બીજા હપ્તા પેટે રૂ.80000, જમાં થશે
* ત્રીજા હપ્તા પેટે રૂ.50000 જમાં થશે તેમજ આવાસ પૂર્ણ થયેથી
*ચોથા હપ્તા પેટે રૂ.10000 થઈને કુલ રૂ. 1,70,000 ની સહાય આપવામાં આવશે .
જેમાંથી રૂ. 98000ની સહાય રાજ્ય સરકાર તેમજ રૂ. 72000 ની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે. ચાલુ વર્ષે આ યોજના હેઠળ 11606 લાભાર્થીઓને રૂ.58 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
પીએમ એવાય ગ્રામીણ યોજના માટે અરજી કરવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:આધાર કાર્ડ અથવા મતદાર ID જેવા ઓળખ પુરાવા બેંક ખાતાની વિગતો સ્વચ્છ ભારત મિશન નોંધણી નંબર જોબ કાર્ડ નંબર (મનરેગા હેઠળ નોંધાયેલ)આધાર માહિતીનો ઉપયોગ કરવા માટે સંમતિ એક સોગંદનામું જેમાં જણાવવામાં આવ્યું હોય કે તમારી પાસે (અથવા તમારા પરિવારના સભ્યો) પાકા ઘર નથી.