આંગણવાડીમાં આવી બમ્પર ભરતી કુલ 9000 જેટલી થશે ભરતી જુઓ ક્યારથી ફોર્મ ભરાવા શરૂ થશે ઓગસ્ટ 2025

આંગણવાડીમાં મોટી ભરતી આવી છે જેના ફોર્મ 8 ઓગસ્ટ 2025 ના રોજ થી શરૂ થવાના છે તો આર્ટિકલમાં તમે તમામ માહિતી તમે જાણી શકશો જેમકે
- લાયકાત
- ફોર્મ ક્યાં ભરવું
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
- વય મર્યાદા
- કુલ જગ્યાઓ
- ફોર્મ ક્યારથી શરૂ થશે
- રહેઠાણનો પુરાવો ક્યાંથી મેળવવો
- સ્વ ઘોષણા પત્ર ફોર્મ ક્યાંથી મેળવવું
- નિયમો શું છે
ફોર્મ ભરવા માટેની લાયકાત શું જોઈએ ?
આંગણવાડી તેડાગર મા ફોર્મ ભરવા માગતા હોય તો ઓછામાં ઓછો 10 પાસ હોવું જોઈએ અથવા તેના સમકક્ષ હોવું જોઈએ
આંગણવાડી કાર્યકર માટે ફોર્મ ભરવામાં માગતા હોય તો ઓછામાં ઓછું 12 પાસ અથવા તેના સમકક્ષ હોવું જરૂરી છે અથવા ધોરણ 10 પછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો
આંગણવાડીમાં થયો ધરખમ પગાર વધારો
વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
અરજી કર્યાની છેલ્લી તારીખ મતલબ કે 30 ઓગસ્ટ સુધીમાં ના દિવસે 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ
પગારધોરણ કેટલો હોય છે ?
આંગણવાડીના માનદ કર્મચારી | કુલ માનદ પગાર | રાજ્ય સરકારના ફાળામાં માનદ વેતન માં વધારો | કુલ મળવા પાત્ર પગાર |
આંગણવાડી કાર્યકર | 7800 | 2200 | 10,000 કુલ |
આંગણવાડી તેડાગર | 3950 | 1550 | 5500 કુલ |
મીની આંગણવાડી કાર્યકર ની જગ્યાએ આંગણવાડી કાર્યકર માં ફેરવતા | 4400 | 5600 | 10,000 કુલ |
આ પગાર ધોરણ તારીખ 1/1/2022 નાં રોજ નવું માનદ વેતનના આધારે છે.
ફોર્મ ભરવા માટે ની તારીખ ?
તારીખ 08-08-2025 થી 30-08-2025 સુધી
નીચે આપેલી વેબસાઈટ ઉપરથી ફોર્મ ભરી શકશો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો



આ વેબસાઇટ ઓપન કરશો એટલે આ પ્રમાણે આવશે🤟
- ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન જાહેરાત માં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે.
- અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ.
- જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફીકેટ તથા ધોરણ-૧૦/૧૨નું ક્રેડિટ સટીફિકેટ
- સેલ્ફ ડિકલેરેશન (સ્વ ઘોષણા પત્ર ફોર્મ)
- મામલદારશ્રી ધ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર
- જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર
- ધોરણ-૧૦ પાસની અસલ માર્કશીટ
- ધોરણ-૧૨ પાસની અસલ માર્કશીટ
- સ્નાતક,અનુસ્નાતક,પીટીસી,બી એડ વગેરે સર્ટીફીકેટ કોર્સ તેમજ ડિગ્રીના તમામ સેમેસ્ટર ની અસલ માર્કશીટ
- દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે
- વિધવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય )
સ્વ ઘોષણા પત્ર ફોર્મ મેળવવા માટે અહીં ક્લીક કરો
સ્વ ઘોષણા પત્ર ફોર્મ માં pdf માં ત્રણ પેજ છે એમાં તમારી ત્રીજું પેજ નું પ્રિન્ટ આપવાની છે ભરી ને.
રહેણાંકના પુરાવા ફોર્મ pdf માટે અહીં ક્લિક કરો
કોઈ મહિલા ફોર્મ તેના ગામના જે તે વિસ્તાર માં જો જગ્યા હોઈ ત્યાં જ ભરી શકશે જગ્યા નહિ હોઈ તો ફોર્મ નહિ ભરી શકે તમે જ્યાં રહો છો ત્યાં રહેઠાણ નો પુરાવો મામલતદાર કચેરીએથી કઢાવવાનો રહેશે
ફોર્મ ધ્યાનથી ભરવું જો રીજેક્ટ થશે અથવા તો કોઈ ભૂલ હશે તો ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે