જમીન-મિલકતની ખરીદી-વેચાણ ઓનલાઈન રજિસ્ટર કરી શકાશે 117 વર્ષ જૂનો રજિસ્ટ્રેશન એકટ બદલાશે | રજિસ્ટ્રેશન
અત્યાર સુધી જમીન કે મકાન પ્લોટ અથવા બીજી કોઈપણ મિલકતની ખરીદી અથવા વેચાણ સંબંધીત કિસ્સામાં સબ રજિસ્ટ્રાર કચેરી જઈને દસ્તાવેજની નોંધણી કરાવવી પડતી હતી, પરંતુ હવે આવનારા સમય માં દસ્તાવેજની નોંધણી તમે ઘરે બેઠા કરી શકશો.
આ નિયમ લાગુ કરવા માટે સરકારે નવું ડ્રાફટ રજીસ્ટ્રેશન બીલ 2025 બહાર પાડી દીધું છે. જેના પર 30 દિવસ સુધી લોકો પ્રતિક્રિયા મોકલી શકશે. બાદમાં ચોમાસા સત્રમાં જ આ બિલ સંસદમાં રજુ કરી દેવામાં આવશે અને ટૂંક સમયમાં જ દસ્તાવેજ નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે.
તારીખ 25 જૂન સુધી તમે sanand.b@gov.in વેબસાઈટ પર તમે તમારી પ્રતિક્રિયા આપી શકો છો
- જૂના નિયમ પ્રમાણે ભારતમાં હાલમાં રજીસ્ટ્રેશન એકટ 1908 લાગુ છે
મતલબ 117 વર્ષ પછી નવો કાયદો અમલ માં આવવા જઈ રહ્યો છે.
વંદે ભારત સાબરમતી વેરાવળ ટ્રેન ભાડું, ટાઈમ ટેબલ જુઓ
સમયના પરિવર્તન સાથે આ ડિજિટલ યુગ માં હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાનું સરકારે વિચારી રહી છે.
આ કાયદો લાગુ થયા પછી હવે તમે ઘરે બેઠા મિલકતની ઓનલાઈન નોંધણી કરી શકશો અને દસ્તાવેજોની ડિજિટલ રીતે અપલોડ કરી પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન સરળતાથી તમે કરી શકશો તેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
હાલના નિયમ પ્રમાણે પ્રોપર્ટી દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં અગાઉથી ટોકન મેળવીને લાઈનમાં ઉભુ રહેવું પડે છે. ટોકનમાં પણ મર્યાદીત સ્લોટ હોવાથી અનેક દિવસો સુધી દસ્તાવેજ નોંધણી ધક્કા ખાવા પડે . લોકોનો સમય અને પૈસા બંને બગડે છે.
પરંતુ નવો કાયદો લાગુ થવાથી આ સમગ્ર પ્રક્રિયા માંથી લોકોને રાહત મળી શકશે અને દરેક વ્યક્તિ પોતે પોતાના આધારકાર્ડ મારફતે દસ્તાવેજને અપલોડ કરીને નોંધણી કરી શકશે.
આ ઉપરાંત રૂબરૂ હાજર રહેવા અને સાક્ષીઓને પણ આ પ્રક્રિયામાં ઓનલાઈન સમાવી લેવામાં આવશે. જેને લીધે આ સમગ્ર પ્રક્રિયા સરળ બની જશે.
આ નિયમ થી શું શું ફાયદો થશે?
(૧) જમીન મકાન પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન માટે રજીસ્ટર કચેરીએ જવું નહિ પડે
(૨) નોંધણી કરાવવા માટે પચેટીયાઓને પૈસા નહિ આપવા પડે
(૩) રજીસ્ટર અધિકારીઓ ખોટી રીતે પૈસા નહીં માગી શકે
(૪) તમે કોઈપણ જગ્યાએ ઘરે બેઠા તમારી પ્રોપર્ટી વિશે માહિતી મેળવી શકશો
5) રજીસ્ટાર અધિકારી બોગસ દસ્તાવેજ નહિ કરી શકે .
(6) ભ્રષ્ટાચાર થતો અટકશે
(7) જે કામ 5/6 મહિના માં થતું તે કામ હવે દિવસો માં થવા લાગશે.
(8) લોકોના પૈસા અને સમય બંને ની બચત થશે