ગાય નિભાવ સહાય યોજના દર વર્ષે મળશે 10900 ગુજરાતના દરેક ખેડૂતોને મળશે લાભ

Spread the love

ગાય નિભાવ સહાય યોજના ના ઓનલાઈન ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે દર વર્ષે ફોર્મ ભરાતા હોય છે ઘરે બેઠા તમારા મોબાઇલથી તમે ભરી શકશો તો આ લેખના માધ્યમથી

  • આ યોજનાનો લાભ કોણ લઈ શકશે
  • યોજના માટેનું ફોર્મ ક્યાંથી ભરવું
  • ડોક્યુમેન્ટ શું શું જોશે
  • ફોર્મ ભરીને ક્યાં આપવા જવાનું છે
  • નિયમો શું છે
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે.

યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે?

આ યોજના નો લાભ ગુજરાતના તમામ ખેડૂતો લઈ શકશે SC, ST, OBC અથવા જનરલ કેટેગરીના ખેડૂતો પણ લાભ લઇ શકશો

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી દેશી ગાયના નિભાવ માટે Agricultural Technology Management Agency (ATMA) દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલી છે.

આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહીને રૂ. 900 (વાર્ષિક રૂ.10,800) ની સહાય મળવાપાત્ર થશે.ખેડૂત પાસે આઇડેન્ટિફીકેશન ટેગ સહીત દેશી ગાય હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા એક એકર માં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ.

આ યોજનાનો લાભ મળ્યેથી ખેડુત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે.જો કોઇપણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય / ગાય વેચી નાખવામાં આવે / પ્રાકૃતિક ખેતી બંધ કરવામાં આવે તેવા સંજોગોમાં સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે.આ યોજનાનો લાભ એક ખાતા દીઠ / સયુંકત ખાતેદારના કિસ્સામાં કોઇપણ એક ખેડૂતને જ લાભ મળવાપાત્ર થશે.

યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ?

  • જાતિનો દાખલો (SC & ST માટે)
  • દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • આધારકાર્ડ
  • રાશનકાર્ડ
  • 7 12 8 અ ની નકલ (નવી કઢાવેલી)
  • સંયુક્ત ખાતા ના કિસ્સામાં સંમતિપત્ર જોડવું
  • બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

ફોર્મ ભરાવવા સરુ છેલ્લી તારીખ
8-09-2025 થી 17-09-2025 સુધી

ગાય નિભાવ સહાય યોજનામાં 2025

ફોર્મ ક્યાં ભરવું ? ગાય નિભાવ સહાય યોજનામાં ફોર્મ ભરવા માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકશો જેની વેબસાઈટ નીચે મુજબ છે

ફોર્મ ભરવા માટે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

આઇ ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો લિંક નીચે આપેલો છે એના ઉપર ક્લિક કરો

આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જુઓ

નોંધ:- આ ફોર્મ ભરીને તમારે ક્યાંય પણ દેવા જવાનું નથી તમારી પાસે જ રાખવાનું છે જો તમારું નામ આવશે સિલેક્ટ થશે તો તમને સામેથી ફોન કરશે ત્યારે તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *