જાણી લો આ 10 કાયદા પછી પોલીસ પણ તમારું કંઈ બગાડી નહીં શકે

આજે 99% ટકા લોકો એવા છે જેને કાયદાનું થોડું ઘણું પણ નોલેજ નથી હોતું અને એટલે જ પોલીસ તેને ક્યારેક વધારે હેરાન કરે છે પરંતુ એનો મતલબ એવો નથી કે પોલીસ સાથે ગમે તેમ વર્તન કરવું ના એવું ક્યારેય ન કરવું જેમ આપડા સૈનિક બોર્ડર ની રક્ષા કરે છે તે જ પ્રમાણે પોલીસ બોર્ડર ની અંદર શહેર અને ગામડાઓમાં રક્ષા કરે છે માટે પોલીસની રિસ્પેક્ટ હંમેશા કરવી.
આજે આપડે એવા દસ કાયદાઓ જાણીશું જે તમારે જાણી લેવા ખૂબ જરૂરી છે
(૧) કાયદા નંબર CrPC 50(1) મુજબ કોઇપણ વ્યક્તિને પોતાની ધડપકડ થવા નું કારણ જાણવાનો પૂરો અધિકારી છે. પોલીસ તમારી ધરપકડ કરવા આવે ત્યારે તમે એને પૂછી શકો કે કયા ગુના હેઠળ હવે મારી ધાર પકડ કરો છો એની પાસે એનું વોરંટ પણ હોવું જરૂરી છે પરંતુ વોરંટ તમામ ગુનાઓમાં નથી હોતું એ આગળ આપણે વાત કરીશું.
કાયદા નંબર 2 CrPC 46(1) મુજબ કોઈ પણ મહિલાની ધડપકડ માત્ર મહિલા પોલીસ જ કરી શકે મહિલાની ધરપકડ કોઇ પોલીસ પુરુષ કરે તો તમે તેનો વિરોધ કરી શકો છો.
કાયદા નંબર 3 CrPC 46(4) મુજબ કોઈ પણ મહિલાની ધડપકડ સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી થઈ શકતી નથી. જો કોઈ મહિલા ની ધડપકડ સૂર્યોદય પહેલા કે સુર્યાસ્ત પછી કરવી હોય તો પોલીસને સ્પેશિયલ પરમિશન લેવી જરુરી છે.તે પણ મહિલા પોલીસ સાથે હોવી જરૂરી છે.
કાયદા નંબર 4 નોન-કોગ્નિજેબલ ઓફેન્સ (ગુનો) માં વોરન્ટ જોવાનો અધિકાર હોઈ છે નોન-કોગ્નિજેબલ ઓફેન્સ (ગુનો) એટલે કોઈ ગંભીર ગુનો ના હોય તેવો (ઉદાહરણ. છેતરપિંડી , સામાન્ય હુમલો,બદનામ,બદનક્ષી) પરંતુ કોગ્નિજેબલ ઓફેન્સ એટલે ગંભીર ગુના (જેમ કે બળાત્કાર 302 હત્યા ની કલમ અપહરણ વગેરે) માં વોરન્ટ વગર પણ ધડપકડ થઈ શકે છે.
કાયદા નંબર 5 CrPC 41b મુજબ અરેસ્ટ મેમો (મેમોરેન્ડમ ઓફ અરેસ્ટ) આ મેમોમાં પોલીસને લખવું પડે છે કે તમને કઈ જગ્યાએથી ગિરફતાર કરવામાં આવ્યા છે ગિરફતાર કરવા માટેનું કારણ શું ? કઈ જગ્યા એ થી ગિરફ્તાર કર્યા છે જે ગિરફતાર કરે છે તે ઓફિસરની રેન્ક શું છે?
ત્યાર પછી ગિરફ્તાર કરતી વખતે એના પરિવારજનોની સહી લેવાની હોય છે અથવા ત્યાંના એક સજ્જન વ્યક્તિની સહી લેવાની હોય છે અને તેની ધરપકડ કરવાની છે એની પણ સહી જરૂરી છે.
આ 10 કાયદા જાણી લો પોલીસ થી ડર નહીં લાગે
કાયદા નંબર 6 CrPC 50a મુજબ પોલીસે જે વ્યક્તિ ની ધડપકડ કરી હોય એ વ્યક્તિ ની ફેમિલી કે પરિવાર જનો ને જાણ કરવી જરૂરી છે. ફોન દ્વારા અથવા તો રૂબરૂ પોલીસની જવાબદારી બની જાય છે એના પરિવારજનોને જણાવવું જરૂરી છે.
કાયદા નંબર(7) CrPC 55A મુજબ ધડપકડ થાય એ વ્યક્તિના સ્વાસ્થ અને સુરક્ષાની જ્વાબદારી પોલીસની હોય છે આવા સમય તમને એવું લાગી રહ્યું હોઈ કે પોલિસ કસ્ટડીમાં લઈ જઈ અને માર મારશે
તો તમે ધરપકડ સમય મેડિકલ ચેકઅપ પણ કરાવી શકો છો તમે મેડિકલ ચેકઅપ કરાવવું કહેશો તો પોલીસ ની પણ ફરજ બને કે તમારો મેડીકલ ટેસ્ટ કરાવે ત્યાર બાદ કોર્ટ માં પણ બીજો મેડિકલ ટેસ્ટ થશે બંને રિપોર્ટ સરખા આવવા જોઇએ જો પોલીસે કસ્ટડીમાં તમને માર માર્યો હોઈ તો બીજા રિપોર્ટમાં આવી જશે એટલા માટે પોલીસ તમને કસ્ટડીમાં માર નહીં મારી શકે
કાયદા નંબર (8).CrPC 41d મુજબ ઇન્ટ્રોગેશન (પૂછપરસ)દરમિયાન આરોપીને તેના વકીલને મળવાનો અધિકાર હોય છે. તમને કોઇ કાયદા વિશે જાણકારી ના હોઈ તો તમારા બચાવ માટે તમે પૂછપરછ દરમિયાન તમારા વકીલને મળી શકો છો અને વકીલ પાસે થી માહિતી લઈ પછી જવાબ આપી શકો છો.
કાયદા નંબર 9. CrPC57 મુજબ કોઈ પણ ગુનેગાર ને 24 કલાક કરતા વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય નહીં.જો કોઈ ને તપાસ માટે 24 કલાક થી વધુ સમય કસ્ટડીમાં રાખવા હોય તો સેક્સન 167 મુજબ સ્પેશિયલ પરમિશન જરૂરી છે. CrPc 56 મુજબ ધડપકડ બાદ 24 કલાક માં મેજિસ્ટ્રેટ(કોર્ટ)ની સામે પેશી કરવાની હોય છે.
(10). CrPC 54 મુજબ પોલીસે ધરપકડ થયેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી બને છે.