આંગણવાડીમાં કાર્યકર અને સહાયક ના પગારમાં ધરખમ વધારો ગુજરાત આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો,

ગુજરાત આંગણવાડીની બહેનો માટે ખુશીના સમાચાર આવ્યા છે, છે બહેનો અત્યાર સુધી આંગણવાડી કાર્યકરનો પગાર 10,000 હતો અને હેલ્પર્સ મતલબ કે સહાયક નો પગાર 5000 હતો તે વધીને હવે આંગણવાડી કાર્યકર નો પગાર 24,800 થઈ જશે , અને હેલ્પર નો પગાર 20,300 થઈ જશે
આ ચુકાદો ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનો ને લાભ મળવાપાત્ર રહેશે, માત્ર અરજી કરી હતી તેવી બહેનો ને નહીં પરંતુ તમામ બહેનોને મળશે
આમ એક એપ્રિલ 2025 થી નવું નાણાકીય વર્ષ શરૂ થતું હોય છે ત્યારથી લઈ આજ સુધીનું arrears (પાછલી રકમ ) સાથે ચુકવણી કરવામાં આવે તેવો હાઇકોર્ટે હુકમ કર્યો છે , સાથે સાથે ચુકવણી સરકારે આવનારા છ મહિનામાં કરવાની રહેશે.
આંગણવાડીમાં આવી બમ્પર ભરતી જોવા માટે અહીં ક્લિક કરો
આ ચુકવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળી અને કરશે અથવા તો રાજ્ય સરકારે એકલીએ ચુકવણી કરવી પડશે 2024 માં હાઇકોર્ટમાં ઘણી બહેનોએ સરકાર વિરુદ્ધ અરજી કરી હતી જેના જવાબમાં હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે જે બહેનોએ અરજી કરી છે એને પણ લાભ મળવા પાત્ર રહેશે અને નથી કરી તો એ તમામ બહેનોને લાભ મળશે.
હાઇકોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આંગણવાડી વર્કર્સને 10,000 રૂપિયાની સાથે સાથે ન્યુનતમ રકમ 14800 એમ મળીને 24800 રું તેમજ આંગણવાડી હેલ્પરને ન્યૂનતમ રકમ 14,800 + 5500 મળીને 20300 મળશે
આ પગાર વધારાને કારણે સરકારની તિજોરી ઉપર નાણાકીય બોઝમાં વધારો થશે
આંગણવાડીમાં કાર્યકર્તા અને સહાયકોના પગાર બાળ વિકાસ સેવા યોજના ICDS (Integrated Child Development Services) નાણાકીય બજેટ નિધિમાંથી ચૂકવવામાં આવે છે આંગણવાડી કાર્યકરો અને સહાયકો ની સંખ્યા જોઈ અને નીતિ તૈયાર કરવામાં આવે છે
સમાન કામ તો સમાન વેતન કેમ નહિ ?
હાઇકોર્ટે વધારામાં જણાવ્યું હતું કે આંગણવાડીના કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ ગણાવવા ના સરકારના દાવાને કોર્ટે નકારી દીધો છે કોર્ટ જણાવ્યું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે અને એટલા માટે તેને ઉપર અન્યાય થઈ રહ્યો છે જેથી તેને પૂરતું વેતન મળી રહે તેના પર વધારે ભાર મૂક્યો હતો.
આ નિર્ણય ગુજરાતની આંગણવાડીની તમામ બહેનોની જીત છે .
ગુજરાતની આંગણવાડી આંગણવાડીની બહેનો જે વર્ષોથી ઓછા વેતનમાં સેવાઓ આપી રહી હતી જેને બાળકોના ઉત્કર્ષ વિકાસ માટે પાયાના પથ્થર ગણવામાં આવે છે અગાઉ, સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી લાખો કર્મચારી બહેનોને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે, જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.