ગામ નમૂના નંબર 6 એટલે શું? તેમાં કેવા પ્રકારની નોંધ હોય છે?| ખેતીની જમીનમાં 6 નંબર વીશે માહિતી

ખેતીની જમીનમાં ગામ નમૂના નંબર 6 એટલે શું ?
તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ગામ નમુના નંબર 6 ને હક પત્રક તરીકે કેમ ઓળખવામાં આવે છે ? તો છ નંબર ને હક પત્રક તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે આપણી જમીન હોઈ છે તેમાં આપડા જે પણ કાયદેસર અધિકારો છે તે તમામ અધિકારો તેમાં નોંધવામાં આવે છે. તમારા અધિકારો ની માહિતી પણ તેમાંથી તમને મળી રહેશે.
બીજું કે આ છ નંબર હક પત્રક સાથે બીજા બે નંબર જોડવામાં આવે છે 07 અને 12 નંબર કારણ કે છ નંબર કે હક પત્રકમાં જે બાબતો અથવા તો અધિકારો નોંધવામાં આવે છે તે અધિકારો સાત અને 12 નંબર એ તમામને લગતી માહિતી છે.
અને એટલા જ માટે આપણે જ્યારે પણ મામલતદાર કચેરીએ 7/12 અને 8 અ ની નકલ કઢાવવા જઈએ છીએ ત્યારે ત્યાં એવું કહે છે કે સાત બાર આઠ ની નકલો કાઢી આપો વાસ્તવમાં 7/12 એ અલગ અલગ નંબર છે પરંતુ તેમાં જે માહિતી છે એ એકબીજા સાથે જોડાયેલી છે.
અને સાત બાર નંબરમાં કોઈપણ સુધારો અથવા તો માહિતી ઉમેરવામાં આવતી હોય છે તો સાત બાર ની સાથે સાથે નમૂના નંબર છ માં પણ ઉમેરાતી હોય છે, એટલા માટે તે એકા બીજા સાથે સંકળાયેલ નંબરો છે, છ નંબર હક પત્રકમાં તમારે જુના રેકોર્ડ જોતા હોય તો પણ તમને ઉતરોતરની નકલો મળી જતી હોય છે.
તમારી જમીનમાં છેલ્લા 50 વર્ષમાં કોઈ ફેરફાર કર્યા હોય તો એ છ નંબર માં મળી જશે.
જમીનના ખાતેદારના અધિકાર માં કોઈપણ ફેરફાર કર્યો હોય એ છ નંબરની અંદર નોંધવામાં આવે છે જેમકે વારસાઈ કરાવવી,હયાતી માં હક દાખલ કરવો, હકક કમી કરાવ્યો હોઈ,જમીન ઉપર, બેન્ક અઠવા મંડળી માંથી લોન લીધી હોય તો તેની બોજો દાખલ કરવો, બોજો કઢાવવો વગેરે .
તે પ્રમાણે જમીનને લગતા કોઈપણ ફેરફાર અથવા તો સુધારા વધારા કરાવ્યા હોય તો તે કાયમી રેકોર્ડ માટે છ નંબર હક પત્રકમાં એ દાખલ કરવો ફરજિયાત હોય છે જેથી ભવિષ્ય માં કોઈ જમીન બાબત કોઈ વાંધો પડે જેમ કે ખોટી રીતે કોઈનું નામ કમી થઈ ગયું નામ સડાવી દીધું હોય તો તેની માહિતી 7/12 માં નથી મળતી પરંતુ 6 નંબર કઢવશો તો તેમાં મળી જશે
અને એટલા જ માટે 6 નંબર ને હક પત્રક કહેવામાં આવે છે કારણે કે તમારા હક ની સાચી માહિતી 6 નંબર માં મળે છે 7/12 માં ફેરફાર થયા હોઈ નામ કમી થયા હોઈ પરંતુ 6 નંબર હક પત્રક માં તો કાયમી માટે રહે જ છે.