ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે
ખેડૂતો માટે ખુશીના સમાચાર

ખેડૂતોને ચોમાસામાં પડી રહેલી તકલીફને ધ્યાનમાં રાખી અને સરકારે ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે
જનક ફોર્મ અત્યારે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવા શરૂ છે ફોર્મ ભરતા પહેલા નિયમો જાણી લો
ગોડાઉન સહાય માટે વીડિયો જોવા અહી ક્લિક કરો
- આ સહાય ગુજરાતના તમામ ખેડૂતો નાના મોટા તમામ ખેડૂતોને મળવા પાત્ર રહેશે સૌપ્રથમ તમારે આઇ ખેડુત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું રહેશે માગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ફોર્મ ની નકલ તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે
- ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
1 આધારકાર્ડ
2 દિવ્યાંગ અંગે નું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
3 સયુંકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
4 જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5 ૭/૧૨ અને ૮- અ ની નકલ
6 બેંક પાસબુક or કેન્સલ રોક.
7 બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ/ખર્ચની પાવતી/વિગતોનું સેલ્ફ ડિકલેરેશન ફોર્મ
8 અરજીની સહી વાળી નકલ
આટલા ડોક્યુમેન્ટ માંથી જે લાગુ પડતા હોય એ તમારે રજુ કરવાના રહેશે
પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) બે માંથી જે ઓછુ હોય તે * સરકારશ્રીની વખતો વખતની ગાઈડ લાઈન મુજબ
i khedut Portel ફોર્મ ભરવા અહી ક્લીક કરો
ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 20-07-2025