મગફળી ના ટેકાના ભાવ જાહેર | મગફળી સોયાબીન અડદ મગ ની થશે ખરીદી | ટેકાના ભાવે ખરીદ નોંધણી તારીખ કઈ છે

ટેકાના ભાવે ખરીદી માટે સરકારે જાહેરાત કરી દીધી છે ટેકાના ભાવે ખરીદી કરવા માટે નોંધણી માટેની તારીખ પણ જાહેર કરી દીધી છે અને મગફળી મગ અડદ અને સોયાબીનના ભાવ પણ જાહેર કરી દીધા છે કેટલા ભાવ નક્કી કર્યા એ આર્ટીકલ માં જોશું આપણે
બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારશ્રીની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા
ખેડુત જાતે અથવા ગ્રામ્યકક્ષા એ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂકરવામાં આવનાર છે. રાજ્યના ખેડુતભાઈઓએ લાભ લેવા અનુરોધ છે.
ગત વર્ષે રાજ્યમાંથી કુલ ૮,૫૩,૫૧૪ લાભાર્થી ખેડુતો પાસેથી રૂ.૧૬૨૨૩.૨૯ કરોડના મુલ્યની કુલ ૨૩,૪૭,૦૭૮ મે.ટન જથ્થાની વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકારશ્રી કક્ષાએથી તમામ આગોતરૂ આયોજન હાથ ધરેલ છે.
આ વખતે કેટલા ભાવ નક્કી કર્યા ?
મગફળી | 7263રૂ | એક ક્વિન્ટલ (5મણ ) |
સોયાબીન | 5328રૂ | એક ક્વિન્ટલ |
મગ | 8768રૂ | એક ક્વિન્ટલ |
અડદ | 7800રૂ | એક ક્વિન્ટલ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1-09-25 થી 15-09-25 સુધી
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ?
- આધાર કાર્ડ
- 7 12 8અ ની નકલ
- બેંકની પાસબુક
ટેકાના ભાવે ખરીદી પરિપત્ર જાહેરાત ડાઉનલોડ
ટેકાના ભાવે ઓનલાઇન નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો