નવું રાશનકાર્ડ કેવીરીતે મેળવવું, નવા રાશનકાર્ડ માટેનુ અરજી ફોર્મ કોણ મેળવી શકે નવું રાશનકાર્ડ

નવું રેશનકાર્ડ કોણ મેળવી શકે ?
સામાન્ય રીતે નવું રેશનકાર્ડ ગુજરાતમાં વસતા તમામ લોકો મેળવી શકે છે, પરંતુ ગુજરાત બહારના લોકો જે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી વસવાટ કરતા હોય તો પણ રાશનકાર્ડ મેળવી શકે પરંતુ એની પ્રક્રિયા અલગ છે શું અલગ છે આર્ટીકલ માં આપણે જાણીશું
સૌપ્રથમ એ જાણી લઈએ કે નવા રેશનકાર્ડ મેળવવા માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ?
- કુટુંબના દરેક સભ્યના ચૂંટણી કાર્ડ આપવા ફરજિયાત છે
- દરેક સભ્યના આધાર કાર્ડ આપવા જરૂરી
- જુના રાશનકાર્ડ માં નામ હોય તો નામ કમી નો દાખલો
- વીજળી બિલ
- ઇન્કમટેક્સ પાનકાર્ડ (જો હોય તો)
- ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્કત વેરાના પોઇસ (તલાટી મંત્રી પાસેથી)
- બેંક પાસબુક ની ઝેરોક્ષ
- અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે.
- રાંધણગેસની પાસબુક (લાગુ પડતું )
- પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્લું બીલ (લાગુ પડતું )
- ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ (લાગુ પડતું )
- અરજદાર ભાડેથી રહેતો હોય તો ભાડાની પહોંચ
- મકાન ઘરનું હોય તો 20 કનેક્શન અથવા મકાન નંબર દર્શાવવો
આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ તમારે બે નંબરનું ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે.
નવું રેશનકાર્ડ બનાવવા અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. તે વગર આપને નવું રાશનકાર્ડ આપવામાં આવશે નહિ.
નવું રાશનકાર્ડ મેળવવા માહિતી વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
ડોક્યુમેન્ટ સાથે અરજી ફોર્મ ભરી અને મામલતદાર કચેરી નગરપાલિકા મહાનગરપાલિકા ઝોનલ ઓફિસર જે લાગુ પડતું હોય ત્યાં તમારે અરજી આપવાની રહેશે અરજીના ₹20 ચાર્જિસ આપવાનો રહેશે આપ્યા પછી તમને ત્યાંથી પોઈચ આપવામાં આવશે જે સાચવીને રાખવી અરજી આપ્યા ના 15 દિવસમાં તમારો રાશનકાર્ડ બની અને તૈયાર થઈ જશે.