તમામ રાશનકાર્ડ ધારકો માટે હવે દર પાંચ વર્ષે EKYC કરાવવું ફરજિયાત બાકી મફત અનાજ બંધ રાશનકાર્ડ સસ્પેન્ડ

રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે રાશનકાર્ડ kyc ને લઈ નવો નિયમ બાર પાડ્યો છે, જેમાં અત્યાર સુધી રાશનકાર્ડ માં ફક્ત એક વાર kyc થી ચાલી જતું હતું ,પરંતુ હવે નવા નિયમ પ્રમાણે એવું નહિ ચાલે હવે દરેક રાશનકાર્ડ ધારકો એ દર પાંચ વર્ષે EKYC કરાવવું ફરજિયાત છે
- EKYC ના કરવો તો શું થશે ?
- EKYC ના કરાવ શો તો મફત અનાજ બંધ થઈ જશે
- કોઈ પણ પ્રકારના સરકારી લાભો નહિ મળે .
- રાશનકાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે.
- ૬ મહિના સુધી મફત અનાજ નહિ લો તોપણ અનાજ અને રાશનકાર્ડ બંધ થઈ જશે .
- 18 વર્ષ થી નીચેના કોઈ પણ વ્યક્તિ રાશનકાર્ડ કઢાવી શક્શે નહિ .
રેશન કાર્ડ અપડેટ: કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા બુધવારે ૨૩/૦૭/૨૫ નાં રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નવા નિયમનો જાહેર કરવામાં આવ્યા મુખ્ય ઉદ્દેશ્ય રેશન કાર્ડ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો અને ડુપ્લિકેટ કાર્ડ્સ તેમજ છેતરપિંડી અટકાવવાનો છે. સરકારનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે મફત અનાજનો લાભ ફક્ત પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી જ પહોંચે.
નવા નિયમો મુજબ શું શું ફેરફાર કરવા માં આવ્યા છે ?
(૧) 18 વર્ષથી ઓછી ઉંમરના માટે નિયમ: હવે જો તમારી ઉંમર 18 વર્ષ થી ઓછી હશે તો તમે નવું રાશનકાર્ડ નહિ મેળવી શકો રાશનકાર્ડ મેળવવા માટે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ.
(૨) 5 વર્ષથી ઓછી ઉમરના બાળકોના આધાર કાર્ડ જમા કરાવવામાં આવશે અને જ્યારે બાળક 5 વર્ષ પૂર્ણ કરે અને છઠ્ઠા વર્ષ માં પ્રવેશ કરે એટલે પહેલું કામ e-KYC કરાવવું પડશે.
(૩) દર 5 વર્ષે e-KYC ફરજિયાત: તમામ રેશન કાર્ડ ધારકોએ દર પાંચ વર્ષે પોતાનું e-KYC કરાવવું પડશે. આવું ન કરવા પર કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે.
(૪) બોગસ રાશનકાર્ડ દૂર કરવામાં આવશે : જેને ખોટા દસ્તાવેજો રજુ કરી રેશનકાર્ડ કઢાવ્યા છે , તેનો સફાયો થશે e-KYC દ્વારા અયોગ્ય અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવામાં આવશે, જેથી અન્ય પાત્ર ધરાવનાર લોકોને મફત અનાજ અને બીજા લાભો મળી શકે.
(૫) 6 મહિના સુધી અનાજ ન લેનાર ના કાર્ડ સસ્પેન્ડ: જો કોઈ રેશન કાર્ડ ધારક સળંગ 6 મહિના સુધી અનાજ લેવા નહિ જાય , તો તેનું રેશન કાર્ડ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
જોકે તેને ફરી અનાજ સરું કરાવવું હોઈ તો સુવિધા આપી છે તેના માટે Mamaletdar કચેરી જઈ જરૂરી ડોક્યુમેન્ટ આપી સોગંધ નામુ કરાવી ત્યાં આપશે પછી ૩ મહિના પછી ફરી અનાજ સરું થઈ જશે .
(૬)ડબલ કાર્ડ રદ થશે: જો કોઈ એક વ્યક્તિના નામ પર બે રાશનકાર્ડ હશે બે રાજ્યોમાંથી રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા હશે, તો તપાસ બાદ આવા કાર્ડ તુરંત રદ કરવામાં આવશે.
હવે દરેક રાશનકાર્ડ ધારકો માટે દર પાંચ વર્ષે EKYC ફરજીયાત વીડિયો જોવા અહી ક્લીક કરો.
તેથી જો તમારે પણ આવી ઝંઝટ માંથી બચવું હોઈ તો વહેલાસર Ekyc કરાવી લો,
રાશનકાર્ડ માં ekyc કેવીરીતે કરાવવું ?
તો રાશનકાર્ડ Ekyc કરાવવા માટે ગામમાં VCE પાસે પણ કરાવી શકો , Mamaletdar કચેરી પણ કરાવી શકો અને તમારા ઘરે બેઠા પણ દરેક સભ્ય ના સરળતા થી કરી શકો જેનો આપડે એક વીડિયો બનાવેલો છે તે જોઈ Ekyc કરાવી શકો.
રાશનકાર્ડ માં ekyc કેવીરીતે કરવું વીડિયો જોવા અહી ક્લિક કરો
આ નવા નિયમોનો અમલ થતા, રેશન કાર્ડ સિસ્ટમમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા આવશે તેવી અપેક્ષા છે.ખોટા રાશનકાર્ડ બંધ થશે , અને જે લોકો ખરેખર લાભો ને પાત્ર છે તેવા લોકો ને લાભ લમશે રેશન કાર્ડ ધારકોને સમયસર e-KYC પૂર્ણ કરવા અને નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે,