ગુજરાત સરકાર ની જાહેરાત ખેડુતોને પાક નુકશાની માટે મળશે બાવીસ હજાર ની સહાય 2025

Spread the love

કૃષિ રાહત પેકેજ (કપાસ) 2025

  • આ આર્ટિકલ માં આપડે એટલા મુદ્દા જાણીશું
  • આ સહાય પેકેજ અંતર્ગત કયાં ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે ?
  • ઓનલાઈન અરજી કયાં કરવી ?
  • ક્યારે કરવી ?
  • ઓનલાઈન અરજી કરવા માટે કયાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ ?ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો કયાં જમાં કરાવવા ?

ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRF (State Disaster Response Fund) ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેકટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/-ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૨૫૦૦/- એમ કુલ રુ.૧૧,૦૦૦/- પ્રતિ હેકટર (સવા છ વીઘા) લેખે ખાતા દીઠ મહત્તમ ૨(બે) હેકટર સુધી સહાય મળવા પાત્ર રહેશે .આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતા ના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવવાપાત્ર રકમ રૂ.૩૫૦૦/- કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.૩૫૦૦/- ચૂકવવા માં આવશે .

ગુજરાતના કયા કયા જિલ્લાઓ માં સહાય મળશે

(૧) છોટા ઉદેપુર

(૨)અમરેલી

(૩) જામનગર

(૪) ભાવનગર

(૫) સુરેન્દ્રનગર

(૬) રાજકોટ

એટલા જિલ્લાઓ માં સહાય મળવા પાત્ર રહેશે,

ઓનલાઇન અરજી ક્યાં કરવી ?

ઓનલાઇન અરજી ડિજિટલ પોર્ટલ ઉપર કરવાની રહેશે, પરંતુ અરજી તમે તમારી રીતે નહીં કરી શકો , લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પર સંબંધિત તમારા ગામના VLE/VCE મારફત સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

પાક નુકશાન સહાય 2025 વીડિયો જોવા અહી ક્લીક કરો

  • ઓનલાઇન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ?
  • ૭,૧૨ અને ૮ અ નકલ
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુક ના પ્રથમ પેજની નકલ
  • મોબાઇલ નંબર

અરજી કર્યા બાદ સાધનિક કાગળો કોને જમાં કરાવવા ?

(૧) ઓનલાઈન અરજીની પ્રિન્ટ

(૨) 7,12 8 અ ની નકલ

(૩) આધાર કાર્ડ ની નકલ

(૪) બેંક પાસબુક ના પ્રથમ પેજની નકલ

(૫) વાવેતરનો દાખલો (તલાટી શ્રીનો)

(૬) એકથી વધુ ખાતેદારોના કિસ્સામાં સંમતિ પત્રક (ના વાંધા પ્રમાણપત્ર)

ગ્રામ પંચાયત ખાતે VCE ને જમાં કરાવવાના રહેશે.

ફોર્મ ક્યારે ભરવાનું ?

ફોર્મ ભરવા માટે

છેલ્લી તારીખ 14-07-2025 થી 28-07-2025 સુધીમાં કરવાની રહેશે

આ સહાય ઓગસ્ટ અને સપ્ટેમ્બર/ ઓક્ટોમ્બર 2024 માં ભારે વરસાદના કારણે ખેડૂતો ને ભારે નુકશાન થયું હતું તે ખેડુતો એ જ ફોર્મ ભરવાના છે.

વિશેષ નોંધ

આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. ૮/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.

આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે.આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ (FRA) હેઠળ નોટીફાઇડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર (સનદ) મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે.

વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે. તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો/પ્રમાણપત્ર લેવાનો રહેશે.

ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ રજુ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઇ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામુ રજુ કરી અરજી કરી શકશે.

આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહી.

આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એકટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજુ થયે સહાય મળવા પાત્ર થશે.


Spread the love

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *