જમીનમાં તમારો કબ્જો નથી તો તમે તેના માલિકી પણ નથી : સુપ્રીમ કોર્ટનો આદેશ

જેનો કબ્જો જ નથી તે જમીનનો માલિક પણ નથી એવું કહી સુપ્રીમ કોર્ટ કેસ રદ કરી દિધો, સાથે સાથે 10લાખ દંડ ભરવાનું પણ ફરમાન જારી કર્યું. તો સુપ્રીમ કોર્ટે એવું શા માટે કર્યું? વિગતવાર માહિતી જાણીએ અને આ કેસ 07 ઓક્ટોબર 2025 નો છે.
તો એવું શું થયું કે જે વ્યક્તિ એ પોતાની પ્રોપર્ટી માટે કેસ કર્યો અને સુપ્રીમ કોર્ટ પ્રોપર્ટી તો ના અપાવી પરંતુ સામે 10 લાખનો દંડ ફટકાર્યો, તો એવું એટલા માટે થયું કે તે વ્યક્તિ સાબિત જ ન કરી શક્યો કે તે પ્રોપર્ટી ઉપર કબજો એનો છે.
હવે આ કેસ વિશે વિગતવાર વાત કરીએ , આ પ્રોપર્ટીનું 1989 માં એક વેચાણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યું હતું જેને પ્રોપર્ટી લેવાની હતી સામેવાળી વ્યક્તિએ 25000 રૂપિયા આપ્યા હતા અને એક વેચાણ દસ્તાવેજ તૈયાર કરી દીધો હતો, જ્યારે પ્રોપર્ટી ની કિંમત 14 લાખ 50000 હતી 12 જૂન 1989 માં.
હવે એવું બન્યું જે વ્યક્તિની પ્રોપર્ટી હતી તે વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને પ્રોપર્ટી આપી દીધી કે તમે આ પ્રોપર્ટી લઈ લો અને 25000 રૂપિયા મને આપી દો બીજા બાકી નીકળતા પૈસા પછી આપી દેજો પરંતુ હવે અહીં થી કેસની શરૂવાત થાય છે, જેણે 25000 રૂપિયા આપ્યા હતા મતલબ કે જેણે પ્રોપર્ટી લીધી હતી તે વ્યક્તિ થોડી હોશિયાર હતી, તો તેણે સુપ્રીમ કોર્ટમાં કેસ કરી દીધો
કેવી રીતે કેસ કર્યો કે આ પ્રોપર્ટીનું પજેશન મતલબ કે કબજો મારી પાસે છે મેં તેના 25000 રૂપિયા બાનાખત રૂપે આપ્યા છે, તો હવે મને કોઈ અહીંથી મને કાઢી ન શકે એવો કેસ કર્યો , અને મને અહીંથી ખાલી કરવા માટેની કોઈ નોટિસ અથવા તો કેસ ન કરે એવી રીતના કેસ કરી દીધો.
ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ કેસ ચાલ્યો ઘણી બધી કોર્ટમાં આ કેસ ચાલ્યો અને આખિર કાર સુપ્રીમ કોર્ટમાં આ કેસ આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે તમે આ કેસનો નિકાલ કરવા માટે જેણે પ્રોપર્ટી લીધી છે તેને કહ્યું તમે 25000 આપ્યા તેના આજ 7 ઓક્ટોમ્બર2025 નાં રોજ 35 વર્ષ થયા તો તેનો 800 ગણો ભાવ આપી દો મતલબ કે 1989 થી 2025 35 વર્ષ પછી કુલ બે કરોડ રૂપિયા આપવાનું કોર્ટ કહ્યું જેણે પ્રોપર્ટી લીધી છે તેને સામેવાળી વ્યક્તિ છે પ્રોપર્ટી જેની હતી તેને પરંતુ સામેવાળી વ્યક્તિ બે કરોડ લેવા માટે તૈયાર નથી તેણે કહ્યું કે મારે તો આ જમીન જ જોઈએ છે 2 કરોડ નથી જોતા.
ત્યારબાદ અપીલ કરતા વધારે લોભ ના કારણે સુપ્રીમ કોર્ટની વાત ન માની અને એ કોર્ટ બદલતા રહેતો અને અલગ અલગ કોર્ટમાં કેસ કરતો કેસ ચાલતો રહે અને નસીબ થી ત્યાં સુધી એ કેસ પણ જીતતો રહ્યો, પરંતુ એણે એ નહોતું બતાવ્યું કે કબ્જો મારી પાસે નથી તેને ફક્ત એજ બતાવ્યું કે કબ્જો મારો છે, કેસ ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં આવ્યો અત્યાર સુધી સુપ્રીમ કોર્ટને પણ એવું લાગતું હતું કબજો આ વ્યક્તિ પાસે છે અને એટલા જ માટે એ કેસ જીતતો રહ્યો. પરંતુ વાસ્તવિક માં કબ્જો બીજી વ્યક્તિ પાસે હતો જેને 1989 માં લઇ લીધો હતો.
કિસ્મત ખરાબ કોને કહેવાય સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આપણને ખ્યાલ પડશે, સુપ્રીમ કોર્ટને ખબર પડી કે આ વ્યક્તિ પાસે તેનો કબજો જ નથી ત્યારે સુપ્રીમ કોર્ટ એવો નિર્ણય આપ્યો કે જ્યારે પ્રોપર્ટીનો કબ્જો જ તમારી પાસે નથી તો પ્રોપર્ટી માં તમારો હક પણ તમારો નથી.
હવે કેસને થોડો ડિટેલમાં સમજીએ વાસ્તવિક વાત શું હતી તો સુપ્રીમ કોર્ટમાં 1 એપ્રિલ 2025 ના રોજ પ્રતિવાદીને મતલબ કે જેણે પ્રોપર્ટી ખરીદી છે, તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરેલી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ મેં હમણાં કીધું એ પ્રમાણે કે બે કરોડ રૂપિયા વાદીને આપવા માટે કહ્યું હતું પ્રતિવાદી પણ આપવા માટે તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ વાદી મતલબ કે જેણે પ્રોપર્ટી જે વહેંચી છે તે બે કરોડ લેવા તૈયાર નથી.
ત્યારબાદ એ કોર્ટ એ એવું કહ્યું કે તું બે કરોડ રૂપિયા નહીં લે તો પોલીસ વોરંટ જાહેર કરાવી અને કબજો છોડાવી અને સામેવાળી વ્યક્તિને સોંપવામાં આવશે.
ત્યારબાદ વાદી પણ થોડો અડિયલ મગજનો હતો તેણે કોર્ટમાં અરજી લગાવી દીધી વોરંટ કેન્સલ કરવા માટે ત્યારબાદ કોર્ટે તેને ચાર દિવસનો સમય આપ્યો કે ચાર દિવસ તારા હાથમાં છે તુ બે કરોડ રૂપિયા લે અને કબજો આને સોંપી દે બાકી ફરી તારા ઉપર વોરંટ જાહેર થશે.
ચાર દિવસ પછી પણ બે કરોડ રૂપિયા ન લીધા એટલે કોર્ટે ફરી ગિરફતારી વોરંટ જાહેર કરાવી દીધો
હવે મુખ્ય વાત આવે છે કે 35 વર્ષ પહેલા 25000 ને બદલે 1 એપ્રિલ 2025 નિર્ણય માં બે કરોડ રૂપિયા આપવામાં આવે છે જે ફકત એટલા માટે સુનાવણી સમયે કબજાની હકીકત બતાવવાં માં નોતી આવી અને હવે સુપ્રીમ કોર્ટ ને ખબર પડે કે તમારી પાસે જે પ્રોપર્ટીનો કબ્જો જ નથી તો તમને તેમાં હક પણ ના મળે.
કોર્ટે કહ્યું અમે 2 કરોડ એટલા માટે દેવડવતા હતા કે અમને હતું કે પ્રોપર્ટી પર તારો કબજો છે, પરંતુ હકીકતમાં તો તારો કબજો જ નથી, સુપ્રીમ કોર્ટે 1990 માં આ કેસમાં એક ચુકાદો પણ આપ્યો હતો કે આ વ્યક્તિ પાસે પ્રોપર્ટીનો કોઈ કબજો જ નથી અને અને ત્યારબાદ નિર્ણય તુરંત બદલી જાય છે અને સુપ્રીમ કોર્ટ એવો આદેશ જાહેર કરે છે.
કે તમારો કબજો ન હોવા છતાં પણ પ્રતિવાદી મતલબ કે જેણે પ્રોપર્ટી લીધી છે તેને સુપ્રીમ કોર્ટના એટલા વર્ષો સુધી ધક્કા ખવડાવ્યા આટલો ખર્ચો કરાવ્યો તેના દંડ સ્વરૂપ તમારે 10 લાખ રૂપિયા એક મહિના માં આપવા પડશે પ્રતિવાદીને મતલબ જેણે પ્રોપર્ટી ખરીદી છે તેને અને એક મહિના માં જો 10 લાખ ના આપે પછી 12% વ્યાજ સહિત આપવા પડશે.
એક સમય હતો જ્યારે અરજદારને બે કરોડ રૂપિયા મળતા હતા 7 એપ્રિલ 2025 જ્યારે તેણે બે કરોડ રૂપિયા ન લીધા અને સાત ઓક્ટોબર 2025 10 લાખ રૂપિયાનો ડંડ ફટકાર્યો અને ન આપી શકે તો 12% વ્યાજ પણ આપવું પડશે જીવન ક્યારેક જે મળે તેમાં સંતોષ રાખી લઈ લેવાય બાકી ક્યારેક આવું પણ થાય છે.