પાણી પત્રક એટલે શું પાણી પત્રક નો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે (Pani Patrak)

પાણી પત્રક એટલે જમીન અથવા ખેતી માટે પાણી પૂરવઠો (સિંચાઈ) કરનાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું એક સત્તાવાર દસ્તાવેજ, જેમાં નીચેની માહિતી લખેલી હોય છે
- જમીનધારકનું નામ
- સર્વે નંબર / ખાતા નંબર
- કેટલું પાણી આપવામાં આવ્યું છે
- ક્યારે આપ્યું છે (તારીખ / સિઝન)
- પાણીની કિંમત (બિલ) અને
- ચુકવણીની સ્થિતિ
- પાણી પત્રક ને સરકારી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકીએ છે.
સરળ ભાષામાં કહીએ તો પાણી પત્રક એ એવો રેકોર્ડ છે જે બતાવે છે કે તમારી જમીનને સિંચાઈ માટે પાણી અપાયું છે કે નહીં, કેટલું અપાયું છે અને એની સરકારી નોંધ શું છે.
આ દસ્તાવેજ ખેતી સંબંધિત કોઈ વિવાદ કે પુરાવા માટે બહુ ઉપયોગી થાય છે ખાસ કરીને નહેર વિભાગ, સિંચાઈ વિભાગ અથવા કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.
પાણી પત્રક’ એ જમીનના મહેસૂલી રેકોર્ડ નો એક ભાગ છે, જેને સામાન્ય રીતે ગામ નમૂના નંબર ૧૨ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પત્રક મુખ્યત્વે ખેડૂતે તેની જમીનમાં કયા પાકનું વાવેતર કર્યું છે તેની વિગતો દર્શાવે છે. તેમાં ખેતીના વર્ષ, પાકનું નામ, સિંચાઈનો પ્રકાર (કૂવા-બોર આધારિત, નહેર આધારિત કે આકાશિયો-વરસાદ આધારિત), અને અન્ય નોંધો જેવી માહિતી હોય છે.
પાણી પત્રક (ગામનો નમૂનો નંબર ૧૨) નો ઉપયોગ
- પાક વાવેતરનો પુરાવો: ખેડૂતે કયા વર્ષમાં કયો પાક વાવ્યો છે તેનો સત્તાવાર રેકોર્ડ આપે છે.
- સિંચાઈની માહિતી: જમીનને સિંચાઈનું પાણી ક્યાંથી મળે છે (દા.ત., કૂવો, બોર અથવા, નહેર) અને પાણીની કેટલું છે તે સ્થિતિની માહિતી આપે છે.
- લોન અને ધિરાણ: પાક લોન અથવા અન્ય કૃષિ ધિરાણ મેળવવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા આ પત્રકની માંગણી થઈ શકે છે.
ખેડૂત ને જમીન બાબતે કોઈ તકરાર ઉભી થઇ હોઈ તેવા સંજોગો માં જમીનનું લીગલ ડોક્યુમેન્ટ, આપડી જમીનના આધાર પુરાવો તરીકે પણ કોર્ટ માં રજૂ કરી શકીએ છે .
પાણી પત્રક મેળવવા માટે તમારે જમીન ને લગતા document તલાટી મંત્રી ને આપવાના હોય છે બધા દસ્તાવેજ બરાબર પછી જ તમને પાણી પત્રક મળે છે